________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૫] શ્રી જેન અન્ય પ્રકાશ
[વર્ષ ૬ દક્ષિણમાં માણિક્ય સ્વામી બિરાજે છે જેને કાનને સુખી કરે છે. જે દક્ષિણ દિશારૂપ રમણીના મુખે નીલમનું તિલક હોય એવા શોભે છે (લે. ૧૬ ). જે પ્રતિમા વિવિધ આભૂષણોની કાંતિની સેડેથી જળહળે છે, અને જાણે ભરત ચક્રવતીની મૂર્તિમંત યશગાથા ન હોય એમ શોભે છે. (લે. (૭) સ્તવન રત્નાકાર
બીકાનેરને યતિવર રામલાલજી ગણીને પત્રના આધારે તિવર નેમચંદજીએ સ્તવનેરત્નાકર પૃ. ૮માં કપાક તીર્થનું વર્ણન આલેખ્યું છે, જેનું અવતરણ અનિવાર્ય શ્રી બાલચંદ્રાચાર્યજીએ હિંદી કુપાક તીર્થ વર્ણનમાં કર્યું છે, જેને સાર નીચે મુજબ છે.
એક વાર ભરત ચક્રવતી ભગવાન શ્રી. કષભદેવને વાંદવા જવા માટે હાથી પર બેઠો કે તેની વીંટીનું માણેક જમીન ઉપર પડી ગયું. ચક્રવર્તીએ તે રંગમાંથી ભગવાન ઋષભદેવની પ્રતિમા બનાવી. ગણધર શ્રી પુંડરીકરવામીને હાથે અંજનશલાકા કરાવી તે પ્રતિમાને સિંનિષદ્યાની બહાર સ્થાપિત કરી, જ્યાં તેને દવે અને વિદ્યાધરે પૂજતા હતા. શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનકાળમાં થએલ શતક-ઈદ તે પ્રતિમાને નારદને તેમના કરવા છતાં દેવલેકમાં લઈ ગયે.
ત્યારબાદ રાણી મંદોદરીએ અદમ દ્વારા એ પ્રતિમાને ઈદ પાસેથી પ્રાપ્ત કરી અને ઈદ્રના મુખથી લંકાને ભાવી વિનાશ સલા હતા તે અનુસાર રામચંદ્રજીએ લંકા પર હલ્લે કર્યો ત્યારે લંકાનું પતન સમજી એ પ્રતિમાને સમુદ્રમાં પધરાવી દીધી અને દીક્ષા અંગીકાર કરી.
સમુદ્રમાં ૧૧ લાખથી અધિક વર્ષો સુધી નાગકુમાર ધરણેન્દ્ર વગેરેએ એ પ્રતિમાની પૂજ–અર્ચા કરી. એ પ્રતિમા એટલા લાંબા કાળ સુધી સમુદ્રના ખારમાં રહી તેથી કાળી થઈ ગઈ છે.
દક્ષિણમાં તૈલંગના પાટનગર કલ્યાણી નગરમાં શંકર રાજ હતું, જે શિવભક્ત હતો. તેણે ક્રેડ શિવલિંગની સ્થાપના કરી તેથી લકે તેને શિવકાટિ તરીકે ઓળખતા હતા. તેના સસરા વિજયે શિવકેટિને જૈન બનવા માટે સમજાવ્યું, પરંતુ શિવકટિએ એ વાત માની નહીં. સમય જતાં વિજય રાજાએ જૈનમુનિપણું સ્વીકાર્યું. તેને નીરસ-લુખા આહાર લેવાને કારણે સ્મિક રેગ ઉત્પન થશે. એક વાર રાજા શિવકેટિએ શિવજી પાસે ૫૦ ૦ મનુષ્ય ખાઈ શકે એટલે શિવભગ ચડાવ્યો. અને એકાકી વિજયમુનિ શિવાલયના દરવાજા બંધ કરીને તે શિવભેગને આરોગી ગયા. આથી આ મુનિજીને શિવજી સાથે મેળ છે એમ વિશ્વાસ પામી રાજાએ તેની શિષ્યવૃત્તિ સ્વીકારી, પરિણામે રાજા શિવકેટિ જેન અને ૨ બ્રાહ્મણો આ ધર્મપરાવર્તનને સહન કરી શક્યા નહીં. તેઓએ શિવકેટિને પુનઃ શિવ બનાવવા માટે પ્રયત• આદત. દુષ્ટ વ્યંતરદાર કલ્યાણમાં રોગ ઉપદ્રવ ફેલાવ્યો અને રાજાને પુનઃ શિવ બનવા માટે દબાણ કર્યું. પરંતુ રાજા જૈનધર્મમાં દઢ રહ્યો. હવે
૨ ચતિજીએ દિગબર વિદ્વાનોએ બનાવેલ આ. શિવકેટિનું ચરિત્ર અને આ. સ્વામી સમન્તભદ્રનું ચરિત્ર વગેરેના આધારે આ કપના ઊભી કરી હોય એમ લાગે છે.
મહાજન વંશ મુકતાવલીની પેઠે આ પત્ર પણ ખાસ વિશેષતાવાળો છે.
For Private And Personal Use Only