SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજકુમાર [૨૫] અને મહારાજ શ્રેણિક ? એમણે પણ પુત્રમોહનો ત્યાગ કરી વિચાર્યું: એક ભવને સુધરેલે જેવાની લાલસાથી અનેક ભવ હારી જવાય એવું શા માટે કરવું? છેવટે તે સૌ આત્મા એકલા આવે છે ને એકલી જ જાય છે, કોઈ કોઈનું નથી. ભલે નંદીષેણ પિતાનું શ્રેય સાધે ! અને એક દિવસ અશ્રુભીની આંખે રાજગૃહીનાં નરનારીઓએ જોયું કે રાજકુમાર નંદીષણ મુનિ વેષે ચાલી નીકળ્યા. સૌના હૃધ્યમાં નદીષેણ મુનિના જ્યના નાદે ગાજતા હતા ! [3] સ્થવિર મુનિઓની નિશ્રામાં પ્રભુની સાથે વિચરતા નંદીષેણ મુનિના કાનમાં પ્રભુએ ઉચ્ચારેલા-મહાનુભાવ ! તારે લલાટે તે હજુ ભોગ ભોગવવા લખ્યા છે –એ શબ્દો રાત દિવસ ગુજ્યા કરતા. રખેને પિતાને આત્મા વાસનાની સુંવાળી જમીન ઉપર લપસી જાય એ યેથી નંદીષેણ મુનિ સદાકાળ ઉગ્ર તપસ્યા અને સતત પરિશીલન કર્યા કરતા. , પણ કેટલીકવાર કર્મ આગળ પુરુષાર્થને રાંક બનવું પડે છે. આટઆટલું ઉગ્ર તપશ્ચરણ અને આટલું સતત પરિશીલન છતાં નંદીષેણ મુનિની વાસનાના અગ્નિ ઉપર જલ છંટકાવ ન થયો. ઉગ્ર તપશ્ચર્યા અને સતત પરિશીલને એ વાસનાના અંગારાને શાંત કરવાના બદલે એની આસપાસ રાખનું પડ ચડાવી દીધું. એટલે બહારથી જોતાં વાસનાને અગ્નિ શમી ગયે લાગવા છતાં અંદરથી તો એ એટલે ને એટલે જ સળગતે રહેતે ! સહેજ પણ મોહકતાને પવન લાગે કે તરત એ રાખ ઊડી જતી અને નંદીષેણું મુનિને વાસનાને અનુભવ થઈ આવતો. એકવાર તે આ અનુભવ એટલો બધો અસહ્ય થઈ પડે, કે નંદીપણુમુનિએ પર્વત ઉપરથી ઝંપાપાત કરીને જીવનને અંત આણવાનો નિશ્ચય કર્યો. નદીષણમુનિ પર્વતની ટોચે જઈ પહોંચ્યા અને પૃપાપાત કરવાનો વિચાર કરવા લાગ્યા, ત્યાં જાણે અંતરના ઊંડાણમાંથી કાઈ બોલતું હોય તેમ તેમને લાગ્યું. જાણે એ અવાજે કહેતા હતા કે “આમેઘાત ! આપઘાત ! કે અધપાત! શું આ માટે રાજવૈભવને ત્યાગ કરીને મુનિવેષ ધાર્યો હતો ! આત્મઘાત કરીને શી આત્મસિદ્ધિ મળવાની છે ! આપઘાતનું પાતક વહેરવાથી વાસનાનાં ભૂત કદી શાંત થયાં છે ખરાં ? પાપ કરવાથી પાપની શાંતિ થાય ખરી ? અગ્નિમાં ઘી હેમીને અગ્નિ કેઈએ શાંત કર્યો જાણે છે ? મૂર્ખ નંદીષણ! વાસનાઓ જે આ ભવે શાંત નથી કરી તે આવા સેંકડે આત્મઘાત તેને શાંત નહીં કરી શકે ! સળગતી વાસનાઓ તે તારા સેંકડો જોને ભસ્મીભૂત કરશે ! એને શાંત થવા દે, એટલે આપોઆપ તારે નિસ્તાર તને સૂઝશે !” નદીષેણ મુનિને જાણે અંતરને આદેશ મળ્યો હોય એમ એ પાછી ક્યાં અને ઉગ્ર તપશ્ચરણ અને સતત અધ્યયનમાં લીન બન્યા. પણ વિધાતાએ એને માટે જુદો જ માર્ગ નિર્માણ કર્યો હતે ! ભિક્ષ તરીકે ગામેગામ ફરતા નંદીષણ મુનિ એક દિવસ ભિક્ષા લેવા ગયા અને ભાવિન દેય અજાણપણે એક ગુણિકાના મહેલમાં જઈ ચડ્યા. મુનિ ધર્મલાભને શબ્દ ઉચ્ચારી ઊભા રહ્યા ! ગણિકા મહેણું મારતી હોય એમ બોલી : “મહારાજ ! માર્ગ ભૂલ્યા લાગે છે, અહીં ધર્મલાભનું શું કામ ? અહીં તે અર્થલાભ જોઈએ. !” વિધાતાએ પોતાનું કામ શરૂ કરી દીધું હતું. મુનિરાજથી આ મહેણું સહન ન થયું For Private And Personal Use Only
SR No.521567
Book TitleJain_Satyaprakash 1941 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy