________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧] નિહુનવવાદ
[૪૦૧] તિગગુણ નામના પણ એક શિષ્ય હતા. તે નિષ્પગુમને ચૌદ પૂર્વમાંના દશમાં “આત્મપ્રવાદ પૂર્વનું અધ્યયન ચાલતું હતું. પાઠ લેતા એક સમય નીચે પાઠ આગે--
" एगे भंते । जीवपएसे जीवेत्ति वत्तव्वं सिया ? णो इणमटे समढे एवं दो जीवप्पएसा तिण्णि संखेजा असंखेजा वा जाव एगपएसूणे वि यणं जीवे णो जीवेत्ति वत्तव्वं सिया जम्हा कसिणे पडिपुण्णलोगागासप्पएससमतुल्लाप्पपसे जीवेत्ति वत्तव्वं ” इत्यादि।
“ લાગવન ! જીવન એક પ્રદેશ જીવ કહી શકાય ? આ વિચાર સત્ય નથી. એ પ્રમાણે છાના બે પ્રદેશ, ત્રણ પ્રદેશ, સંખ્યાના પ્રદેશો, અસંખ્યાતા પ્રદેશ ને છેવટે એક પ્રદેશન્યૂન સર્વ પ્રદેશે પણ જીવ એ પ્રમાણે કહી શકાય નહિ. જે માટે સંપૂર્ણ સર્વ કાકાશના પ્રદેશ જેટલા પ્રદેશવાળો જીવ એ જ જીવ કહી શકાય છે.” વગેરે.
આ પાઠ ભણતાં ભણતાં તિષ્યગુપ્ત મૂંઝાયા અને ઉપર વિચાર બરોબર યથાર્થ રીતે સમજી શક્યા નહિ, આ પાઠના અર્થથી તેમણે એક ને વિચાર પિતાના મનથી કલ્પી કાઢયો કે—જે જીવને એક પ્રદેશ જીવ નથી, બે નથી, ત્રણ નથી, હાર નથી, લાખ નથી, સંખ્યાતા, અસંખ્યાતા ને છેવટ એકપ્રદેશન્યૂન સર્વ પ્રદેશો જ્યારે જીવ નથી અને છેવટને એક પ્રદેશ મળે ત્યારે જ જીવ થાય છે. માટે જે તે છેલ્લે પ્રદેશ મળે છે તે જ જીવ છે, તેમાં જ આત્મત્વ રહેલ છે, માટે અતિમ પ્રદેશને જ જીવ માનવો જોઈએ. આ વિચાર એટલેથી જ ન અટકે પરંતુ આ એક ઉદાહરણ પરથી તેઓ સર્વ દ્રવ્યને આ જ દૃષ્ટિથી જોવા લાગ્યા અને નક્કી કરી લીધું કે દરેક દ્રવ્યમાં તેને છેલ્લે અવયવ જ દ્રવ્ય છે, અને દ્રવ્યત્વ દરેક દ્રવ્યના અતિમ અવયવમાં જ રહે છે. એ પ્રમાણે તે “અન્યપ્રદેશવાદી” તરીખે પ્રસિદ્ધ થયા.
સ્થવિરો સાથે ચર્ચા - તિષ્યગુપ્ત પિતાના વિચારે સ્થવિર મુનિઓ પાસે રજુ કર્યા ત્યારે સ્થવિર મુનિઓ તેને સમજાવવા લાગ્યા
સ્થવિરભદ્ર! તમારા કહેવાનો સારાંશ એ છે કે-જેમ-આકાર રહેતા હતાં જ ઘટ થાય છે માટે ઘટ એ આકાર સ્વરૂપ છે, પણ આકારથી કોઈ જુદી વસ્તુ નથી. એ પ્રમાણે અંત્યપ્રદેશ રહેતા છતાં જ આત્મા છે માટે આત્મા પણ અત્યપ્રદેશ સ્વરૂપ છે, પણ તેથી કોઈ જુદી વસ્તુ નથી. તેની વ્યાપ્તિ તમે આ પ્રમાણે કહે છે કે જે રહેતા હતાં જે થાય તે તે સ્વરૂપ છે. જેમ આકાર રહેતા છતાં તે ઘટ આકરરૂપ છે તેમ અંત્ય પ્રદેશ રહેતા છતાં તે આત્મા અંત્ય પ્રદેશ રૂપ છે.
- તિજ્યગુખ–હા ! મારું કહેવું એ જ છે કે અંતિમ પ્રદેશ રહેતા છતાં જ આત્મા થાય છે માટે આત્મા અતિમ પ્રદેશ રવરૂપ છે. હું તેની સિદ્ધિ માટે પ્રયોગ આ પ્રમાણે
छु : आत्मा अन्त्यप्रदेशरूपः, सत्यन्त्यप्रदेश एवात्मसत्वम, विरहे विरहः । આત્મા અંત્ય પ્રદેશ રૂપ છે. અંત્ય પ્રદેશ રહેતા છતાં જ આત્માની સત્તા હોવાથી. અને અંત્ય પ્રદેશના અભાવમાં આત્મા ન રહેતો હોવાથી. માટે આત્મા અંત્ય પ્રદેશ રૂપ છે.
* સ્થ૦ મહાનુભાવ! તમે આ બાપ્તિ પ્રયોગ કરે છે તે ઠીક છે, પરંતુ તેમાં જે હેતુ મૂકે છે તે ઠીક નથી. કારણ કે તે હેતુ અસિદ્ધ છે. અંત્ય પ્રદેશ રહેતા છતાં જ આત્મા
For Private And Personal Use Only