________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦] શ્રી કલ્યાક તીર્થ
[૩૭] વિજલ એ જેન રાજા હતા, છતાં બહુ સમભાવવાળો હતે, દયાળુ હતે. લિંગાયતએ તેના ગુણને ગેરઉપયોગ કર્યો. લિંગાયત સંત બસવે તો વિજલની કારકીર્દિમાં પ્રતિષ્ઠા મેળવી, અમલદારી મેળવી, સમય આવતાં કાંતિ કરી અને કુટુંબ સાથે વિજલને નાશ કર્યો.
એટલે કે મંધી વસવે ઈસવી સનની બારમી સદીમાં વિજલને કુવામાં નાખી મારી નાખ્યો, અને કલ્યાણીમાંથી જૈનધર્મને નાબૂદ કરવા પૂરે પ્રયત્ન કર્યો. પરિણામે બસવ અને તેના ભાણેજ ચન્ન બસવે વિજલના મરણને વિજયોત્સવ માની લિંગાયત મતને પુનરુદ્ધાર કર્યો.
ત્યારપછી કર્ણાટકમાં યાદવેએ રાજ્ય કર્યું અને છેલ્લે ત્યાં મુસલમાન સત્તા આવી.
ગંગાવદી પ્રદેશમાં વિક્રમની છઠ્ઠી સદીમાં ત્રીજ માધવને ઉત્તરાધિકારી રાજ અવિનિીત હતો, તે જૈન મુનિ વિજયકતિને ઉપાસક હતો.
આદમી સદીમાં શ્રીપુરુષના પુત્ર શિવારે જૈન મંદિર બનાવ્યું હતું.
કેટલાએક શિલાલેખના આધારે સં. ૧૫૪૦ માં શંકર નાયક થ મનાય છે. જે લંબપ્રલંબવંશીય પલ્લવરાયનો પુત્ર હતો.
સં. ૧૦૦પમાં લક્ષ્મણને મેટા પુત્ર શંકરગણ હવાની યાદી મળે છે
દક્ષિણના આ રાજાઓમાં શંકર નામના અનેક રાજાઓ થયા છે. કપાકજીને પ્રતિષ્ઠપક શંકર
દક્ષિણના ઈતિહાસમાં શંકર રાજાનાં નામે અને તેની સલવારી નીચે મુજબ મળે છે – ૧ કાંચીપતિ શિવેકટિ, શિવકુંદ, કે શિવકુમાર (ઇસ્વી સનની પહેલી શતાબ્દિ).
૨ કલચુરીરાજ કૃષ્ણરાજને પુત્ર અને બુદ્ધરાજને પિતા શંકરગણું ( વિ. સં. ૬૪૮ ની પૂર્વે). આ સમયે કર્ણાટકમાં પ્રથમ પુલકેશી રાજા હતો.
૩ શ્રી પુરૂષને પુત્ર જેન રાજ શિવામર (આઠમી સદી) ૪ પલ્લવરાયનો પુત્ર શંકર નાયક (સં. ૧૧૪૦) પ લક્ષ્મણને મે પુત્ર શંકર ગણ (સં. ૧૦૦૫) હવે આમાંથી ક્યા શંકર રામાએ કુWાક તીર્થની સ્થાપના કરી તે તપાસીએ.
કાંચીપતિ શિવકેટિએ કુપાકજીની સ્થાપના કરી હોય એમ સિદ્ધ થતું નથી, યદ્યપિ પતિ રામલાલજીગણને પત્રના આધારે તે કુલ્હાજીને પ્રતિષ્ઠાપક થઈ શકે છે એટલું જ નહીં કિન્તુ તે સમય જતાં જૈન મુનિ પણ બનેલ છે. પરંતુ તેની તરફેણમાં પુષ્ટ પ્રમાણે મળતા નથી, કેમકે પ્રથમ તે એ પત્ર નિરાધાર છે, તે અવાંચીન તેમજ કલ્પનાપૂર્ણ છે. પ્રમાણ રૂપે અંકાતા તીર્થકલ્પ વગેરે સાથે તેને મેળ મળતો નથી.
આ પત્રમાં આપેલ સંવત કયા રાજાને છે ? તે પણ એક સમસ્યા છે. તે સમયે વિજયભદ્રમુનિ હોવાનું જણાવ્યું, જે વાત પણ ઘણું સંશોધન માગી લે છે. દરેક ગ્રંથકારે
૩. આ જ તિવરે બીજો પણ એક બંધ સંગ્રહિત કર્યો છે, જેને અપમાણિક બતાવતું ઘણું સાહિત્ય બહાર પડ્યું છે.
For Private And Personal Use Only