SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪] બાલાપુર [૧૫૩] संवत १५१३ वर्षे आषाढ शुद १० बुधे प्राग्वाट् ज्ञातीय श्रे० गांगा મા સમઢી સમપર, મા હિ (અહીં સુંદર ચિત્ર આલેખિત છે) પ્રમુकुटुंबयुतेन श्रीअंचलगच्छेश जयकेसरीसूरीणामुपदेशेन का० श्रीकुंथुनाथबिंब का० प्र० संघेन श्री। આ મૂર્તિ દિગંબર પ્રાચીન જૈન મંદિરમાં એક કપાટમાં મૂકવામાં આવી છે. આ મંદિરમાં તલધરમાં એક પ્રાચીન પાષાણની મૂર્તિ છે. તે ૧૩મા સૈકાની હેવી જોઈએ એમ જણાય છે. બીજી બાર ધાતુની મૂર્તિ છે તેમાં સૌથી પ્રાચીન ૧૩૮૩ ની રત્નત્રયની મૂર્તિ ત્રિભુવનકીર્તિના ઉપદેશથી બની તે છે. બાકી બધી મૂર્તિના લેખ મેં લીધા છે. આ મંદિરમાં ૧૫૪૮ ના સંવતની પુષ્કળ પાષાણુ પ્રતિમાઓ છે. પણ લીપી પરથી પ્રાચીનતાની જરાય પ્રતીતિ થતી નથી. કારણકે લીપી તદન આધુનિક માલમ પડે છે. જે તે જ સંવતની વેતાંબર પ્રતિમાની તુલના ઉક્ત મંદિરની પ્રતિમા સાથે કરાય તો દિગંબર–પ્રતિમા જરૂર તેટલી પ્રાચીન ન જ જણાય એટલે એટલું તે જરૂર કહેવું જ પડેશે કે શ્વેતાંબરનું પ્રતિમા લેખ લખાવવાનું પાંડિત્ય દિગંબરે કરતાં ઘણું જ ઉચ્ચ કક્ષાનું છે. આ વિષય ઐતિહાસિક હોવાથી જ મેં અહીં ચર્ચા છે ઉક્ત મંદિરમાંની બે પ્રતિમાના ફોટાઓ પણ હું બાલાપુર હતો ત્યારે લેવરાવ્યા હતા, જે મારા સંગ્રહમાં છે. - એક બીજું પણ દિગબર મંદિર ત્યાં વિદ્યામાને છે તેમાં પણ ૧૫૪૮ની પ્રતિમાનું જ બાહુલ્ય છે. તથા આઠ ધાતુ પ્રતિમાઓ છે. તેમાં ૧૫૧૮ની સર્વથી પ્રાચીન છે. આ મંદિરના લેખો પણ મેં લીધેલા છે. આ સિવાય પણ મેં મુંબઈથી નાગપુર વિહાર દરમ્યાન લગભગ ૧૦૦ દિગબર પ્રતિમા લેખોનો સંગ્રહ કર્યો છે. તે યથાવકાશ પ્રકટ કરવામાં આવશે. પ્રતિમા લેખમાં બાલાપુર - બારાપુરને કોઈ પણ પ્રતિમા પર ઉલ્લેખ જોવામાં આવતું નથી. માત્ર ત્યાંના દિગંબર જૈન મંદિરમાં રક્ષિત દેવાઓની મૂર્તિઓ પર જ જોવામાં આવે છે, તે જોઈએ તેટલે મહત્ત્વનો ન હોવા છતાં તેનું ઐતિહાસિક દૃષ્ટિએ થોડુંક મહત્ત્વ છે. આ બન્ને મૂર્તિઓના ફેટા લેવા માટે ઘણું કશીષ કરાવી પણ અંતે જોઈએ તેવા શુદ્ધ ફેટા ન આવ્યા. બાલાપુર સંબંધી બે લેખે દેવીઓની મૂર્તિઓ પર છે તે આ પ્રમાણે છે. (૨) “ ૨૦ શાઇન સુરિ ૨૨ માત્ર પથંક ૪૦...........૧૮૮૪ વાઝાપુર ગામ...આ લેખ સરસ્વતીની મૂર્તિ પર લખેલ છે (પ્રાચીન દિગંબર જૈન મંદિર) (૨) સંવત ૧૮૮૪ વસ્ત્રાપુર પ્રા. મુઢ સં. ....... mર્તિવાની પ્રતિતિ માત્ર ર૧ મુર” (દિગંબર જૈન મંદિર) બાલાપુર વિષયક પ્રતિમા લેખો સંબંધી વિદ્વાનોને વધુ અનુસંધાન કરવાની જરૂર છે. ઉપરનાં બને મંદિરની વ્યવસ્થા ખામગામવાળા કરે છે, મંદિરની સ્થિતિ એટલી બધી કડી છે કે ત્યાં પ્રક્ષાળ થવી તે દૂર રહી પણ કચરે પણ કઢાત નથી. અત્યારે તે સંપ્રદાયની બિલકુલ વસ્તિ નથી. માત્ર એક પૂજારી છે કે જેને તાંબરે પોષે છે. હવે આપણે બાલપુરની વર્તમાન પરિસ્થિતિ પર વિચાર કરીશું. For Private And Personal Use Only
SR No.521565
Book TitleJain_Satyaprakash 1940 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy