________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૭૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ પરાક્રમી બનવામાં યુદ્ધ અને એ દ્વારા હિંસા અનિવાર્ય છે એવું પ્રતિપાદન કરવાને હરગીજ નથી. હિંસા દોષયુક્ત જ છે અને એ માન્યાતા અબાધિત છે. પ્રશંસનીય વસ્તુ અહિંસા છે. જૈન ધર્મના સિદ્ધાંતમાં એ અગ્ર પદ ધરાવે છે એટલું જ નહિ પણ પાયારૂપ છે. એ ઉમદા ચીજના પ્રણેતા તીર્થકર મહારાજા છે અને કેવળજ્ઞાનથી તેઓએ એ અન્ય વરતુનું જે સૂક્ષ્મતાથી અવલોકન કર્યું છે એવું હજુ સુધી અન્ય કોઈએ કર્યું નથી અને છદ્મસ્થની બુદ્ધિથી એ બનવું શક્ય પણ નથી. - છતાં જ્યારે આજે સાક્ષરેમને એક વર્ગ જૈનધર્મની અહિંસાને કાયરતા આણવામાં કારણરૂપ લખે છે, અને ભૂતકાળમાં જેનેએ દાખવેલી શરવીરતાનો અપલાય કરે છે ત્યારે તેમની ચક્ષુ સામે ઉપરના ઐતિહાસિક બનાવો રજુ કરવા યોગ્ય માન્યા છેચાલુ
જૈનધર્મના વિકૃત ઈતિહાસ
લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી.
શ્રી જૈન સત્ય પ્રકાશના ગયા અંકમાં જેનેતર લેખકે પાઠયપુસ્તક તરીકે સ્વીકારવામાં આવતા ઇતિહાસનાં પુસ્તકોમાં પણ જેનધર્મ સંબંધી હકીક્ત આપવામાં કે છબરડે કરે છે તેને એક નમુને આપે હતો. આજે એ જ બીજો નમુનો રજુ કરું છું. આવા પ્રસંગે ઉપરથી જનસમાજે જાગ્રત થવાની જરૂર છે.
“ી જેમ સત્ય પ્રકાશના ગતાંકમાં મેં આ સંબંધમાં જે લેખ લખ્યા હતા એ લેખ વાંચ્યા પછી એક મહાનુભાવે ઇતિહાસનું બીજું પુસ્તક પણ મને આપ્યું. આ બીજા પુસ્તકનું નામ પણ “મારતા તિદાસ' છે. એમાં વૈદિક કાલનો પરિચય કરાવ્યા પછી લેખકે રામાયણ અને મહાભારતને પરિચય કરાવ્યું છે. ત્યારપછી છઠ્ઠ અધ્યાયમાં જૈનધર્મ ગૌર વરધર્મને પરિચય આપ્યો છે. આની શરૂઆત ન
૩૫ત્તિ (નવા ધમની ઉત્પત્તિ) હેડીંગથી કરી છે. લેખક મહાશયે વૈદિક ધર્મ પછી તેના વિરોધરૂપે જૈનધર્મની ઉત્પત્તિ માની છે. પરંતુ વાસ્તવિક રીતે આ હકીકત સાચી નથી. જૈનધર્મ અનાદિ છે. આગળ વધતાં લેખક જણાવે છે કે “પૂરતુ ત્રક કુછ સ્ટોન ને દૂત ના જુના શિષ કરીને સ્ત્રી" | ખરી રીતે હાલને કેટલાએક ઈતિહાસ લેખકે વૈદિક ધર્મના પક્ષ-આગ્રહને વશીભૂત થઈ જૈનધર્મને વૈદિક ધર્મના વિરોધમાં ન ઉત્પન્ન થયેલ માને છે. વાસ્તવમાં આ વાત લગારે ઠીક નથી.
જૈનધર્મ કોઈ પણ ધર્મના વિરોધ માટે ઉત્પન્ન થયો જ નથી. જેનધર્મની સંસ્કૃતિ અને સિદ્ધાન્ત સ્વતંત્ર અને અનાદિ છે. જેનધર્મ આત્મધર્મ છે. આ વસ્તુ તરફ લગારે લક્ષ્ય આપ્યા સિવાય આ ઈતિહાસકારે અંગ્રેજ વિદ્વાનોનું અનુકરણ માત્ર કરે છે અને જેમાં ફાવે તેમ લાગે છે.
For Private And Personal Use Only