________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃષ્ણાને જી
[૩૪
]
દુરાચારનું કલંક ન લાગે તે માટે જાગતો રહે ! તને પ્રથમ દિવસે કહેલ મારે ઉપદેશ યાદ કર : બેટા ! સાવધ થા ! તારા જ્ઞાનધનની રક્ષા કરે !
પણ કપિલને આત્મા સૂઈ ગયા હતા. તેના અંતરમાં પાપવાસનાનું તાંડવ ગાજી રહ્યું હતું. એ તાંડવે ગુરુજીને અવાજ કપિલના અંતર સુધી ન પહોંચવા દીધું. તેના જ્ઞાનને જાણે ચારિત્ર સાથે લેશ પણ સંબંધ નહોતો રહ્યો.
ભાણીને વધેલું પ્રવાહુ પાળ તોડી નાખે તેમ, પિલની અદમ્ય લાગણીઓએ વિવેકન બધી મર્યાદાઓને તોડી નાખી. અને એક અભાગી પળે, ગુવાસ છોડીને કપિલ એક સ્ત્રીની સાથે ચાલી નીકળે. પાત્ર-અપાત્ર પારખવાની એની શક્તિ નષ્ટ થઈ ગઈ હતી. સાએ જોયું કે એક પંડિત પળવારમાં પાતકી બની ગયો હતે.
[૩] સરિતાના પ્રવાહની જેમ સમય ચાલ્યો જતો હતો.
કપિલ કુમારનું પતન વધુ વાંડ થતું જતું હતું. મહાદાવાનળની જેમ એની વાસનાની તૃપ્તિ થતી ન હતી; વધુ ભેગથી એ વધુ ઉગ્ર બનતી હતી. એ આત્મભાન ખોઈ બેસે હતું અને આત્માની ઠોકર સિવાય એને બીજું કઈ જગાડી શકે એમ ન હતું.
વિષયમાં અંધ બનેલ કપિલને ભાન ન હતું કે પિતાની પાસે ધનને અખૂટ ભંડાર ન હતો કે જેના ઉપર એ હમેશાં પિતાને નિર્વાહ કરી શકે; એ તો એક સામાન્ય સ્થિતિને બ્રાહ્મણ હતા. આમ વિલાસીવૃત્તિમાં ડા દિવસે ગયા-ન ગયા એટલામાં તે એની પાસેનું તમામ દ્રવ્ય ખલાસ થઈ ગયું. અને એક દિવસ એને દરિદ્રતાનું ભયંકર દર્શન થવા લાગ્યું. પેટ ભરવા જેટલું સાધન પણ એની પાસે ન રહ્યું. એટલે ધીમે ધીમે એની વિષયવાસના ઉડવા લાગી અને એને કંઈક આત્મભાન આવવા લાગ્યું.
કપિલે જોયું કે ધન કમાવાની તાકાત તેનામાં નહોતી. એટલે તેણે ભિક્ષા માગવી શરૂ કરી. . પણ ભીખ માગવાથી કંઈ વિલાસાવૃત્તિને પિષણ મળે ખરું?
એક દિવસ તેની સ્ત્રીએ કહ્યું : “આપણા નગરના મહારાજા રોજ પ્રાતઃકાળમાં, જે પહેલે ભીખારી તેમના દ્વારે જાય તેને, બેમાસા સુવર્ણનું દાન કરે છે. આપ પ્રાતઃકાળે વહેલા ઉઠીને એ દાન લઈ આવે તો આપણું દારિદ્ય નાશ પામે અને આપણે સુખ-શાંતિપૂર્વક રહી શકીએ.”
કપિલનું હદય આ વાત સાંભળીને નાગી છોડવું, રોજ બેમાસા સુવર્ણ ! અને તે પણ કોઈ પણ જાતની મહેનત કર્યા વગર ! ખરે જ મારું ભાગ્ય જાગી ઊઠયું લાગે છે, હવે મારું દારિદ્ય પળવારમાં ચાલ્યું જશે ! ! ! મારે બેડો પાર થશે !”
અને એ—વહેલા ભિક્ષા લેવા જવાની ચિંતામાં કપિલને આખી રાત નિદ્રા ન આવી. જ્યારે સમય થાય અને કયારે બે માસા સુવર્ણ લઈ આવું—એના હૃદયમાં આ એક જ રટન ચાય કર્યું.
For Private And Personal Use Only