________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુષ્પાક તીર્થ
=====[દક્ષિણ ભારતના એક જૈનતીર્થને પરિચય ]===
લેખક:-મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી
(ગતાંકથી ચાલુ) ઉપદેશસંમતિકા–
તપાગચ્છીય શ્રી સેમધર્મગણીએ વિ. સં. ૧૫૦ માં બનાવેલ ઉપદેશસપ્તતિકામાં માણિજ્યદેવ તથા શંકરરાજાને પરિચય આપ્યો છે, જેમાંનું દરેક કથન ઉપર આપેલ આઇ શ્રી જિનપ્રભસૂરિના તીર્થ ક૯પને અનુસારે છે. તફાવત માત્ર માણિકયસ્વામીની પ્રતિમાનું નિર્માપન અને પ્રતિમાને દેવકમાંથી આવ્યાની સંવતવારીને અંગે પડે છે.
જે વસ્તુ લેક ૫ અને ૩૦માં નીચે મુજબ દર્શાવી છે.
ભરત ચક્રવતિએ અષ્ટાપદપર્વત ઉપર સિંહનિષામાં ૨૪ તીર્થકરોની પ્રતિમા ભરાવી સ્થાપી, તે જ સમયે એક જુદી નીલમ રત્નની પ્રતિમા પણ ભરાવી હતી. તે જ શ્રી. માણેકસ્વામી છે. (લેક ૨-૩)
પરંતુ કેટલાએક આચાર્યો એમ પણ કહે છે કે–ભરત રાજાએ પિતાની અંગુઠી (વીટી)ના વચલા નીલમમાંથી શ્રી માણેકસ્વામીની પ્રતિમા બનાવી છે. (લેક. ૫)
આ પ્રતિમાજીને દેવલેકે માંથી અહીં આવ્યાને ૧૧૮૧૦૦૦ વર્ષ વીતી ગયાં છે. (લેક ૩૦)
આ ઉલેખ ઉપરથી માની શકાય છે કે વિક્રમની પંદરમી સદીમાં માણેકસ્વામીની બનાવટ માટે બે મતો હતા. જે પૈકીને એક મત આ. શ્રી જિનપ્રભસૂરિજીના કથનને કબુલ રાખે છે; બીજે મત તેનાથી જુદા પડી ભરત રાજાની વીંટીમાંથી નીલમ પડી ગયું તેની પ્રતિમા બની એમ જાહેર કરે છે.
કુપાકમાં સં. ૧૬ ૬પને આ. શ્રી વિજયસેનસૂરિજીના શિષ્યને શિલાલેખ છે તેમાં પણ આ બીજી માન્યતાને જ સ્વીકારી છે.
વર્ષોમાં ૯૫ વર્ષને ફરક છે. કિન્તુ આ વરતુ સામાન્ય છે, સહેતુક પણ છે, કેમકે આ. શ્રી જિનપ્રભસૂરિજી અને શ્રી સોમધર્મ ગણીને લગભગ સવાસો વર્ષનું આંતરું છે, તેમ જ પદ્યમાં ઠીક ગઠવવા માટે વર્ષોની નાની સંખ્યાને ગૌણ કરી સંક્ષિપ્ત ઉલ્લેખ કરેલ છે. કિન્તુ માણેકસ્વામીના વાસ્તવિક ઈતિહાસમાં બન્ને ગ્રંથકારોનું એકસરખું નિરૂપણ છે. હીરસૌભાગ્ય કાવ્ય | વિક્રમની સત્તરમી શતાબ્દીના પ્રકાંડ કાવ્યનિર્માતા ૫. શ્રી. દેવવિમલ ગણી હીરસૌભાગ્ય મહાકાવ્ય સર્ગ. ૬ લેક ૧૬-૧માં શ્રી માણેકદેવ માટે નીચે પ્રમાણે લખે છે કે
૧ આ કાવ્યની રચના નૈષધ પછી થઈ છે. તેની શૈલી અતિ સુંદર છે.
For Private And Personal Use Only