________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૮૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
પાટલી પુત્રથી પંડિત બનીને પાછા આવ્યાની વાત આખા શહેરમાં પ્રસરી ગઈ.
રાજ દરેખારે આવી પહોંચતા, રાજ સભામાં પુરાહિત-પુત્રનું સન્માન કરવામાં આવ્યું. સન્માન સમારંભ પૂર્ણ થતાં સૌ વિન થયાં. પુરાહિત-પુત્રે પણુ, નમતે પહેાર, પોતાના ઘર તરફ પગલાં માંડયાં.
આ મહાત્સવ અને સમારંભ વચ્ચે પણ પુરોહિત-પુત્રનું મન પેાતાની માતા માટે તલસી રહ્યું હતું. તે ક્ષણભર પણ પોતાની માતાને વિસરી શકયા ન હતા. સરસ્વતી-ઉપાસના માટે પ્યારું' વતન અને વ્હાલી માતાદ્શી વર્ષો સુધી અળગા રહેવાની ધીરજવાળા પુરાહિત-પુત્રનુ મન આજે ધડી-મેબડીના વિલબ કે વિયોગ સહન કરવાને નણે અશક્ત થઈ ગયું હતું.
[;
એના મનમાં કઇ કઇ તરગા ઊડતા હતા. મરી તા ! આટલાં વર્ષાના વિયાગ પછી એને મળીશ ત્યારે એના હતા પાર નહી ઢાય. પોતાના પુત્રને આવા પડિત અનેલે જોને ન માલુમ એને કેટલા આનંદ થશે!
હું એના ચરણામાં મસ્તક ઝુકાવી હ-અશ્રુઓથી એ પુનીત માતૃ-ચરણાનુ પ્રક્ષાલન કરીશ અને એ ઉપરથી હર્ષોં-અશ્રુએ વડાવી મારા મસ્તકના અભિષેક કરશે! માતા ! માતા ! તારા લાડકા પુત્ર હમણાં જ તારા ચરણામાં હાજર થાય છે!
આ અને આવા વિચારો કરતા પુરાહિત-પુત્ર રાજસભામાંથી રવાના થઈને પોતાના પિતાની સાથે પોતાના ધરે આવી પહોંચ્યા. અને આસપાસ ઉભેલાં નેાકર-ચાકરો અને સ્વજને તરફ દૃષ્ટિમાત્ર નાખી સીધા એ તેની માતાના એરડામાં ગયા; પોતાની માતાના ચિંતન આગળ તે ખીન્ન એક પણ વિચાર અવકાશ આપવા તૈયાર ન હતા.
જઈને તરત તે માતાના ચરણોમાં નમી પડયા. માતાએ તેને ઊભા કર્યાં. માતા અને પુત્રની દૃષ્ટિ એક થઇ. પણ માતાનું મુખ જોઇ પુરાહિત-પુત્ર રસ્તબ્ધ થઇ ગયા. નણે માર્ગમાં આવતાં એણે દોરી રાખેલ ચિત્રના ટ્રકર્ડ ટૂકડા થઈ ગયા. ક્યાં એણે કલ્પી રાખેલ હર્ષાશ્રુ વરસાવતી આનંદધેલી માતાનું મુખ અને કયાં આ ગંભીર અને વિચારમગ્ન બનેલું માતાનું મુખ! એ ગંભીરતાની પાછળ જાણે વિષાદની આછી રેખાએ ડાકીયું ન કરતી હાય એમ એને લાગ્યું.
આ શું? પોતાના પુત્ર આટઆટલાં વર્ષ પછી પંડિત બનીને પા ફર્યાં, છતાં માતા હર્ષી કમ નથી અનુભવતી ! માતા! તારા પુત્રના શા અપરાધે તને આજની મહા–આનંદની ઘડીએ વિષાદમય બનાવી છે? પુરેાહિત-પુત્રનું હૈયું કકળી રહ્યું હતું.
માતા પુત્રની સામે જોઈ રહી હતી.
પુત્ર માતાની સામે જોઈ રહ્યો હતો.
બન્ને જણાં એક બીજાનુ અંતર ઉકેલવા વિચારમગ્ન થઇ ગયાં હતાં. જાણે સ્તબ્ધતાએ ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધુ હોય ! માતા સામાની સ્થિતિ આજે વિમ હતી :
For Private And Personal Use Only