________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મી વીરોનાં પરાક્રમ
લેખક:-શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી
(ક્રમાંક ૬૪થી ચાલુ) મારવાડના ભંડારીએ–ભંડારીની અટકથી ઓળખાત વર્ગ એ ઓશવાળ જ્ઞાતિમાં એ વિભાગ છે કે જે ઘણુંખરું રાજ્યમાં અધિકારપદે રહ્યો હોય છે, અર્થાત વેપારી નહિ પણ મુસદો વિભાગ છે. મારવાડી સમાજમાં આ વર્ગનું સ્થાન અતિ આગળ પડતું ગણાય છે. જોધપુરમાં આ વર્ગના લગભગ ત્રણસે કુટુંબે છે.
ભંડારીઓ પિતાને અજમેરના ચૌહાણ રાજવીઓના વંશજ જણાવે છે. જો કે વર્તમાનમાં ભંડારી કુટુંબમાંનાં કેટલાક જયપુર અને કાનપુરમાં વસેલ હાઈ ઝવેરાતને ધંધે કરતાં પણ દૃષ્ટિગોચર થાય છે.
રાવ લાખણશી ઉર્ફે લક્ષ્મણસિંહ કે જેને ભંડારીઓ પોતાના મૂળ પુરૂ તરીકે લેખે છે. તેણે અજમેરની ગાદીથી છુટા પડી નડાલમાં પિતાની આગવી ગાદી સ્થાપી હતી. શોધખોળ ખાતા તરફથી ટુંકમાં જે વિગતે પ્રગટ કરવામાં આવી છે તે ઉપરથી ચોહાણ વંશી રાજાઓએ અને તેમની રાણીઓએ જેન દેવાલને જુદા જુદા પ્રસંગે આપેલી ભેટે અને અમુક પ્રકારની છુટો યા હક્કોની સારા પ્રમાણમાં નોંધ મળી આવે છે. એ ઉપરથી એક સમયે મારવાડમાં રાજ્ય કરતા વંશ પર જેનધર્મની કેટલી બધી મહત્ત્વની લાગવગ હતી તેને ખ્યાલ આવે છે. ચૌહાણુ યાને ચાહમાણ વંશમાં સર્વ શ્રેષ્ઠ ખ્યાતિ વરેલ અગ્રણી તરીકે અહણદેવને મૂકી શકાય કે જેણે ઈ. સન ૧૧૬૨ માં નડાલના જૈનમંદિરના નિભાવ અર્થે ઘણી ઉદાર સખાવત કરી હતી. એ ઉપરાંત મહિનામાં અમુક દિવસેએ પ્રાણીવધ બિલકુલ કઈ પણ કરી શકે નહિ એવું ફરમાન બહાર પાડયું હતું.
જો કે લક્ષ્મણસિંહ તરફથી દેવામાં આવેલ દાન આદિને કંઈ ઉલ્લેખ હજુ સુધી હાથ નથી આવ્યો, છતાં નાંડેલની સુરજપોલ ઉપર જે લખાણ કોતરાયેલ છે એ વિક્રમ સં. ૧૨૨૩ ની સાલનું અને કેહણરાજના સમયનું છે, જેમાં લાખણના નામનો ઉલ્લેખ છે. અને વિક્રમ–સં. ૧૦૩૯ ની સાલ તેને માટે જણાવી છે. આ ઉપરથી લક્ષ્મણસિંહને રાજ્યકાળ નિર્ણિત કરવો મુશ્કેલ નથી. અહણુદેવને મહત્વ આપ્યું તેથી લક્ષ્મણસિંહ ઉતરતા ખમીરને હતું એમ માનવાની જરૂર નથી. એ પણ પિતાને પૂર્વજોની માફક પરાક્રમી અને બહાદુર હતું. એણે અણહિલવાર સુધી પહોંચી જઈ ચૌથ ઉઘરાવી હતી અને ચિતગઢના રાજા પાસેથી ખંડણ લીધી હતી. આજે પણ નાંડેલમાં એક કિલે મુસાફરોને બતાવવામાં આવે છે, કે જે લેકવાયકા પ્રમાણે આ ખ્યાતિ પામેલા રાજવીની કૃતિ છે
ભંડારી વંશાવળી પ્રમાણે લાખાને ચોવીસ પુત્રો હતા, જેમાંના એકનું નામ દાદાવ હતું, નાડલાઈના લેખમાં જે દુદા તરીકે નોંધાયેલ છે, અને ભંડારી સમુદાય જેને પિતાના મુખ્ય અગ્રણી તરીકે લેખે છે. વિક્રમ સં ૧૦૪૯ યાને સન. ૯૯૨માં દાદરાવે સરક ગ૭ના શ્રી. યશોભદ્રસૂરિના હાથે જૈનધર્મ સ્વીકાર્યો અને ઓશવાળ જ્ઞાતિમાં પ્રવેશ કશે. અધિકારની દષ્ટિએ દાદરાવ ભાંગારિકને એદ્ધો ધરાવતા; જેના હાથમાં
For Private And Personal Use Only