________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ પુત્ર નદીષણ! મહારાજાએ તેને અનેક લાડકેડમાં ઉો હતો અને યોગ્ય વય થતાં અનેક રાજકન્યાઓ પરણાવી હતી. સેચનક આમ જોવા માત્રથી વશ થઈ ગયો એ ઘટના મહારાજા અને કુમાર બન્નેને કોયડા જેવી લાગતી હતી. એટલામાં એક દિવસ ઉદધાનપાળે આવી ખબર આ પી: “સ્વામી, જ્ઞાતપુત્ર મહાવીરદેવ ઉદ્યાનમાં પધાર્યા છે.”
ધર્મપરાયણ થતા જતા મહારાજાને મન આ અણમૂલે અવસર હતા. તેમણે મનથી ત્યાં રહ્યા રહ્યા પ્રભુને નમસ્કાર કર્યા અને પ્રભુનંદન માટે તૈયારી કરવાની આજ્ઞા આપી.
મહારાજ પરિવાર સહિત પ્રભુના સમવસરણમાં આવી પહોંચ્યા. કુમાર નંદીષેણ સાથે જ હતા. પ્રભુએ મેઘગંભીર વાણીથી દેશના આપી. ભલભલા ભોગીને પણ સંસાર ત્યાગવાનું મન થઈ જાય એવી એ દેશના હતી. કુમાર નંદીષેણનું મન ગળગળું થઈ રહ્યું હતું ! દેશના પૂરી થતાં શ્રેણિક અને નદીષેણે પ્રભુને સેચનક હાથીની વાત પૂછી.
પ્રભુ બોલ્યા: “મહાનુભાવ ! એવા કેટલાય સંસ્કાર છવને વળગેલા હોય છે જેને જીવી જાણતે ય નથી અને સમય આવે ત્યારે એ સંસ્કાર અચુક રીતે પિતાને ભાવ ભજવે છે. આ સંસ્કારો કંઈ આ જન્મમાં જ ઉપાજેલા નથી હોતા. કુમાર નંદીષેણ અને સેચનકનું પણ એમ જ છે. પૂર્વભવમાં એ બન્ને વચ્ચે સ્વામી-સેવકને સંબંધ હતો. બન્ને વચ્ચે સ્નેહની ગાંઠ હતી. સેવાપણું હોવા છતાં સુપાત્રદાન આપવાથી સેવકને જીવ રાજકુમાર નંદીષણ તરીકે ઉત્પન્ન થશે અને વિવેકવગરના દાનથી સ્વામીને જીવ સેયનેક હાથી થયો. નંદીષણને જોતાં જ પૂર્વના સંબંધની ભાવના જાગૃત થવાથી સેચનક શાંત થઈ ગયો.”
પ્રભુની દેશના સાંભળીને જ કુમાર નંદીનું હૃદય ગળગળું થઈ ગયું હતું, તેમાં આ ઘટનાએ ઉમેરે કર્યો. તે વિચારવા લાગ્યો. “એક સામાન્ય સુપાત્રદાને મને આટલી રાજઋદ્ધિ અપાવી તે જે હું સંસારનો ત્યાગ કરું તે મારું દુઃખ માત્ર ટળી જાય !”
તેનું મન ધીમે ધીમે વધુ અંતર્મુખ બનતું જતું હતું. તેની વિચારધારા વધુને વધુ સૂક્ષ્મ બનતી જતી હતી ! જાણે હવે અહીં જ-પ્રભુચરણમાં જ રહેવાનું હોય અને રાજમહેલે પાછા ફરીને વાસનાને કાદવમાં ન પડવાનું હોય તે કેવું સારું છે અને ડીવારમાં જ તેણે પિતાના મન સાથે જાણે નિર્ણય કરી લીધો હોય એમ તે બોલ્યા: “પ્રભુ ! મારે હવે ઘરે જવું ન ખપે ! હું તે આપના ચરણનાં જ રહીશ ! મને દીક્ષા આપ ! આ ઘોર સંસારસાગરથી મારે નિસ્તાર કરો!” મહારાજા શ્રેણીકનું પિતૃહૃદય વિહળ બની ગયું.
પ્રભુએ સમજાવ્યું. “કુમાર, વૈરાગ્ય સમજવો જેટલું સહેલું છે તેટલું પાળો સહેલે નથી ! તારે લલાટે હજુ ભોગો ભોગવવા લખ્યા છે, તે ભગવ્યા વગર છૂટકે નથી. એ ભોગેના અંત વગર વાસનાઓ શાંત થવી શક્ય નથી, દબાયેલી વાસના ક્યારે મનને અવળે માર્ગે દોરી જાય એનું શું ઠેકાણું ? માટે મહાનુભાવ, છેડે વખત ભી જા ! ”
પણ નંદીષેણ એકને બે ન થ! ભોગ વિલાસમાં મગ્ન થયેલું એનું યાવન આજે ત્યાગના માગે છલંગે મારવા તલસી રહ્યું હતું. ભવિષ્યમાં શું થવાનું છે તેની એને ચિંતા ન હતી. આજ જ સુધરતી હોય તે આવતી કાલની એને પરવાહ ન હતી.
પ્રભુએ જોયું કે ભાવભાવ જ એવો છે અને વળી આ તે અમૃતને અખતરો હતો ! કદાચ સફળ ન થવાય તેય શું હાનિ હતી !
For Private And Personal Use Only