________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ
મંદિર બનાવવાનો દૃઢ નિશ્ચય કર્યાં. જે શ્રાવકા પ્રભુજીના દર્શને આવતા અને ગાખા ચઢાવતા હૈ સુવર્ણમય થવા માંડયા. પાસ શ્રાવકે 'ક સમયમાં જ મંદિર બનાવવા માંડયું. સુંદર રંગમ`ડપ, કિલ્લો, તારાદિથી સુશૅાભિત, સુવર્ણ મંડિત થંભાવાળું મંદિર તૈયાર થયું. નજીકમાં કુવા, વાવ, બગીચાથી સુરોભિત છે ધર્મશાળાઓ બનાવી. ાણે સાક્ષાત દેવવિમાન હોય તેવું મનેાહર જિનમંદિર તૈયાર થઇ ગયું.
આટલું સરસ અને સુંદર મંદિર તૈયાર થતું જોઈ પારસ શેડના ઠાકરાઓને આશ્રય યું કે આટલું ધન આવે છે યાંથી ? છેવટે નાના પુત્રે ખૂબ જ આગ્રહથી પિતાજીને પૂછ્યું કે આટલું બધું ધન ખચાં છે. તે લાવા છે કયાંથી ? પિતાએ કહ્યુ તારે શું કામ છે ? પુત્રને જવાબ ન મળવાથી તેણે ખાવા પીવાનું ત્યાગ કર્યું. છેવટે પુત્રના આગ્રહને વશ ચ પિતાએ જણાવ્યું કે ચઢેલા ચાવલ સુવર્ણ મય થાય છે. બસ, આ વાત થતાં જ બીગ્ન દિવસથી ચાવલ સુવર્ણ ના થતા બંધ થઈ ગયા. મંદિરનુ થવુ કાર્ય બાકી રહ્યું. પછી વિ.સં. ૧૨૦૪માં મહાભાવિક વાદિ શ્રી. દેવસૂરિજીના શિષ્ય શ્રી. મુનિસુદરસૂરિજીએ એ મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી. ત્યારથી લાધી તીર્થ પ્રસિદ્ધ થયું. આ તીર્થના મહિમાનુ વર્ણન કરવા કા સમર્થ નથી. સાક્ષાત્ ભગવાન નરસિંહરૂપે તીની રક્ષા કરે છે. આ પ્રભુજીની આરાધનાવિધિ શ્રી. જિનપ્રભસૂરિજીકૃત ‘વિવિધતીર્થંકપ ંથી તણી લેવી. પ્રભુજી પ્રસન્ન થાય છે ત્યારે દીપક હાંથમાં લઇ બહાર પધારે છે અને ઇચ્છિત વરદાન આપે છે. મદિરજીને કમાડ લાગતાં નથી. કમાડ બંધ કરવાી આપોઆપ તૂટી ય છે,
પોષ દશમીએ અહી મોટા ઉત્સવ થાય છે, દુમ્બરા આદમી એકઠા થાય છે. અહીંના દર્શોન કરી પવિત્ર થઈ મનુષ્યો પાપરિહંત બને છે; સ્નાત્રજલ આંખેં લગાડવાથી આંખોના રાગ મરી ય છે. શરીરે લગાડવાથી જરા મટી જાય છે. અહીં ખાસ પોષ દશમીનુ મહત્ત્વ છે. ’
આ કથા ઉપરથી આપણે આટલું તથ્ય તારવી રાકીએ કે-શ્રી. વાદિદેવસૂરિજીના સમયે તીની સ્થાપના થઈ. બાકીની કથા વિવિધતીર્થંકલ્પને મળતી છે.
શ્રી. ક્ષમાકલ્યાણુકજી ઠગણીસમી શતાબ્દિ સુધીને ઇતિહાસ આપે છે. તે બીન રૂપા કે બીન્ન મંદિરનો ઉલ્લેખ જ નથી કરતા એટલે વ આ સિવાયના જે બીજી બીજી વાતે આ તીર્થની સ્થાપના સબંધી લખાય છે તેમાં કલ્પના જ વધારે છે, સત્ય હકીકત તે પુરાતનપ્રબંધ ગ્રહ, ઉપદેશતર ગણી, વિવિધતીર્થંકલ્પ અને આ કથામાં આપણે જોઇએ છીએ તે છે. સુજ્ઞ વાચક સત્ય સમજી સત્ય સ્વીકારી લે એ જ શુભેચ્છા
સમિતિને સહાય કરે !
૫] કે તેથી વધુ મદદ આપીને સમિતિના સંરક્ષક અનેા ! ૧૦૭ કે તેથી વધુ મદદ આપીને સમિતિના દાતા અનેા ! પશુ કે તેથી વધુ મદદ આપીને સમિતિના સભ્ય અનેા ! બે રૂપિયા ભરીને આ માસિકના ગ્રાહક બના
For Private And Personal Use Only