________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪૭] વિક્રમ સંવત ૧૯૯ના વૈશાખ શુદિ૬ તા. ર૦-૪-૩૪થી વિ. સં. ૧૯૯૦ના આ વદિ ૧૨ તા. ૪-૧૧-૩૪ સુધીના સાડા છ મહિનાનો તેમજ સં. ૧૯૯૧ના શ્રાવણ માસથી સં. ૧૯૯૬ના આસો વદિ ૦)) તા. ૩–૧૦–૦ સુધીના સવાપાંચ વર્ષને શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિને
હિસાબ વિ. સ. ૧૯૯૦ માં શ્રી અમદાવાદમાં મળેલ અખિલ ભારતવષય જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક મુનિસમેલન પૂરું થયા પછી, સમેલનના દસમાં હરાવ મુજબ, શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની રચના કરવામાં આવી. અને વૈશાખ સુદ ૬ તા. ૨૯-ક-૯૩૪ના દિવસે એક વ્યવસ્થાપક રાખીને સમિતિનું કાયાલય ચાલુ કરવામાં આવ્યું. આ રીતે તા. ૪-૧૧-૩૦ સુધી સાડા છ મહિના સુધી સમિતિનું કાર્યાલય ચાલુ રહ્યું, પણ એ દરમ્યાન ખાસ ઉલ્લેખનીય કઈ કાર્ય થયું ન હતું.
આ પછી સં. ૧૯૯૧ માં અમદાવાદથી શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈને સંધ નીકળે. આ સંધ દરમ્યાન સમિતિનું કામકાજ વ્યવસ્થિ રીતે ચાલુ કરવાનો અને તે માટે શ્રી જૈન સત્ય પ્રકાશ માસિક પત્ર શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ વખતે જ કાર્યાલય ચાલુ કરવામાં તેમજ માસિક પ્રસિદ્ધ કરવામાં જે કંઈ ખર્ચ થાય તેને પહોંચી વળવા માટે કેટલાક સંગ્રહ તરફથી, પાંચ વર્ષ માટે, દરેક વર્ષે અમુક રકમની મદદનાં વચન મળ્યાં. એટલે સં. ૧૯૯૧ ના શ્રાવણ માસમાં સમિતિનું કાર્યાલય ફરી શરૂ કરીને ‘થી જન સત્ય પ્રકાશનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું.
માસિકનાં પાંચ વર્ષ પૂરા થતાં, આગળ કામ ચાલુ રાખવા માટે સમિતિ માટે મદદ મેળવવાની નીચે મુજબ યેજના કરવામાં આવી.
(૧) પ૦ ૦) કે તેથી વધુ મદદ આપે તેમને સંરક્ષક (Patron) ગણવા. (ર) ૧૦૦) કે તેથી વધુ મદદ આપે તેમને દાતા (Doner) ગણવા. (૩) પ૦) કે તેથી વધુ મદદ આપે તેમને સહાયક સભ્ય (Member) ગણવા.
એક સાથે પ૦) ન આપતાં પાંચ વર્ષ સુધી દર વર્ષે ૧૧) ની મદદ આપે
તેમને પણ સહાયક સભ્ય ગણવા. આ યોજના મુજબ જે મદદ મળી છે તે આ હિસાબના અંતે સેંધી છે.
આ બધા સમય દરમ્યાન જે જે સદ્દગૃહસ્થ સમિતિને ઉદારતાપૂર્વક મદદ કરી છે તેમને, તેમજ જે જે પૂત્ય મુનિમહારાજેએ સમિતિની સહાયતા માટે સદુપદેશ આપ્યો છે તેમને હૃદયપૂર્વક આભાર માનીને સં. ૧૯૯ના વૈશાખ સુદિ ૬ તા. ૨૦-૪-૩૪થી આ વદિ ૧૨ તા. ૪-૧૧-૩૪ સુધીના સાડા છ મહિનાને તેમજ સં. ૧૯૯૧ના શ્રાવણ માસથી સંવત ૧૯૯૬ના આસો વદ ૦)) તા. ૧-૧-૪૦ સુધીના સવા પાંચ વર્ષને હિસાબ અહીં રજૂ કરીએ છીએ.
વ્યવસ્થાપક
For Private And Personal Use Only