SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ છે અનુસારે અધ્યાત્મમતની પરીક્ષા કરીશ. તેમજ ટીકાની શરૂઆતમાં પણ જણાવ્યું છે કેજે વાવતા (સરસવતી ) પંડિતોને અથવા દેવોને વંદન કરવા લાયક છે, અને જેણીનું વરૂપ કૐકાર મંત્રાક્ષર ગર્ભિત છે, તે વાગેવતાનું ઉમરણ કરીને હું રોપા (વકૃત) અધ્યાત્મમત પરીક્ષાનું વિવરણ કરું છું. ટીકાના લેકનું પ્રમાણ ૪૦ ૦ ૦ કેલક છે. આ સટીક ગ્રંથ છે. લા. જેને પુસ્તકોદ્ધાર કુંડ તરફથી ઉપાય છે. અને તેનું ભાષાંતર બી. આમાનંદ સભા તરફથી અપાયું છે. ૨. અધ્યાત્મસાર-કર્મરૂપી વાદળાથી કાએલા ભવ્ય જીવ અધ્યાત્મ સેવારૂપિ પવનથી તે વાદળાને દૂર કરી આત્મિક તેજનો અનુભવ કરી શકે છે. આ મુદ્દાથી ગ્રંથકારે આ ગ્રંથમાં સાત મુખ્ય વિભાગ (પ્રબંધ)ની અને દરેક વિભાગમાં એકાદિ અધિકારની સંકલન કરીને અધ્યાત્મનું રરૂપ વર્ણવ્યું છે. તેમાં પ્રથમ પ્રબંધમાં અધ્યાત્મની પ્રશંસા, અધ્યાત્મવરૂપ. દંભત્યાગ, ભવરૂપ આ ચાર બાબતનું સવિસ્તર વર્ણન જણાવ્યું છે, બીજા પ્રબંધમાં વૈરાગ્યસંભવ, વૈરાગ્યના ભેદ અને વૈરાગ્ય સંબંધી જરૂરી બીના સ્પષ્ટ રીતે વર્ણવી છે. ત્રીજા પ્રબંધમાં મમતાને ત્યાગ, સમતા, સદનુષ્ઠાન અને મનઃશુદ્ધિનું સ્વરૂપ જણાવ્યું છે. ચેથા પ્રબંધમાં સમ્યકત્વ, મિથ્યાત્વત્યાગ અને કદાગ્રહત્યાગની બીના જણાવી છે. પાંચમા પ્રબંધમાં યોગ, ધ્યાન અને ધ્યાનસ્તુતિ વર્ણવી છે. છઠ્ઠા પ્રબંધમાં આત્મનિશ્ચય વર્ણવ્યો છે. સાતમાં પ્રબંધમાં જૈનમત સ્તુતિ, અનુભવી સજનસ્તુતિ જણાવી છે. જેન વે. કોન્ફરન્સ પ્રકાશિત જે ગ્રંથાવલી વગેરેના આધારે આ મૂલ ગ્રંથનું પ્રમાણ ૧૩૦૦ લેક છે. આને યથાર્થ ભાવે જણાવવા માટે પંન્યાસજી મહારાજ શ્રી ગંભીરવિજયજી ગણિજીએ તેના ઉપર ટીકા બનાવી છે, તે શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ છપાવી છે. ૩. અધ્યાત્મપનિષદુ-અનુષ્ટ્રપદમાં સંસ્કૃત ૨૩૧ “લાક પ્રમાણે આ ગ્રંથ છે. પ્રકાશક શ્રી જૈનધર્મ પ્રસારક સભા ભાવનગર. આ ગ્રંથમાં કર્તાએ—૧. રાગ શુદ્ધિ અધિકાર, ૨. જ્ઞાનગાધિકાર, ૩. ક્રિયાધિકાર અને ૪. સાખ્યાધિકાર - આ ચાર અધિકાર પછી પહેલા-શાસ્ત્રોગશુદ્ધિ નામના અધિકારમાં (૧) અધ્યાત્મનું ખરું સ્વરૂપ શું સમજવું ? (૨) તેને લાયક ક્યા જ હઈ શકે ? (૩) કેવા પ્રકારના હૃદયમાં અધ્યાત્મને પ્રાદુર્ભાવ થાય ? (૪) તુચ્છાગ્રહિ છવાની કેવી ખરાબ હાલત થાય છે ? (૫) શાસ્ત્રનું સામર્થ્ય કેવું હોય છે ? (૬) શાસ્ત્રની પરીક્ષા કઈ રીતે કરી શકાય ? (૭) કપ-છંદ-તાપનું સવિસ્તર સ્વરૂપ શું? (૮) અને કશુદ્ધિ વગેરે ત્રિવિધ શુદ્ધિ કઈ રીતે શાસ્ત્રમાં ઘટાવી શકાય ? (૯) એકાંતવાદીઓ પણ આડકતરી રીતે યાદાદ મતને કેવા રૂપે સ્વીકારે છે : (૧૦) નયશુદ્ધિ-શ્રુતજ્ઞાન ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું સ્વરૂપ શું? (૧૧) ધર્મવાદને લાયક કોણ હોઈ શકે ? આ અગિયારે પ્રશ્નોને સ્પષ્ટ ખુલાસા કરવા પૂર્વક વચમાં પ્રસંગે જરૂરી બીના પણ સરસ રીતે વર્ણવી છે. બીજા-જ્ઞાનયોગ નામના અધિકારમાં (૧) પ્રતિભજ્ઞાન કોને કહીએ ? (૨) આત્મજ્ઞાની મુનિ કેવા હોય છે ? (૩) ખરું વેદ્યપણું ને કહીએ ? (૪) રાની પુરુષ ૧. ટીકાકારને ટ્રેક પરિચય-જન્મ-સ. ૧૯૦૦, ચે. શુ. ૩, ગ્વાલિયર રાજ્યના નાગીર ગામમાં. યતિપણું સ. ૧૯૨૪, સંવેગ દીક્ષા ૧૯૩૧, પંચાસંપદ સં. ૧૯૪૮ અને સ્વર્ગવાસ ના, ૧૯૬૯ , ૬, ૮ ગુર–પરમપૂજ્ય શ્રી. દિવિ યજી (દ્ધિચંદ્ર) મહારાજ, For Private And Personal Use Only
SR No.521569
Book TitleJain_Satyaprakash 1941 04 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy