________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪] જૈનધર્મી વીરેનાં પરાક્રમ
[૧૩૯] કરવાનું છે. એટલા માટે જ તેઓ આરાધનાને પાત્ર બન્યા છે. જ્યાં અહિંસાને આટલી હદે ગૌરવભર્યું સ્થાન હોય ત્યાં હિંસા દ્વારા સમરાંગણમાં પરાક્રમ ફેરવનારને કે શસ્ત્રો મારફત અન્યના પ્રાણ હરનારને “વીરો” ની કક્ષામાં મૂકી આ જાતના ગુણકીર્તન કેમ કરી શકાય એ પ્રશ્ન સહજ સંભવે ? જેન હૃદયને સહજ એમ પણ થાય કે એવા પરાક્રમના-વર્તમાન કાળે જ્યારે અહિંસાની પુનઃ સ્થાપના એક સંત દ્વારા થઈ રહેલ છે ત્યારે–શા સારું બહુમાન કરાય ?
ચાલુ યુગની દૃષ્ટિએ કે જૈનધર્મ હિંસાજનક કાર્યોમાં વીરતા માને છે એ નજરે અહીં વાત થતી જ નથી. અહીં તો આ જાતના ઉલેખ એટલા સારુ કરવામાં આવે છે કે જેઓ એક કાળે એમ કહેતા હતા અને હજુ કેટલાક કહે છે કે હિંદની કિંવા ગુજરાતની પરાધીનતામાં જૈનધર્મની અહિંસા કારણભૂત છે, અને જેને દયાના હિમાયતી હાઈ યુદ્ધો ખેડવામાં કે સમરાંગણમાં ઝુઝવામાં કાયર બન્યા તેને લીધે ગુલામી ઘર કરી બેઠી છે, તેમને ઉઘાડી આંખે જોવા મળે કે એક કાળે જે શરતનની વાત બહુમાન પૂર્વક ગવાતી ન પાના પુસ્તકે બેંધાતી કિંવા જે પરાક્રમ માટે આજે પણ મહારાણા પ્રતાપ કે શૂરવીર શિવાજીનાં નામ જનતામાં માનની નજરે જોવાય છે–તેવું શૌર્ય દાખવવામાં-જૈનધર્મનું પાલન કરનાર સમૂહમાં પણ વીરે પાકયા છે અને એમણે જે ભાગ ભજવ્યો છે એ જૈનધર્મના સિદ્ધાંતની નજરે અવશ્ય દોષપૂર્ણ હોવા છતાં–પ્રજા કલ્યાણ કે દેશ સંરક્ષણની નજરે કાયરતામાં લેખાય કે ગુલામીની બેડી મજબૂત કરનાર - ગણાય, એમ છે જ નહિ. વાંચતા જ એ વાત દીવા જેવી દેખાય છે.
મારવાડના રાઠોડ મુખ્ય રાયપાલના વંશમાંથી આ મેહને ઊતરી આવ્યા છે. લકવાયકા પ્રમાણે રાજ્યપાલને તેર સંતાન હતાં જેમાં મેટો કનકપાલ વિક્રમ સં. ૧૩૦૧ માં ગાદીએ બેઠે. બાકીના બારમાં એકનું નામ મેહનજી હતું જેના ઉપરથી એના વારસો મેહનત તરીકે ઓળખાયા.
મોહનજીને એક ભટ્ટી રાણી હેવા છતાં તેણે શ્રી શ્રીમાલવંશની એક કન્યા સાથે લગ્ન કર્યા. એનાથી સતસેન નામે એક પુત્ર થયો. ઉમર લાયક થતાં આ સપતસેન જૈન ધર્મના ઉપદેશ શ્રવણથી ચુસ્ત જૈન બને અને એથી એને ઓસવાલ જ્ઞાતિમાં દાખલ કરવામાં આવ્યો. મોહનોતો તેથી સપતસેનને પોતાના આદિ પુરુષ તરીકે માને છે.
મારવાડના ઈતિહાસમાં મેહને તેએ ગૌરવભર્યો ભાગ ભજવ્યો છે. તેમનામાંથી લયા જેમ પેદા થયા છે તેમ રાજકારભાર ચલાવવામાં દક્ષતાથી કામ લઈ શકે તેવા મુસદીઓ પણ પ્રગટયા છે. એમાંના કેટલાકનાં નામે સાથે બહાદુરી ને શૌર્યતા દાખવવાના અનેરા પ્રસંગો જોડાયા છે. ઈતિહાસના ગષકને એ બધું હસ્તામલકત છે.
| વિક્રમ સં. ૧૬૩૫ માં, સાવરડા (Savarada) આગળની લડાઈમાં, મોગલ સાથે યુદ્ધ ખેલતાં અમોજીનું ખૂન થયું. જયમલ વડનગરના ગવર્નર કે સુબા તરીકે વિક્રમ સં. ૧૯૭૧ માં અધિકાર ભેગવતે હતું અને મારવાડને ઇતિહાસ રચનાર નેણસી-એ સર્વ મેહનતના વંશમાં જન્મેલા નામાંકિત પુરુષા છે. આ તે નામનિર્દેશ માત્ર છે. ઈતિહાસના અભ્યાસ માટે ઘણી સામગ્રી અણુશધાયેલી પડી છે. આ ઉલ્લેખને આશય ઉપર કહ્યું તેમ જેને પર કાયરતાની છાપ મારનાર લેખકની આંખ ઉઘાડવાના છે.
For Private And Personal Use Only