________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૧૧]
નિહ્નવાદ
[૪૦૫ ]
કણ ભેગા થયા છતાં પણ તેમાંથી તેલ નીકળતું નથી તેથી એવા નિયમ થાય છે કે અવયવીના એક એક અવયવમાં જે ન હેાય તે અવયવના સમુદાયમાં પણ ન હેાય. તે પછી છેલ્લા એક અવયવમાં તે। કયાંથી જ હોય ? કદાચ તુ એમ માનતા હો કે, પ્રથમ વગેરે પ્રદેશમાં દેશથી જીવત રહે છે ને છેલ્લા પ્રદેશમાં સંપૂર્ણપણે રહે છે તેા તે પણ યથાર્થ નથી, કારણ કે પ્રથમ વગેરે પ્રદેશો હેલા પ્રદેશ કરતાં કઈ જુદી જાતિના નથી; બધા પ્રદેરો એક સરખા જ છે. તેથી એકમાં દેશથી તે એકમાં સથી એમ કહી શકાય નહિ. વળી આગમમાં પ્રથમ વગેરે પ્રદેશેામાં આત્મત્વને નિષેધ કર્યાં છે. ને છેલ્લા પ્રદેશમાં નિષેધ નથી કર્યા. માટે છેલ્લા પ્રદેશમાં જ આત્મત્વ રહે છે એમ કહેવું યુક્ત નથી. આગમમાં તે એક વગેરે સખ્યાથી આત્મત્વના નિષેધ છે તેથી આગમની રીતિએ તે છેલ્લો પ્રદેશ પણ એ હાવાથી તેમાં પણ આત્મત ન જ રહે ને આગમમાં સાથે જ કહ્યું છે કે સપૂર્ણ પ્રદેશવાળા આત્મા જ આત્મા કહેવાય.
એવભૂત નયને આશ્રયીને જો કહેતા હૈ કે દેશ પ્રદેશથી વસ્તુ ભિન્ન નથી માટે અન્ય પ્રદેશને આત્મા કહી શકાય તે વિચાર કે એવભૂત નયના મતમાં તે। દેશ પ્રદેશ એવી કાઈ કલ્પના જ નથી, તે તે સંપૂર્ણ વસ્તુને જ વસ્તુ માને તે તેથી પણ સંપૂર્ણ પ્રદેશયુક્ત જીવને જ જીવ માનવા જોઇએ.
જે ઉપચારથી છેલ્લા પ્રદેશને જીવ માનતા હો તે તે ઉપચાર પણ કંઈક ન્યૂન પદાર્થમાં સંપૂર્ણ પદાર્થીના ઉપચાર થાય છે. જેમ ગામ બ્લ્યુ, વસ્ત્ર બન્યું, તેમાં ગામના કે વસ્ત્રને ઘણા ખરા ભાગ ખળ્યો હાય ત્યારે કહેવાય છે. પણ ગામનું એક નાનું ઝૂંપડુ બળ્યું હોય તેા ગામ બન્યું એમ કહેવાતું નથી. વળી પટને એક તાંતણા પડ્યા હોય તેા તેમાં પટના ઉપચાર થતો નથી પરંતુ પટના અમુક તંતુએ સમીલિત થયા હોય તે જ તેમાં પટના ઉપચાર થઇ શકે છે, તેમ આત્માના એક પ્રદેશમાં આત્માના ઉપચાર ન થાય પણ ઉપચાર કરવા હોય તો તે પણ અમુક પ્રદેશોમાં જ થાય માટે તારું એક છેલ્લા પ્રદેશ જ આત્મા છે અને બીજા પ્રદેશા આત્મા નથી એવું કથન કાઇ પણ રીતિએ સ’ગત થતું નથી. માટે આયુષ્મન્ ! મિથ્યા આગ્રહ છોડીને પ્રભુ શ્રીમહાવીર ભગવાનનાં ત્રિકાલાબાધિત વચનામાં શ્રદ્ધા રાખ. તિષ્યગુપ્ત ગચ્છ બહાર થયા
પૂજ્ય ગુરુમહારાજશ્રીએ પણ ઘણી ઘણી યુક્તિથી મિષ્ટ વયનેથી તિગુપ્તને સમજાવ્યા છતાં પણ જ્યારે તિગુપ્ત ન જ સમજ્યા ત્યારે ગુરુ મહારાજે વિચાયું કે આ જીવને હાલ કાઈ દુષ્કર્મીના ગાઢ ઉદય થયા છે. તેથી હાલ આ સમજી કે તેમ જણાતું નથી. માટે તેને વિશેષ સમજાવવા એ ઉચિત નથી, અને તેની સાથે સમ્બન્ધ રાખવા તે પણ ઉચિત નથી. એમ વિચારી તેઓશ્રીએ તિષ્યગુપ્તને ગુચ્છ બહાર કર્યા. શક્તિ સમ્પન્ન તિષ્યગુતે પણ ગચ્છથી જુદા પડી પેાતાના સ્વતંત્ર સમુદાય જમાવ્યેા ને પોતાના વિચારતે ફેલાવવા ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા.
મિત્રશ્રી શ્રાવકથી પ્રતિમાધ અને આલાચના
આમલકલ્પા નામની એક નગરી છે ત્યાં મિત્રશ્રી નામે એક શ્રાવક રહે છે. તેના હાડાહાડમાં અરિહંત ધર્મના રંગ ભર્યાં છે. તે મહાવીર પ્રભુનેા સાચા ઉપાસક છે, તેનું સમ્યકત્વ નિશ્ચલ છે. તે આમલકલ્પા નગરીમાં એક સમય તિષ્ણુપ્તા
For Private And Personal Use Only