SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org [૩૮૬] શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ ૬ છે. બેટા, તું, આકર્મને ન પિછાણે, તારા પરમ કલ્યાણના માર્ગને ન જોઈ શકે તો મારૂં માતૃપદ સફળ થયું ન ગણાય! બેટા, બસ, આ જ વિચારની છાયા નીચે મારે એ અપાર આનંદ આજે જાણે અદશ્ય થઈ ગયો છે. બેટા, એ આત્મધર્મનું જ્ઞાન થાય તે મારે આત્મા અને મારે ધમ કૃતકૃત્ય થાય- વત્સ, એ આત્મજ્ઞાન મેળવવાની તમન્ના તારામાં છે?” મા, તારી આજ્ઞા એ જ મારી તમને ! મા-આરા ખાતર આ દેહનું સમર્પણ કરવું પડે તે આ આત્મા કૃતકૃત્ય થાય ! માતા, તારી આજ્ઞાનું પાલન કરતા આ તારા પુત્રને સંસારની કોઈ તૃષ્ણાઓ, મોહ મમતાનાં ઈહિક બંધન કે દુનિયાની કોઈ શક્તિ નહીં અટકાવી શકે. માતા, હવે વિલંબ ન કર, તારી જે ઈચ્છા હોય તે કહે !” પુરોહિત-પુત્ર અધીર બનીને માતા સામે જોઈ રહ્યો. રસોમા માટે હવે આકરી ઘડી આવી પડી હતી, તેના હૈયામાં જાણે ઝંઝાવાત શરૂ થયે હતો: ‘હું આ શું કરું છું !' ક્ષણભર તેનું હૈયું ગળગળું થઈ ગયું, પણ છેવટે તે પિતાના હૃદયને કઠણ કરીને બોલી: “ બેટા, સાંભળ! તું શ્રી અરિહંતદેવે પ્રરૂપેલ બાર અંગોનું (દષ્ટિવાદનું) જ્ઞાન મેળવીને ન આવે ત્યાં સુધી તારું આ પાંડિત્ય તારી માતાને સંતોષ નહીં આપી શકે ! તને આત્મજ્ઞાનને પંડિત થયેલો જોઈશ ત્યારે મારો આત્મા ધન્ય થશે, મારી કુક્ષિ ઉજ્જળ થશે અને મારે જન્મ સફળ થશે.” “બસ, એટલી જ ઈચ્છા ! માતા, એમાં વિષાદ કરવાની શી જરૂર છે કે એ શાનદાયક ગુરુનું નામ જણાવ એટલે હું એમના ચરણોમાં પહોંચીને તારી આજ્ઞાનું પાલન કરૂં.” બેટા, માનનિગ્રંથ શ્રી તસલીપુત્ર મુનિ પાસે જા! તે તને આત્મજ્ઞાનને માર્ગ બતાવી બાર અંગો ભણાવશે. એ જ્ઞાન લઈને આવીશ ત્યારે આજને અધુરે હર્ષ પૂર્ણ થશે. બેટા, વીતરાગ પ્રભુ તને સાચે માર્ગ બતાવે ! તારું કલ્યાણ થાઓ”. જાણે અંતરમાં સમાઈ જવા માગતી હોય એમ આટલું બોલીને દસમાએ આંખો બંધ કરી લીધી. પુરોહિત-પુત્રે પણ આંખ બંધ કરી નતમસ્તકે માતાની આજ્ઞા શિરે ચઢાવી અને બીજે દિવસે સવારે--વેદધમ પિતાને પંડિત પુત્ર જેનધમી માતાની આજ્ઞાનું પાલન કરવા ચાલી નીકળ્યો. માર્ગમાં સાડાનવ શેરડીના સાંઠાએ એને શુભ શુકન સૂચવ્યાં. એ ધર્મપરાયણ માતાના માતૃભક્ત પુરોહિત-પુત્રનું નામ આર્ય રક્ષિત ! [૨] . આરક્ષિતને ખબર ન હતી કે તે ક્યાં જાય છે, કે પિતાને શું કરવું પડશે ? એ તે કેવળ માતાની આજ્ઞાને પ્રેર્યો ચાલ્યો જ હ ! માતાની આજ્ઞાનું પાલન થતું હોય તે ગમે તે માર્ગે જવામાં એને સંકોચ ન હતું ! એ તાલીપુત્ર અણગાર પાસે આવી પહેઓ અને વિનયપૂર્વક નમસ્કાર કરી તેમના ચરણમાં બેસી ગયો. For Private And Personal Use Only
SR No.521570
Book TitleJain_Satyaprakash 1941 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages42
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy