________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૫૮ ]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૬
શંકરને કલ્યાણીને રાજા માને છે જ્યારે શિવકેટિ તે કલ્યાણીને નહીં કિંતુ કાંચીને રાજા છે એટલે બીજાં પ્રમાણ ન મળે ત્યાં સુધી શિવકેટિને કુલ્પાકને પ્રતિષ્ઠાતા તરીકે માની શકાય તેમ નથી.
બુદ્ધરાજના પિતા શંકરગણુ કુલ્યાકના પ્રતિષ્ઠાપક હોય એમ સાબીત થાય છે. તેણે પ્રથમ પુલકેશીના રાજ્યકાળમાં વિક્રમની છઠ્ઠી સદીના અંતમાં આ તીર્થ સ્થાપ્યું છે. - ચૌલુકય વંશીય બને પુલકેશી જેન કે જેનધર્મના પ્રેમી રાજાઓ છે. શકરગણું અને બુદ્ધરાજ પણ જેન રાજાઓ છે, ચૌલુક્યોની રાજધાની વાતપી હતું. મંગલેશે બુદ્ધરાજને હરાવીને કલ્યાણીને પણ પિતાના રાજ્યમાં મેળવી દીધું હશે એ સંભવિત છે.
કલચુરીએ જેન હતા, તેઓ સરદારના સ્થાને નિયુક્ત હતા તેમજ કલ્યાણના રાજા પણ હતા. વિજલરાય પણ સરદારમાંથી બનેલ કલચુરીના જૈન રાજા છે એટણે એ વંશ બને રીતે વિખ્યાત છે.
મહાકૂટના ખંભમાં અને નેરૂરના તામ્રપત્રમાં બુદ્ધરાજને સરદાર તરીકે ઓળખાવ્યો છે. જેણે વિ. સં. ૬૪૮થી ૬ ૬૭માં યુદ્ધ કરેલ છે. આ રીતે શંકરગણને સમય વિક્રમની છઠ્ઠી સદીને અંત ભાગ માની શકાય છે. બુદ્ધરાજના મરણ પછી કલ્યાણીમાં ચૌલુકય સુ રહે હશે, જે વાતપી પડતાં જ ત્યાને રાજ બની બેઠે હોય તે તેમાં આશ્ચર્ય જેવું કંઈ નથી. વાત પણ એમ જ છે કે વાતપી-બદામી ભાંગતા ચૌલુકને બે ભાગલા થાય છે અને ગણ મનાતી કલ્યાણી મુખ્ય બને છે, ઉન્નત દશાને પામે છે.
આ રીતે કલ્યાણ બુદ્ધરાજ સુધી એટલે વિક્રમની સાતમી સદીના પૂર્વાર્ધ સુધી પાટનગર હતું અને બીજા પુલકેશી પછી એટલે વિ. સં. ૬૮૦ લગભગમાં પુન: પાટનગર
તે વખતે કલ્યાણ એ મોટું નગર હતું, ત્યાં અનેક ઐતિહાસિક ઘટનાઓ બની છે. તે વખતે તે કર્ણાટકમાં ગણાતું હતું, આજે તેની ગણના મહારાષ્ટ્રમાં કે કર્ણાટકમાં થાય છે. અત્યારે તેની પૂર્વમાં તૈલંગ, દક્ષિણમાં કર્ણાટક અને પશ્ચિમ-ઉત્તરમાં મહારાષ્ટ્ર છે એટલે અત્યારે એ ત્રણે દેશને સીમાડામાં કલ્યાણીનું સ્થાન છે. કુટપક માંથી લગભગ ૭૫ કષ દૂર છે. તે સમયે કલ્યાણી રાજ્યની સીમાં તે પ્રદેશ સુધી હતી. તેને વિદ્યાને દક્ષિણની કાશી કહે છે. તીર્થ હોવાને કારણે કલ્યાણીને આ ઉપનામ મળ્યું હોય એ બનવાજોગ છે.
આજે કુલપાકજી તીર્થ નિઝામ હૈદરાબાદ રાજ્યમાં છે. એકંદરે વિક્રમની સાતમી શતાબ્દિ એ કલ્યાણ માટે રાજયકાન્તિને કાળ હૉ. બીજી તરફ એ પણું પ્રમાણ મળે છે કે તે જ શતાદિ કલ્યાણી માટે ધર્મસંક્રાંતિને
આ. જિનપ્રભસૂરિ લખે છે કે–શકર રાજાએ ભવ્ય મંદિર બનાવ્યું અને તેની પૂજા માટે ૧૨ ગામ આપ્યાં. અનુક્રમે આકાશમાં અધર રહેલ એ પ્રતિમા મિથ્યાત્વ પ્રવેશના કારણે વિ. સં. ૬૮૦માં મન્દિરમાં સિંહાસન પર સ્થાપિત થઈ. આ શબ્દો એમ સૂચવે છે કે વિ. સં. ૬૮૦ની આસપાસમાં એવી ધર્મક્રાંતિ થઈ હતી કે જેની અસર કુક તીર્થ કે તે પ્રાચીન પ્રતિમા પર થઈ હતી.
For Private And Personal Use Only