________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ લેખક–મુનિરાજ શ્રી ભદ્રકવિજ્યજી
{ ગતાંકથી પૂર્ણ ) આત્માનું ભકતૃત્વ
જીવને સ્વકમ ને કર્તા માન્યા બાદ કર્મને ભોક્તા ન માનવામાં આવે તો કૃતવૈફલ નામને દેવ પ્રાપ્ત થાય છે તથા સ્વસંવેદને સિદ્ધ સાતા અસાતાને અનુભવ પણ જીવને આકાશની જેમ ન થ જોઈએ. સાતા અસાતા વેનીયાદિ કર્મવિપાકના અનુભવન જીવની ચિત્ર પરિણતિ, એ જ જીવની ભોગ ક્રિયા છે.
અચેતન કર્મ પ્રતિનિયત ફલ કેવી રીતે આપી શકે? કર્મ અચેતન હોવાથી પ્રતિનિયત ક્ષેત્ર કાળે પ્રતિનિયત ફલ કેવી રીતે આપી શકે, એ શંકા મોટા પંડિતોને પણ મુંઝવે છે. તેનો કોઈ પણ નિર્ણય નહિ કરી શકવાથી કર્મને ફળ આપવામાં પ્રેરનાર નિવિષય ઈશ્વરની કપના કરી સંતોષ માને છે. પરંતુ તે ઈશ્વર માનવાથી અનેક પ્રકારની ફૂટ કલ્પનાઓ કરવી પડે છે. કર્મના ફલદાનમાં પ્રેરક તરીકે જીવસહત કર્મને નહિ પણ ઈશ્વરને માનવાથી પ્રથમ તે દહાનિ અને અદષ્ટ પરિકલ્પના, એ બે હૈષ આવીને ભા રહે છે.
ઈશ્વરવાદીઓ કહે છે કે જીવ કર્મને પરતન્ન હોવાથી એ અવસ્થામાં કર્મ-ફલ-પ્રદાન પ્રેરક-સામર્થ્ય જીવમાં ક્યાંથી હોઈ શકે છે અને અસામર્થ્ય જીવના પિતામાં જ હોય તે સુખની ઇચ્છવાળો જીવ દુઃખફલક કર્મને અનુભવ કરે જ શું કરવા માટે કર્મફલ આપવામાં પ્રેરક, સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને સંપૂર્ણ ન્યાયી એવા એક ઈશ્વરને માન જ જોઈએ, તે સિવાય કરેલ શુભાશુભ સઘળાં કર્મોનું ફળ જેને પોતપોતાના કાળે કઈ પણ જાતને પક્ષપાત વિના વેદના થાય છે તે ઘટે જ નહિ.
આમ કહેનાર ઈશ્વરવાદીઓની સામે અનેક પ્રશ્નો છે, તેના જવાબ આપવા તેઓ અસમર્થ છે.
તેઓને પ્રથમ પ્રશ્ન એ છે કે ઈશ્વર કર્મનું ફલ આપવા માટે પ્રેરાય છે, તે કયા ફકને ઉદ્દેશીને ? કૃતકૃત્ય હોવાથી ફલના ઉદ્દેશ વિના જ પ્રવૃત્તિ કરતે હોય તે તેની પ્રેક્ષાપૂર્વ કારિતાને વિધાત થાય છે. પ્રેક્ષા પૂર્વકારી આત્મા પ્રોજન વિના કાદ પણ પ્રવૃત્તિ કરતા નથી.
ફલને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરતે હે તે ઈશ્વર કેવા ફળને ઉદ્દેશીને કરે છે યતિ, વણિક કે કામી, જેમ ધર્મ અર્થ અને કામને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરે છે તેમ ઈશ્વર એ ત્રણમાંથી કોને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરે છે? ઈશ્વર કૃતકૃત્ય હોવાથી એ ત્રણમાંથી એક પણ ઉદ્દેશ તેને ઘટતો નથી તેથી ઈશ્વર વાદીઓ ઈશ્વરને એવો સ્વભાવ જ માને છે કે તે ફલનિરપેક્ષપણે જ પોતાના સ્વભાવથી કર્મનું ફલ આપવા માટે પ્રેરણું કરે છે. એ રીતે ઈશ્વરવાદીઓ નિષ્ફળ પ્રવૃત્તિ કરવાનું કે અકૃતકૃત્યપણાને દોષ ટાળવા પ્રયાસ કરે છે. પરંતુ ઈશ્વરને તે સ્વભાવ માનવામાં તેઓ પાસે કોઈ પણ પ્રમાણુ નથી.
For Private And Personal Use Only