________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦]
ધ
માતા ! ધન્ય છે !
[૩૮૫]
પિતાને પુત્ર પંડિત બનીને પાછો ફરે અને પિતાનું હૈયું હર્ષઘેલું બનીને એનાં ઓવારણાં લેવા તૈયાર ન થાય; પિતાનું અંતર એને છાતીસરસે ચાંપવા તલસી ન ઊઠે અને પિતાનાં ને હર્ષાશ્રનું સિંચન કરી નેહને અભિષેક કરવા તત્પર ન હોય એ સ્થિતિ એને માટે અસહ્ય હતી. એનું મન આજે કકળતું હતું. પણ એ નિરૂપાય હતી.
અરિહંતદેવે પ્રરૂપેલા ધર્મની પરમ ઉપાસિકા રૂદસમા આજે વિચારતી હતી : મારે પૂરે આજે વેદ અને ઉપનિષદોને પારંગત બનીને આવશે. પિતાના જ્ઞાનના પ્રભાવે તે અમર કીર્તિ અને અપાર સંપત્તિને પામશે. પિતાના પુત્રની ઉન્નતિ જોઈને વેદધર્મના ઉસક એના પિતા પણ સંતોષ અનુભવશે. એ બધું ય ખરું, પણ મારી કુક્ષિમાંથી ઉત્પન્ન થયેલ મારો પુત્ર કેવળ આવી લૌકિક કીતિમાં જ અંજાઈને પિતાના આત્મધર્મને ભૂલી જાય તે મારી ધર્મપરાયણતા અને મારું ધર્મજ્ઞાન લાજ્યા વગર ન રહે ! મને લાધેલે સદ્દધર્મ હું એને ન સમજાવું છે મારું માતૃપદ કલંકિત થાય.
પણ એ અરિહંતે પ્રરૂપેલ તત્વજ્ઞાન કઈ રીતે જાણી શકાય એનું એને પૂરેપૂરું ભાન હતું અને એ ભાને એને વિમારમગ્ન અને ગંભીર બનાવી દીધી હતી. વર્ષોના વિયોગ પછી પાછા ફરેલા પુત્રને ફરીને પિતાના મુખે વિયેગ માગી લઈને તેને સંયમ માર્ગે જવાદેવામાં આવે તે જ એ જ્ઞાન પામી શકાય એ એ સમજતી હતી.
બિચારી રૂસોમા ! તેની સ્થિતિ અત્યારે એક તરફ વાઘ અને બીજી તરફ નદી જેવી હતી ! ન બોલવામાં પુત્રનું અકલ્યાણ હતું. બેલવામાં પુત્ર વિયોગ સહન કરવાને હતે. એક તરફ એનું ધર્મપરાયણ હૃદય હતું. બીજી તરફ એનું પુત્રઘેલું માતૃહૃદય હતું. જાણે એક જ હૃદયમાં બે જુદાં જુદાં બળોનું કંઠ ચાલતું હતું, અને રૂદ્રમાને અંતરઆત્મા એ કંદને નીહાળી રહ્યો હતો. શું નિર્ણય કરવો એ કઠિન થઈ પડયું હતું.
પણ આખરે મેહ અને મમતા ઉપર ધર્મભાવનાએ વિજય મેળવ્યો. રૂદ્રમાએ પિતાના મન સાથે નિશ્ચય કર્યો. જે પુત્ર તૈયાર હોય તે મારે એને પરમ કલ્યાણને માર્ગ અવશ્ય બતાવ. કેવળ મારા હૃદયના સંતોષ ખાતર એને અનંત ભવસાગરમાં રઝળતો નહીં કરું. પુત્રનું શ્રેય એ જ મારું શ્રેય! અરિહંત પરમાત્મન, આપનું શરણુ! મારા નિર્બળ હૈયામાં બળ પૂરજે! મને ધર્મ-વિમુખ થવા ન દેશો !
આ જ વિચારેએ સેમાને ગંભીર અને વિચારપૂર્ણ બનાવી હતી. પણ પુરોહિત-પુત્રને માટે આ દય અસહ્ય હતું. ક્ષણભર સ્તબ્ધતા અનુભવી છેવટે તે બેલી ઉઃ માતા ! આજે તને આ શું થયું છે? જે, આ તારે પુત્ર તારી સામે ઊભે છે ! એને છાતી સરસો કેમ નથી ચાંપતી ? માતા, તારા આ પુત્રના કયા અપરાધે તું આજે વિષાદમય બની છે? માતા, બેલ, હું શું કરું કે જેથી તારે આ વિષાદ દૂર થાય ? તારા આનંદ વગર મારે મન આખી દુનિયા વેરાન જેવી છે. માના ! કૃપા કર ! તારા પુત્રને આશિષ દે !”
બેટા!” રૂદસમા બેલી “તને ક્ષેમકુશળ પાછો આવેલે જણને મારા અંતરમાં આજે જે આનંદનો ઓઘ ઉભરાય છે તે સાચે જ અમાપ છે. પણ વત્સ, મારે પુત્ર કી અને સંપત્તિના મેહપાશમાં સપડાને આત્મધર્મ ભૂલી જાય એ બીના મારા માટે અસહ્ય
For Private And Personal Use Only