________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
કપિલકુમારને મન કૌશામ્બી અને શ્રાવસ્તીનો ભેદ જાણે મટી ગયું હતું. શ્રાવસ્તી જ જાણે પિતાનું વતન હોય એમ ઘડા જ વખતમાં એ સો સહાધ્યાયીઓ સાથે હળી મળી ગયો હતે. ગુરના આદેશ મુજબ જાણે સાચે જ એ એકન્દ્રિય બની ગયો હોય એમ બીઝ બધી પ્રવૃત્તિઓને એણે વિસારે પાડી દીધી હતી. જેમ જેમ સમય પસાર થતો હતો તેમ તેમ એની સરસ્વતી-ઉપાસના વધુ ને વધુ ઉત્કટ બનતી જતી હતી.
સોને લાગ્યું કે કપિલકુમાર મહાન પંડિત થશે.
ગુજીને કપિલકુમારમાં પોતાના જ્ઞાનવારસાની પ્રગતિ થવા લાગી હતી. તેમનું અંતર એના તરફ વધુ મમતાભર્યું બન્યું હતું ! પણ વિધિની ઈજાળને કણ કયારે સમજી શક્યું છે ?
[૨] કાચી માટીને કેટલાય ઘડયા પાક્યા પહેલાં ફૂટી જાય છે !
કપિલકુમારનું પાંડિત્ય હજુ કાચું હતું. એને પરિપાક થવો હજુ બાકી હતો, મને વિકારને એક જ આઘાત એ પાંડિત્યના ચૂરા કરી નાખવા બસ હતો.
એક દિવસ નગરમાં ગયેલ કપિલ જ્યારે પાછો આવ્યો ત્યારે એનું હૈયું ભારે થયેલું હતું. એના અંતરમાં વિચિત્ર પ્રકારની લાગણીઓએ ઝંઝાવાત મચાવ્યો હતો. પિતાને શું થાય છે, એનું ભાન એને પોતાને પણ ન હતું. એનું મન બેચેન થઈ ગયું હતું.
કપિલને થયું એક-બે દિવસમાં અસ્વસ્થ ચિત્ત સ્વસ્થ થઈ જશે. પણ એમ ન થયું. એ વિચિત્ર લાગણીઓનાં બીજ ૩ સુધી ઉતરી ગયાં હતાં અને એનાં અંકુર વિધવા લાગ્યા હતા. દિવસે દિવસે કપિલની અવસ્થતા વધવા લાગી હતી. તેની સરવતી-ઉપાસનામાં જાણે ઓટ આવવા લાગી હતી, અને તેની જ્ઞાનદષ્ટિ આગળ જણે અવિવેકના પડળ આવી ગયા હતા. પોતે કેવળ વિદ્યા અભ્યાસ માટે જ કૌશામ્બી છેડીને શ્રાવસ્તીમાં આવ્યો હતો એ વાત જાણે એ સાવ વિસરી ગયો !
બિચારો કપિલ કુમાર !
એને હૃદયમાં વિષય-વાસનાની ચીનગારીઓ પિસી ગઈ હતી. એ ચીનગારીએ. દિવસે દિવસે ઉગ્ર બનતી જતી હતી અને હવે તો એના અંતરમાં કામવાસનાના ભડક કોઠવા લાગ્યા હતા. એ ભડકાની જવાળાઓમાં એનું સર્વસ્વ ભસ્મીભૂત થતું હતું.
અનુભવી ગુરજીને કપિલકુમારની આ દરવસ્થા સમજતાં વાર લાગી. તેમને કપિલની પ્રથમ મુલાકાત વખતે પોતાના અંતરમાં ઉઠેલ મુંઝવણ યાદ આવી; તેમને થયું તે જ દિવસે એને જોતો કર્યો છે તે તો કેવું સારું ! પણ હવે વાત વણસી ચૂકી હતી. ગુરુજીની નિરાશાને પાર ન હતો. છતાં તેમણે કપિલને સમજાવી જેવા પ્રયત્ન કર્યો. એક દિવસ તેમણે કપિલને બેલાવીને કહ્યું:
“કપિલ, વત્સ ! તારા જ્ઞાનામતને મને વિકારના વિષ બિંદુઓ વિષમય ન બનાવે તે માટે સાવધાન થા ! બેટા, તારી અખંડ સરસ્વતી-ઉપાસનાને મંદ ન કર ! તારા પાંડિત્યને
For Private And Personal Use Only