________________
Shri Mahavir Jain Aradhana Kendra
જૈનદૃષ્ટિએ ભૂગોળ-ખગોળ
લેખક—પંન્યાસજી મહારાજ શ્રી ધર્મવિજયજી ગણી
( ગતાંકથી ચાલુ )
પ્રશ્ન~વમાનમાં શેાધાયેલ એશિયા, યુરાપ, આફ્રિકા તેમજ એસ્ટ્રેલિયા દેશના સમાવેશ જૈનર્દિષ્ટએ ગણાતા જંબુદ્રીપના સાત મહાક્ષેત્ર પૈકી એક ભરતક્ષેત્રવતી છ ખડામાંના કયા ખંડમાં સમાવેશ માનવા ઉચિત લાગે છે?
૨૫૦૦૦ માઇલ
પશ્ચિમ
ઉત્તર-વૈતાઢય પર્વત તેમજ વૈતાયને ભેદી લવણું સમુદ્રમાં મળનાર ગંગા સિન્ધુથી ભરતક્ષેત્રના છ વિભાગા થયેલા છે. તે છ વિભાગેા-ખડા પૈકી નીચેના ત્રણ ખ`ડામાં ઉપર જણાવેલા વર્તમાન પાંચે દેશને સમાવેશ માનવા તે પૈક લાગે છે, અને એ પ્રમાણે માનવામાં ખાસ કાઈ વિરૂધ આવતો હોય તેમ વિચારર્દષ્ટિએ જણાતુ નથી, કારણ કે શાસ્ત્રદષ્ટિએ ભરતક્ષેત્રની પહોળાઇ ૫૬ યેાજન અને ૬ કળા છે. અને નીચેના અર્ધાં વિભાગમાં રહેલા ત્રણ ખંડની પહેાળાઇ ભરતના સમગ્ર પ્રમાણની અપેક્ષાએ અથી ન્યૂન છે. તે પણ પાશ્ચાત્યવિદ્રાના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવનું જેટલા માઇલ પ્રમાણ અંતર્ માને છે તેના કરતાં જરૂર દક્ષિણા ભરતના ત્રણ વિભાગનું પ્રમાણુ વિશેષાધિક છે. પૂર્વી સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર પર્યંત લખાઈ ૧૪૪૭૧ યાજન પ્રમાણ છે, જ્યારે સમગ્ર પૃથ્વીના એક છેડાથી ખીન્ન પ`તની (પરિશ્ર્વની) લંબાઈ લગભગ ૨૫૦૦૦ માલ પ્રમાણ છે, પૂર્વ પશ્ચિમ વ્યાસ ૭૯૨૬ માઇલ પ્રમાણ અને ઉત્તર-દક્ષિણ વ્યાસ ૭૯૦૦ માલ પ્રમાણ છે. એ અપેક્ષાએ વમાનમાં શેાધાયેલ દેશને ભરતના નીચેના ત્રણ ખંડમાં સમાવેશ કરવા તેમાં કાંઈ વિરાધક હેતુ હોય તેમ ખ્યાલમાં આવતું નથી. હાલમાં મનાતી પૃથ્વીનું માપ—
૭૯૨૬
www.kobatirth.org
ઉત્તર
BRIK
માલ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વ
( હાલની પૃથ્વી પૂર્વથી પશ્ચિમ સુધી ૦૯૨૬ માઇલ છે અને ઉત્તરથી દક્ષિણ૭૯૦૦ માઇલ છે, પિરિધ ઉપર જણાવ્યા પ્રમાણે ૨૫૦૦૦ માઇલ છે.)
દક્ષિણ
પ્રશ્ન—જ્યારે (અમદાવાદની અપેક્ષાએ) આ દેશમાં સૂર્યોદય થાય છે, તે અવસરે અમેરિકા વગેરે દૂર દેશમાં લગભગ સંધ્યાના ટાઇમ હોય છે, તે પ્રમાણે ત્યાંથી આવતા વાયરલેસ ટેલિગ્રાફ વગેરે સાધનેથી જાણવામાં આવે છે, એટલે કે અમેરિકામાં થતા ર્યાદય તેમજ સુર્યાસ્તનું અંતર આ દેશની અપેક્ષાએ લગભગ નવદશ કલાકનું સમજાય છે, તે મુજબ ઇંગ્લેડ, જમની વગેરે દેશમાં તેમજ ખુદ હિંન્દુસ્થાનમાં રહેલ મદ્રાસ, કલકત્તા વગેરે શહેશમાં પણ કાઈ ટેકાણે છ કલાકનુ, કાઈ ઠેકાણે ચાર કલાકનું તે ક્રાઇ સ્થાને કલાકનું સૂર્યદિય તથા સૂર્યાસ્ત સબંધી અંતર પડે છે, તેમાં શું કારણ હશે? જૈન શાસ્ત્રોમાં અનેક વખત વાંચવામાં આવે છે કે‘જ્યારે ભરતક્ષેત્રમાં દિવસ હોય, ત્યારે મહાવિદેહમાં રાત્રિ હોય છે, જ્યારે મહાવિદેહક્ષેત્રમાં દિવસ હોય છે ત્યારે ભરતક્ષેત્રમાં રાત્રિ હાય છે, એ એદેશીય બાબત વાંચવાથી અથવા સાંભળવાથી કાઇ એમ પણ કહે છે કે
For Private And Personal Use Only