________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
(૩૭૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ શ્રી ગણેશાય નમ: રાજશ્રી અખેસિંહજીક રાજમેં ઘણું ચોમાસાકી રહી છે માફક સુરૂમું, સુજા નાથી નાના રાઠા સમસ્ત બાંધનાવાડાકા તેલકા કહેવાસુ બાસ્કા એકટ સમટ આયા જેધરાજજી મેઘરાજજી ઉમેદજી સુરવા પોખરણુંક કસ્બા બાંધનાવાડા માંહી ચોમાસો રાખે. સાવન વદ ૧ સું લગાય કાર્તિક સુદ ૧૫ તાંય ઘાણું રાખી, સા. સુંડાજીકી સમસ્ત ચૌદશકે. છે. માસ ૧ માં સુદ વદ ચૌદશ દેને રાખી. ઘાણું માંકી ખુસી શું રાખી ઘણું દોનું લખ્યા માફક પાલક્ષ્યાં. સરજી જેધરાજજી મેઘરાજજી પ્રેમરાજજી સુંડાજીકા પટ પરવાર બેટા પિતાઇ માફક કદા બારાંકે જીમણાર હસી ને મેં તો ઘણું સારું છમણે લહેણું લહેણું પંચા માફક લેસ્યાં ઈન સિવાય માના રવાતી ઓર પંચાં આકર દિની ચેક હસી તે મેં તે ખૂટલાર આદમી એક છમસ્યાં. ગાંવકા પંચ બારાં જાણી જદાં ખૂટ દીઠ આદમી જાસી. બારલી ગામાઈલેંણ હસી જે જીણુમાફિક ખૂટ દિઠ તેલીયાને દેસી. દખત પચેલી શંભુ રામદત્ત તેલ્યાંકા કહેવાનું માંડે છે. સંવત ૧૮૫૧ મીતી વૈશાખ વદિ ૯ ગુરૂવાર.”
ધ-જે પૂજ્ય મુનિ મહારાજે બાંદવાડાના આ પ્રતિમા–લેખને સંગ્રહ કર્યો છે તે પૂજ્ય મુનિરાજ શ્રી જિનવિજ્યજીની દીક્ષા આ ગામ-બાંદરવાડામાં જ થઈ હતી. ગૃહસ્થ અવસ્થામાં તેઓ સુરત-નિવાસી શેઠશ્રી જીવણચંદ ધરમચંદ ઝવેરીના નામથી ખ્યાત હતા. તેઓએ પૂજ્ય મુનિ મહારાજશ્રી દર્શનવિજયજી (દીલ્હીવાળી ત્રિપુટી)ના સદુપદેશથી તેઓના શિષ્ય તરીકે વિક્રમ સંવત ૧૯૯૭ - માહ વદિ દશમના દિવસે બાંદનવાડામાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી. આથી બાંદનવાડા ગામે એ દિવસની યાદમાં દર વર્ષે માહ વદિ દશમના દિવસે પાખી પાળવાને ઠરાવ કર્યો છે.
*બ્રાહ્મણ જતીમાં મળતી આ અડક વણિક જાતીમાં અને ખાસ કરીને ઓસવાળ જાતિમાં પણ મળે છે. અહીં આ ઉલ્લેખ વેચ માટે છે.
For Private And Personal Use Only