________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૦૨]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૬
રહે છે તે કેવી રીતે? શેષ પ્રદેશ રહેતા છતાં પણ છેલ્લે પ્રદેશ નથી રહે ત્યારે આત્મા નથી રહેતું એટલે શું તે છેલ્લા પ્રદેશમાં શેષ પ્રદેશ કરતાં કંઈ વિષેશ છે? જે વિશેષ નથી તે શા માટે શેષ સર્વ પ્રદેશ રહેતા છતાં પણ તે અતિમ પ્રદેશ નથી રહેતે અને તે આથી જ આત્મા એવો વ્યવહાર થાય છે. અને જે વિશેષ છે તે તે વિશેષ શું?
તિ, તે છેલ્લા પ્રદેશમાં વિશેષ નથી એમ નથી, પણ વિશેષ છે. તે આ પ્રમાણે-સર્વ પ્રદેશે રહેતા છતાં પણ જ્યાં સુધી છેલ્લે પ્રદેશ નથી હોતે ત્યાં સુધી વસ્તુ અપૂર્ણ છે ને છેલ્લે પ્રદેશ આવે છતે વસ્તુ પૂર્ણ થાય છે માટે તે છેલ્લા પ્રદેશમાં “પૂરવાપણું છે. આ પૂરવાપણું સર્વ પ્રદેશે કરતાં અતિમ પ્રદેશમાં વિશેષ છે. વળી બીજું તે અતિમ પ્રદેશ બીજા પ્રદેશોને પણ વિશેષિત કરે છે માટે તેમાં ઉપકારિત્વ નામને પણ બીજો વિશેષ છે. ને ત્રીજું તે આગમમાં વિશેષે શેષ પ્રદેશોથી જુદો-પૃથક્ બતાવાય છે માટે આગમ પ્રતિપાદિતત્વ રૂપ ત્રીજો વિશેષ છે.
સ્થા, તમે પ્રથમ જે પૂરવારૂપ વિશેષ બતાવ્યું તેમાં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે: આ પૂરવાપણું છેલ્લા પ્રદેશમાં કહેવાય છે તે તેમાં જ છે કે બીજા પ્રદેશમાં પણ છે ? જે બીજા પ્રદેશમાં છે એમ કહેશે તે તેમાં કંઈ વિશેષતા ન રહી. અને તેમાં જ છે તે તે વાસ્તવિકપણે છે કે અપેક્ષા–કલ્પનાથી છે?
તિક પૂરવાપણું અન્તિમ પ્રદેશમાં જ છે ને બાકીમાં નથી, કારણ કે આ અતિમ કહેવાય છે ને બાકીના પ્રદેશ અતિમ કહેવાતા નથી. જે અન્તિમ હોય તેમાં જ પૂરવાપણું રહે છે. માટે પૂરવાપણુરૂપ વિશેષ પણ છેલ્લા પ્રદેશમાં વાસ્તવિક્ષણે રહે છે.
સ્થા આ પ્રદેશ છેલ્લો હોવાથી તેમાં પૂરવાપણુરૂપ વિશેષ વાસ્તવિપણે રહે છે, એમ તમે જે કહે છે તે ત્યારે જ સ્થિર થાય કે જ્યારે આ પ્રદેશમાં છેલ્લાપણું નક્કી થાય. આ જ અન્તિમ છે એ નિશ્ચય થાય ત્યારે તે તે છેલ્લાપણું આ પ્રદેશમાં કેવી રીતે છે? આત્મપ્રદેશની અપેક્ષાએ કે આત્માએ રેકેલા આકાશપ્રદેશની અપેક્ષાએ?
તિતે છેલ્લાપણું આ પ્રદેશમાં આત્મપ્રદેશની અપેક્ષાએ છે. કારણ કે એક બે ત્રણ એમ કરતાં આ જે છેલ્લો આવે છે તે આત્મપ્રદેશની જ ગણત્રીએ આવે છે.
સ્થ૦ ઠીક છે. એક બે ત્રણ એમ ગણતાં ભલે એક વખત આ પ્રદેશ છેલ્લે આવે પણ હંમેશ માટે તે છેલ્લે કહી શકાશે નહિ, કારણ કે આત્મપ્રદેશો તે કોઈ વસ્તુ નથી કે તેને રહેવાને અમુક સ્થળ મુકરર કર્યા હોય. તે પાણીની પેઠે ચળવિચળ થયા કરે છે. હાલ જે પ્રથમ હોય તે ક્ષણ પછી અન્તિમ થઈ જાય ને અન્તિમ હોય તે મધ્ય થઈ જાય, માટે આત્મપ્રદેશની ગણત્રીને હિસાબે અમુકમાં જ છેલ્લાપણું રહી શકશે નહિ.
તિ૮ આત્મપ્રદેશે ચળવિચળ થયા કરે છે તે બરોબર છે, પણ આત્મામાં આઠ પ્રદેશે એવા છે કે તેને કદી પણ પિતાના સ્થળેથી ફેરફાર થતો નથી; તેઓ તે જ્યાં હોય ત્યાં જ રહે છે. માટે તેમને જે આઠમો ને સર્વ પ્રદેશોની અપેક્ષાએ છેલ્લે છે, તેમાં છેલ્લાપણું માનીશું માટે ઉપરોક્ત દૂષણ નહિ આવે.
- સ્થ૦ આયુષ્યન્ ! તમારું આ કથન સર્વથા ભૂલભરેલું છે, કારણ કે તમે જે આઠ પ્રદેશ સ્થિર રહે છે તેમ કહ્યું પણ તે આઠ પ્રદેશે કે જેને રૂચક પ્રદેશ કહેવામાં આવે છે તે આઠ પ્રદેશે કંઈ આત્માના કેઈ અને ભાગમાં રહેતા નથી કે જેમાંથી કોઈમાં છેલ્લા
For Private And Personal Use Only