________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપના પડઘા
હા-હા-હા-હા-હા !” ટંકાર કરતું તીર ધનુષમાંથી છૂટયું ત્યારે આ અટ્ટહાસ્ય ચારે તરફ ગાજી ઊઠયું ! જાણે આસપાસની ગિરિકંદર કંપી ઊઠી હોય એમ ચોદિશાએ એ પડવાના પાછો ગાજી ઊઠયા ! જાણે કે કાળરાત્રિની ચુડેલે રાસ લેતી ન હોય એવું ગોઝારે એ હાસ્ય હતું !
“ હા, હા, હા ! " એક સાથે અનેક અદલાએ એમાં સૂર મિલાવ્યા.
પામર જીવડાઓ ! ! ! પવનથી ને વધુ વેગવાળાં આ તીરના સપાટામાંથી તમે ક્યાં ઊગરવાનાં છે ? નાહક છલંગ મારીને દેડીદડી શા માટે હાંફી મરે છે ? તમારા મુકને રાજા-તમારા સર્વસ્વને માલિક આજે તમારા પ્રાણ સાથે ક્રીડા કરવા ચાહે છે ! સૈનિક ! બીજું તીર! ”
ખમાં અન્નદાતાને !” કહી સૈનિક બીજું તીર આપ્યું.
અને જોતજોતામાં તે જાણે તીરેન વરસાદ શરૂ થઈ ગયે એક પછી એક તીર ટંકાર કરતું વછુટતું હતું અને એક એક પ્રાણીને પાડતું હતું ! જાણે આ પાપી દુનિયાથી ત્રાસીને ધરતીમાતા પિતાનાં બાળાને પિતાના ખોળે સમાવી લેવા લાગી હતી.
પ્રયતાંડવના ભીષણ નાદ સાંભળીને જેમ આખું ભૂમંડળ રિહરી ઊઠે તેમ આજે આખું જંગલ ત્રાસી કોડયું હતું. બધાંય પ્રાણીઓ એ ત્રાસમાંથી બચવા ચિચિયારીઓ પાડતા ચારેકોર નાસભાગ કરતા હતા. એ ચિચિયારીઓ, એ દોડધામ અને મરતાં પ્રાણીઓનાં એ આનંદને જાણે રાજાજીને વધુ નશો ચડાવતાં હતાં.
પંચાળ દેશના કાંપિત્ય નગરને સંયતિ નામને એ રાજા હતા. “આખા મુલ્કની માલિકી ભોગવવા હું સંજા છું અને ધારું તે કરી શકું છું એવા મદભર્યા વિચારોએ એ રાજાના હૃદય દેરીને લીધું હતું. અઢળક દ્રવ્યસંપત્તિ, અપાર વૈભવ વિલાસ, ભરયૌવને વય અને એમાં આવું મદભર્યું માનસ, પછી પૂછવું જ શું? ઊંચે આંખ રાખીને જ ચાલવાનું મન થાય એવી એ સ્થિતિ હતી !
રાજાજીને આજે શિકાર રમવાને શોખ જાગ્યે હતો; અને વસતીથી આઘે-માનવીને કઈ પણ રીતે હરકત ન થાય એ રીતે-દૂરદૂરની ગિરિકંદરામાં કાંપિત્યકેસર ઉદ્યાનમાં વસતા નિર્દોષ પ્રાણીઓ માથે આતનાં વાદળ ઉતરી પડયાં હતાં. જાણે કોઈ મહા દિગ્વિજ્ય સાધવા નિકળ્યા હોય તેમ રાજાજીએ પિતાની સાથે હયદળ, ગજદળ, રથદળ અને પાયદળ-એમ ચતુરંગી સેના સાથે લીધી હતી.
અને આ બધું શા માટે ?
કઈ વાઘ-દીપડા કે કેસરી-શિકાર કરવા રાજાજી નહાતા નીકળ્યા. આજે તે મહોમાં તરણ લઈ ફરતાં હરણિયાં જેવાં નિર્દોષ પ્રાણીઓ રાજાજીના તીરના ભોગ બનતા હતા.
અને એ તીરના ઘામાંથી દદાતા લોહીના ઝરણાં જેઇને, જાણે કે સંહારના દૈત્યનું
For Private And Personal Use Only