________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
જૈનધર્મી વીરેનાં પરાક્રમ
[૭૭]
સારાયે ભંડારની ચાવી રહેતી એ અધિકારી ભાંડાગારિક કહેવાતું. આ પ્રમાણેને અધિકાર વંશપરંપરામાં ઉતરતાં એના વંશજો ભંડારી તરીકે વિશેષ ખ્યાતિ પામ્યા.
જો કે ઉપરની સાલ સ્વીકારવામાં એક મુશીબત ઊભી થાય છે. એવી નોંધ મળે છે કે શ્રી. યશોભદ્રસૂરિ વિક્રમ સં. ૧૦૨૯માં કાળધર્મ પામ્યા, અને એમની પાટ ઉપર ચહુમાણ વંશમાં જે એક આભૂષણરૂપ ગણુતા તે શાલીસૂરિ આવ્યા. આમ જે સાલ કાળધર્મને અંગે સોળમી સદીના એક લેખક તરફથી આપવામાં આવી છે તે જોતા દાદરાવને જૈનધર્મ પ્રવેશ શ્રી. યશોભદ્રસૂરિના હસ્તે અસંભવિત બને છે ! આમ છતાં આ સંબંધમાં અન્ય કોઈ સબળ પુરા ન હોવાથી લેવાયકાને કિંવા ભંડારી વર્ગની પરંપરામાં ઉતરી આવેલી વાતને ખાટી માનવાનું કારણ નથી.
એ ઉલ્લેખને જે લેખ દ્વારા પુષ્ટિ મળે છે તેનો વિચાર કરીએ તો એ ઉપરથી એટલું તો સહેજ તારવી શકાય તેમ છે કે ચાહમાન વંશના રાખ્ય કાળમાં ભંડારીઓ જ મોટા ભાગે આગળ પડતા એદ્ધા ભોગવતા હે, સર્વ વિષયમાં કત કારવતા હતા અને કાઈ કાઈ તે નાના વિભાગ યા પ્રદેશમાં જાગીર પણ ભોગવતા હતા. નાડલાઈન લેખે માગ. સુ. | વિક્રમ સં. ૧૧૮૯ને છે, જેમાં ભંડારી નાગ સીવાનું નામ એક બક્ષિસમાં સાક્ષી તરીકે મૂકયું છે.
બીજે એક જે વિ. સં. ૧૨૪૧નો છે તેમાં યશવીર ભંડારીને Pallaના માલિક તરીકે ઉલ્લેખ છે. (Palla=પાલા એ જોધપુરની પશ્ચિમે છ માઈલપર આવેલ ગામ છે) જાલેરને એક લેખ કે જે વિ. સં. ૧૨૪ર ને છે એમાં પાસુના પુત્ર ભંડારી યશોવિરે મહારાજ સમરસિંહદેવના આદેશથી જૈનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો એવો ઉલ્લેખ છે. સં. ૧૫ર ની સાલને મહારાજ સામંતસિંહદેવના રાજ્યકાળને એક લેખ દર્શાવે છે કે ભંડારી મીગાલ (ligala) ને દસ્તાવેજ અને સંધિપત્ર આદિની દેખરેખ માટેના અધિકારી તરીકે નિમ્યા હતા. જોધપુરમાં ભંડારી કુટુંબોને વસવાટ રાવ જોધા (સં. ૧૪ર૭ થી ૮૯)ને રાજ્યકાળથી મળી આવે છે, કે જેના સમયમાં ભંડારીઓએ પ્રશંસાપાત્ર સેવા બજાવ્યાને ઉલ્લેખ છે. પિતાના નાયક નારાજી અને સમાજના હાથ નીચે રાવ જોધા તરફથી તેઓ ઝીલવાડા (Shilwara ) આગળ મેવાડના સૈન્ય સામે લડ્યા હતા અને એને પરાજય પમાડ્યો હતો. જ્યારથી તેઓ જોધપુરમાં આવી વસ્યા ત્યારથી તેમની રાજ દરબારે લાગવગ વધતી ગઈ અને ધીમેધીમે સંસ્થાનમાં વિશ્વનીય અને જવાબદારીની જગ્યાઓ ઉપર તેઓની નિમણુક થવા માંડી. તેઓ હમેશા જોધારાવને અને તેમના વંશજોને નિમકહલાલ રહેતા આવ્યા છે કે જેથી તેમની ગણના હજુ પણ સ્ટેટના કીતિમંત અને વફાદારી સેવકેમાં થાય છે.
શ્રીયુત ટાંક મહાશયે ધખે છે કે—
Like the Singhvis, the Bhandaris have handed the sword શs well as the pen” અર્થાત સીંધવીની માફક ભંડારીએાએ જેમ તલવાર પકડી જાણ છે એટલે કે તેઓ કુશળ લડવૈયા હતા તેમ અનુભવી મુત્સદી ને ચુનંદા ગણત્રીબાજ પણ હતા. એ માટે હવે પછી વિચારીશું. તે પૂર્વે એકવાર વધુ એટલી ચોખવટ કરીએ જૈનધમવીરેનાં પરાક્રમ આલેખવામાં અમારો ઉદ્દેશ હિંસાની મત્તા સ્થાપવાને કે સાચા
For Private And Personal Use Only