SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ - - - - - - - - - - - - - - - - - તરભાણું ભરાતું હોય તેમ, રાજાજી ખુશખુશાલ પિકારતા હતા. એ ઉડતા શાણિતની સરિતામાં જાણે રાજાની કથા તણાઈ ગઈ હતી. વાનરને મદિરાપાનની જેમ એ રૂધિરની નીકેએ રાજાજીના ઉન્માદને માઝા મૂકાવી હતી. રાજાજી આજે કરતાની જીવન્ત મૂર્તિ સમા બની ગયા હતા! “જે સૈનિકે ! ખબરદાર ! એક હરણિયું છટકી ન જાય ! હા, હા. હા. હા હા !” અને એ અટહાસ્યના પડઘા ઘાયલ પશુઓની ચીસોમાં શમાઇ જતા હતા ! જાણે આ અઘોર પાપની સામે કુદરત કાળી ચીસ પાડતી હતી ! પણ એ ચીને સાંભળે એવા કાન ત્યાં હાજર ન હતા! સૈનિકે ચોતરફ હેકારી કરીને પશુઓને આંતરતા હતા. એ ભયંકર બુમરાણથી ગભરાયેલા પશુઓ ટોળારૂપે નાસભાગ કરતા હતા અને એ જેને રાજાજી વધુ દેશમાં આવી ગયા હતા. કેટલે પંથ કપાય હતો કે કેટલાં પ્રાણીઓ કાળને શરણે થયાં હતાં એને કહ્યું ભાન રાજાજીને ન હતું ! આ સંહારલીલામાં રાજાજી એક ટોળામાંના એક હરણિયાની પાછળ પડતા હતા. એને પિતાના સપાટામાંથી છટકી જવા મથતું જોઈને રાજાજીએ તેને પીછે પકા હતો; જાણે કોઈ મહાઅપરાધી નાસી જ ન હોય ! હરણિયું છલંગે મારતું એક વૃક્ષ ઘટામાં લપાઈ જતું હતું ! જ્યાં સંયતિ રાજાએ આવી ઘર સંહારલીલા આદરી હતી એ જ કાંપથકેસર ઉદ્યાનના બીજા એક ખુણે એક મુનિ આત્મસાધના કરતા હતા. વૃક્ષઘટાથી ઘેરાયેલ નાગરવેલના મંડપમાં બેસીને એ મુનિએ આત્મા ઉપરના માળને દૂર કરવા ધ્યાનાગ્નિ પ્રગટાવ્યો હતિ. આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિ સિવાય બીજા કશાની એને ખેવના ન હતી. આખાય વિએ માટેની મંગલકામનાઓ એમના હૈયામાં ઊભરાતી હતી. ન કોઈને માટે રાગ કે ન કોઈ પ્રત્યે દ્વેષ; સમભાવના સાગરમાં ઝીલતા એ મુનિવરની મુદ્રામાં ભલભલે પાપીને શાંત કરવાની તાકાત ભરી હતી ! કવી અજબ વાત ! કેવી અજબ કુદરત ! જયાં સંયતિ જે માહિંસક મદમત્ત થઈને ઘૂમતા હતા ત્યાં જ આવા પર અહિં સક મુનિવર ગાન કરતા હતા. પણ કાદવ અને કમળ, ગુલાબ અને કાંટા, મધ અને મણિકા વડવાની અને મહાસાગર એક રથ રાખનાર કુદરતને પાપ અને પુણ્યની સમતુલા જાળવવાનો આ એક વધુ કીમીઓ કેમ ન હોય ? જે ધરતી ઉપર સંપતિ જેવાને ફોધાનલ ભભૂકી રહ્યો હતો તે જ ધરતી ઉપર આ અહિંસામૂર્તિ મુનિવર શાંતરસભરી સરિતા વહાવી રહ્યા હતા, For Private And Personal Use Only
SR No.521568
Book TitleJain_Satyaprakash 1941 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy