________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧ ] નિહનવવાદ
[૪૦૩] પણું રાખી શકાય છે. આઠ પ્રદેશ હંમેશ મધ્યમાં એટલે આત્માની વચમાં જ રહે છે, તેની ચારે બાજુ અસંખ્યાત આત્મપ્રદેશ ફરી વળેલા હોય છે માટે તે આઠમાંથી તે કોઈ છેલ્લે માની શકાય જ નહીં.
તિ. અસ્તુ, અમે આત્મપ્રદેશની અપેક્ષાએ નહીં પણ આત્માએ રેકેલ આકાશ પ્રદેશની અપેક્ષાએ કઈ પણ એક પ્રદેશમાં છેલ્લાપણું રાખીએ છીએ, કારણ કે જે આકાશ પ્રદેશ જ્યાં હોય છે તે સર્વદા ત્યાં જ રહે છે.
સ્થ૦ આકાશપ્રદેશો સ્થિર છે તે સાચું છે, પણ તે તે આત્માની ચારે તરફ દશે દિશામાં રહેલા છે માટે કઈ દિશામાં કયા આકાશપ્રદેશમાં રહેલા આત્મપ્રદેશને એટલે માન?
તિ) નીચેની દિશાથી શરૂ કરી ઊર્ધ્વ દિશાના મધ્ય ભાગમાં જે આકાશપ્રદેશ હેય ત્યાં રહેલ આત્મપ્રદેશને અન્ય માને ઠીક છે. ને તેમાં કોઈ દૂષણ પણ નથી.
સ્થ૦ ઠીક. આ કલ્પના પણ ત્યારે જ થઈ શકે કે જે અમુક આકાશપ્રદેશોમાં આત્મા કાયમી રહેતો હોય, પણ તેમ નથી. આત્મા તે આજ આ આકાશપ્રદેશમાં તે કાલ બીજા આકાશપ્રદેશમાં એમ ફેરફાર કર્યા કરે છે. માટે અમુક આકાશપ્રદેશ પણ નક્કી કરી શકાય નહિ. એ રીતે અમુક આત્મપ્રદેશમાં જ છેલ્લાપણું છે તે સ્થિર થતું નથી. તે વળી પૂરવાપણું પણ છેલ્લામાં જ છે તેવું કંઈ નથી, કારણ કે તેમ હોય તે આ પહેલ, આ બીજે, આ દશમે, સેમ, હજારો વગેરે વ્યવહાર ન થઈ શકે. માટે દરેક આત્મપ્રદેશમાં અમુક અમુક સંખ્યાનું પૂરવાપણું તો છે જ. માટે પૂરવાપણુરૂપ વિશેષ કેવળ એટલામાં જ નથી રહેતું એટલે તે વિશેષ પણ થઈ શકતું નથી.
તિ, સર્વ આત્મપ્રદેશમાં અંશે અંશે પૂરવાપણું છે તે મને માન્ય છે. પરંતુ અસંખાતમો એ જે છેલ્લે વ્યવહાર થાય છે તે પૂરવાપણું તે તે છેલ્લા આત્મપ્રદેશમાં છે ને તે છેલ્લાપણું અપેક્ષાથી લેવામાં આવે છે માટે અમુક એક આત્મપ્રદેશ બીજા સર્વ આત્મપ્રદેશ કરતાં વિશેષ થઈ શકે છે.
સ્થ૦ અપેક્ષાથી તમે અમુક આત્મપ્રદેશને છેલ્લે ઠરાવ્યો, હવે તે અપેક્ષા તમારી પિતાની છે કે સર્વ મનુષ્યોની છે? સર્વ જનની કહેતા હે તે તે અસંભવિત છે, કારણ કે સર્વજન સમ્મત એક વિવક્ષા કઈ થઈ શકતી નથી જેમકે અમે જ તેવી વિવક્ષામાં સમ્મત થતા નથી. ને જે તે અપેક્ષા તમારી પિતાની છે તે તે સર્વમાન્ય થઈ શકે નહિ.
તિ. ભલે મૂર્ણ જગત મારી માન્યતાને માન્ય ન કરે પણ તેથી તે મિથ્યા છે એમ કહી શકાય નહિ. કારણ કે તે વિચાર યુક્તિસંગત છે. એક બે ત્રણ એમ ગણત્રી કરતાં અમુક અમુક આત્મપ્રદેશ છેલ્લે આવે તે નિશ્ચિત છે. જે આત્મપ્રદેશ છેલ્લે આવે તેમાં શેષ પ્રદેશ કરતાં છેલ્લે હેવાથી અતિમ પૂરવાપણું વિશેષ છે. કઈ પૂછે કે એક બે ત્રણ એવી ગણત્રી પણ કંઈ નિયત ન થઈ શકે. તે તે માટે હું કંઈ આ મારી ગણત્રી છે તે માટે માને જ એમ હું કંઈ કોઈને તે પરાણે માનવા આગ્રહ કરતું નથી, પણ જે ગણત્રી. આગમમાં જ કરેલી છે તે જ નિયત રાખું છું, તે આ પ્રમાણે. “મને ! કીવણપ sઉત્ત વર્ષ સિવા?” એ નિરૂપણામાં જે છેલ્લે બતાવેલ છે તેમાં જ છેલ્લાપણું નિયત છે ને તેને જ હું કાયમી રાખું છું.
For Private And Personal Use Only