________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦|
શ્રી ફપાક તીર્થ
[૩પપ ]
ધરણેન્દ્ર રા. શિવેકેટિને પરમ જૈન ધણીને શ્રી માણેકસ્વામીની પ્રતિમા સમર્પિત કરી અને જણાવ્યું કે ભગવાનને પધરાવવાથી રેશની સર્વથા શાતિ થશે.
રાજા શિવાટિએ દેવીસહાયથી ભવ્ય જિનપ્રસાદ તૈયાર કર્યો અને તેમાં સં. ૧ ચૈત્ર શુદિ ૧૫ સોમવારે આ૦ શ્રી વિજયભદ્રસૂરીશ્વરના હાથે શ્રી માણેકસ્વામીની વેદીની પ્રતિષ્ઠા કરાવી. એતિહાસિક તારણ
ઉપરના દરેક પ્રમાબા પરથી આપણને નીચે મુજબ ઐતિહાસિક વેરતુઓ મળે છે.
શ્રી માણેકવામીની પ્રતિમા ભરત ચક્રવર્તીએ ભરાવેલ છે. યપિ તે પ્રથમ અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપિત થઈ હતી. કિન્તુ તે એટલી આકર્ષક હતી કે દર્શકોનાં દિલ ખેંચતી હતી અને એ જ કારણે વિદ્યાધર, ઇન્દ્ર અને માદરી વગેરેએ તેને પિતાના સ્થાનમાં લાવી પૂજાને લાભ મેળવ્યો છે.
કુલ્હા તીર્થની સ્થાપના વિ. સં. ૬૮ પહેલાં થએલ છે અને પાકપતિ કર્ણાટકના નરેશ શંકર રાજાએ તેની સ્થાપના કરી છે.
શ્રી માણેકવવામીની પ્રતિમા વેતામ્બર મૂર્તિ છે. ત્યાંની દરેક કૃતિઓ લગેટવાળી છે. શ્રી દેવવિમલજી ગણીએ તેનાં વિવિધ આભારણને ઉલ્લેખ કરી આ તીર્થને નેતામ્બરીય હોવાની છાપ મારી છે.
વિ. સં. ૬૪૦ ની આસપાસમાં અથવા વિક્રમની ચૌદમી શતાબ્દિ પહેલાં આ તીર્થ પર વિધર્મીઓએ હુમલો કર્યો હોય એમ માની શકાય છે. દક્ષિણના કેટલાક રાજાઓ
કુપાક તીર્થ અંગે દક્ષિણને પ્રાચીન જૈન રાજઓની કેટલીક ઘટનાઓ જાણ લેવી પણ જરૂરી છે, જેથી જેના આધારે કુWાકની સ્થાપના થઇ તે શંકર રાજાના સમય પર ઘાનું અજવાળું પડશે.
દક્ષિણને ઈતિહાસ ત્યાંના જેન રાજાઓ માટે નીચેની વસ્તુઓ આપે છે.
સમ્રાટ સંપ્રતિએ દક્ષિણમાં જૈનધર્મને સારો ફેલાવે કર્યો હતો. બલકે સમ્રાટ સંપ્રતિએ દક્ષિણમાં જૈનધર્મ સ્થાપ્યો છે એમ કહિએ તો પણ ચાલે.
વિક્રમની બીજીથી આઠમી સદી સુધી દક્ષિણમાં જેનયુગ જ હતો, જેમાં વેતામ્બર અને દિગબર એ બન્નેને સમાવેશ થાય છે. જૈન ગ્રંથકારે દક્ષિણ દેશની ભિન્ન ભિન્ન ભાષાઓમાં એટલે પ્રાકૃત, સંસ્કૃત, કાવીડી, કાનડી, તામીલ અને તેલુગુ ભાષા સાહિત્યમાં અનેક ગ્રંથ રચી તે તે ભાષાને સમૃદ્ધ બનાવી છે.
ઇરવી સનની પહેલી સદીમાં કાંચીની પલ્લવવંશના શિલાલેખમાં શિવરકંદ-શિવકુમારને જેનરાજા તરીકે ઉલ્લેખ છે.
ઈરવી સનની આઠમી સદીમાં આ. અકલંકદેવે કાંચીપતિ હરિતમલને જેન બનાવ્યો હતો.
સાતમા સૈકાના સુંદર પાંડ જેનરાજાએ રાણી અને મંત્રીની કારવાઈથી શૈવ બની એક જ દિવસે ૮૦૦ નિર્દોષ જેનોને ફાંસીને લાકડે લટકાવ્યા હતા. આ બહાદુરીનું અંકન
For Private And Personal Use Only