________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
धर्म के अनुयायियोंकि कीर्तिकलापकी खोजकी ओर भारतवर्षके साक्षरजनीका ध्यान आकृष्ट हुआ । यदि ये विदेशी विद्वान जैनोंके धर्मग्रंथों आदिकी आलोचना न करते, यदि ये उनके प्राचीन लेखकोंकी महत्ता न प्रकट करते तो हम लोग शायद आज भी पूर्ववत ही अज्ञानके अंधकार में ही डूबे रहते।" [૭] ડે. સતીશચંદ્ર વિદ્યાભૂષણ
મારવાડના મુખ્ય શહેર જોધપુર મુકામે સન ૧૯૧૬માં મળેલા જૈન સાહિત્ય સંમેલન ના પ્રમુખપદે બિરાજેલા ડે. સતીશચંદ્ર વિદ્યાભૂષણ M. A, Ph. D. પિતાના ભાષણમાં સ્યાદાદ માટે જણાવે છે કે –
આ ગહન અને સૂક્ષ્મ સિદ્ધાંતે બુદ્ધ અને બ્રાહ્મણ ન્યાયવેત્તાઓની ટીકાને આમંત્રી, પ્રખ્યાત બુદ્ધ ન્યાયવેત્તા ધર્મકીતિએ (A. D.) સાતમા સૈકામાં આ સિદ્ધાંતની તેના પ્રસિદ્ધ ગ્રંથ પ્રમાણવાતિકમાં ટીકા કરી અને તેની ટીકાને પ્રત્યુત્તર હરિભદ્રસૂરિએ પિતાના પ્રસિદ્ધ ગ્રંથ “અનેકાંત જયપતાકા'માં આપ્યો છે.
“બ્રાહ્મણ ઋષિ વ્યાસે બ્રહ્મસૂત્ર પુસ્તક ૨, પ્રકરણ ૨, સૂત્ર-૩૩માં આ સિદ્ધાંતને સુધારા વધારા સાથે ઉતાર્યો છે, એ રમુજી નોંધ લેવા જેવી છે. આ સિદ્ધાંતની, પ્રસિદ્ધ શંકરાચાર્ય કે જે A. D. આઠમા સૈકામાં થઈ ગયા છે તેમણે પોતાની ટીકા “શાંકરભાષ્ય'માં, વાચનસ્પતિ મિશ્ર કે જે A, D. દશમા સૈકામાં થઇ ગયા છે તેમણે શાંકરભાષ્યની ‘ભામતી વૃત્તિમાં અને માધવાચાર્યો તેમના ‘સર્વદર્શન, સંગ્રહમાં ટીકા કરેલી છે.
“પ્રાહ્મણ તત્વવેત્તાઓએ આ સિદ્ધાંત પર એવા દેજેનું આરોપણ કર્યું છે, તે કે અનિશ્ચયાત્મક જ્ઞાન તરફ દોરે છે. અને સાત વ્યવસ્થા પરસ્પર અસંગત છે તે છતાં આ સિદ્ધાંતની શાંત અને નિષ્પક્ષપાત સમીક્ષા, તેની વ્યાપકતામાં અને વસ્તુઓની સમગ્ર અવસ્થાઓને સ્પર્શવાની શક્તિમાં રહેલી વિશિષ્ટતાને વ્યક્ત કરે છે.
વૈશેષિક દર્શનના પ્રવર્તક કણદે છ કેટીને નિક્ષેપ કર્યો છે અને તે સર્વને સમાવેશ અતિ વા માત્રમાં કર્યો છે એ સર્વને સુવિદિત છે. પાછળની ટીકાઓએ બીજી કોટી ઉમેરી “માથી વા વારિત', બુદ્ધ લે કેએ ગરિત, જ્ઞાતિ, સમા, અનુમા એ ચાર કેટિથી જે નિયુક્ત હોય તે નિર્વાણ અથવા શત્વ છે એવું કથન કરીને લોકોને આંજ્યાં. પણ જૈન સિદ્ધાંતે સ્યાદ્વાદની સાત કેરી જ છે કે જેમાં મારી માન્યતા પ્રમાણે સર્વ પ્રકારના ફેરફારનો સમાવેશ થઈ જાય છે.” [૮] . એ. રિટે
છે. એ. પટેલે “ધર્મના તુલનાત્મક શાસ્ત્રમાં જૈનધર્મનું સ્થાન અને મહત્ત્વ એ વિષય પર તા. ૨૧-૮-૨૧ રોજે ધુલિયા મુકામે આવેલા ભાષણના અંતે જણાવ્યું છે કે
“સંક્ષેપમાં કહીએ તે ઉચ્ચ ધર્મ ત અને જ્ઞાન પદ્ધતિ આ બન્ને દૃષ્ટિથી જોતાં જૈનધર્મ એ ધર્મોના તુલનાત્મક શાસ્ત્રમાં અતિશય આગળ ગએલો ધર્મ છે એમ કહેવું પડે છે. દ્રવ્યનું જ્ઞાન કરી લેવા સારુ એમાં યોજેલા સ્યાદાદનું બિલકુલ આધુનિક પદ્ધતિનું સ્વરૂપે જ જુઓ એટલે બસ છે. જૈનધર્મ એ ધર્મવિચારની નિ સંશય પરમ શ્રેણી છે, અને એ દૃષ્ટિથી ધર્મનું વગીકરણ કરવા સારુ જ કેવળ નહિ પણ વિશેષતઃ ધર્મનાં લક્ષણો
For Private And Personal Use Only