________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[3 ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ 'કાઈ બીજે બિલ તાથી પહેલાં ન પહોંચી જાય એ ચિંતામાં એ પોટ થયા પહેલાં-ઘણું સમય અગાઉ–રાજકારે જવા માટે પિતાના ઘરેથી રવાના થે. પણ દરિદ્રનું નસીબ પણ દરિદ્ર જ હોય છે. આટલી રાતે તેને એકલે ફરતે જોઈને, તેના હાલ હવાલા ઉપરથી ચોર સમજીને, રાજપુરુષોએ તેને કેદ કર્યો, અને સવાર થતાં ન્યાય માટે રાજા પાસે તેને હાજર કરવામાં આવ્યું. કપિલના ભયને પાર ન હતો. તેને તે અત્યારે મોત સામું બાવતું ખાયું.
રજાએ કપિલને હકીકત પૂછો એ ઉપરથી એ ચાર નથી એમ ખાતરી થતાં તેને મુક્ત કરવાની આજ્ઞા આપી અને કપિલને પૂછયું: “વિપ્રવર, આપ હવે નિર્ભય છે. આપે કશે અપરાધ નથી કર્યો. હું આપના ઉપર પ્રસન્ન છું. આપને જે જોઈએ તે અત્યારે માગી લ્યો.”
રાજાજીની વાત સાંભળીને કપિલનો આશાદીપ ફરી પાછો sળ વળી ઊઠ છે. તેનું હૃદય, ભયમુકત થતા, લેભની સીડી ઉપર ચડવા લાગ્યું. તેને થયું બે માસ સેનું માગીશ તે બે-ચાર દિવસે પાછી એની એ દુર્દશા આવી પડશે, માટે એવું માની લઉં કે જેથી આ દરિદ્રતા સદાને માટે ચાલી જાય. આથી તે “શું માગવું” એના વિચારના વમળે ચઢી ગયે. તેને એક એક માગણી અધૂરી જ લાગવા લાગી; જાણે ગમે તેવી માગણી કરવા છતાં અંતે દરિદ્રતા વેડવાની જ હોય તેને થયું: રાજા પાસેથી આખું રાજય માગી લઉં તે કેવું સારું ! હવે તેને આત્મા ધીમે ધીમે થત થવા લાગ્યો હતો. તેને વિવેક અને તેનું જ્ઞાન જાગતાં થયાં હતાં. તેણે ફરી વિચાર્યું : રાજ્ય મળ્યા પછી પણ શું ? એથી તૃપ્તિ થશે ખરી ? અને એ રાયથી પણ મૃત્યુ ખાળી શકાશે ખરું ? આવી માયાવી વસ્તુની માગણી કરીને પતિત થયેલ આભાને વધુ પતિત શું કરવા બનાવું? જે માયા આજે મારી સામે આવી પડી છે તેને હસતે મહેએ ત્યાગીને અમર આ મલક્ષ્મીની સાધના શા માટે ન કરું ? કપિલ ધીમે ધીમે અંતર્મુખ થવા લાગ્યું હતું. અને પળવારમાં કપિલકુમારે પોતાના મન સાથે નિર્ણય કરી લી. વિચાર મંથનમાં તેને રાજીને જવાબ આપવાને ખ્યાલ ન રહ્યો.
વિપ્રવર ! શું વિચાર કરો છો ? જે ઈચ્છા હોય તે સુખેથી માગી લે ! આપની ઈ9ી જરૂર પૂરી થશે :” રાજાજી બોલ્યા.
કપિલની વિચારનિદ્રા તૂટી. તે બોલ્યોઃ “રાજન, આવ્યો હતો. તે બે માસા જેટલા સુવર્ણની આશાથી, પણ વિચાર કરતાં આપનું આખું રાજ્ય મળે તોય મારી એ આશા શાંત થાય એમ નથી લાગતું. તે પછી એ અશાંત આણામાં સંતપ્ત થતા મારા આત્માને જે ઉગારી કાં ન લઉં ? રાજન, આપનું ધન આપને મુબારક છે ! મારે મન હવે એનું મૃદય મટી ગયું છે. મને મોર આમધને સમજાઈ ગયું છે. એ આમધનની સાધના આજથી મારે ધર્મ બનશે.”
અને એ જ સુભગ પળે, સૌ વાસના અને પૈગાને ત્યાગ કરી. કલિ કુમાર સંસાર છેડીને ચાલી નીકળ્યા. :જાનું હૃદય એ પતિતપાવન અકિંચન મુનિને વંદન કરતું હતું !
રતિલાલ દીપચંદ દેસાઈ
For Private And Personal Use Only