________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
પ્રગટાવે છે ! યૂકાવિહાર પાછળની જળવાયકા જોઈએ છે ત્યારે વાત તદન બની જાય છે. મહારાજા કુમારપાળે પિતાના રાજ્યમાં નાના કે મેટા કોઈ પણ જીવને વાત ન થાય એ પ્રબંધ કરી અહિંસાને વિજયધ્વજ ફરકાવ્યો હતો. વાતાવરણ એટલી હદે અહિંસા મય બનાવ્યું હતું કે કોઈ વ્યક્તિ જીવ-વધ તે કહેતી કરી શકતી, પણ સેગટાબાજી રમતા સોગટી મારી જેવો શબ્દપ્રયોગ પણ ભૂલી ગઈ હતી. જે સમયમાં આ સ્થિતિ પ્રવર્તતી હતી તે સમયમાં એક વણિકે ઈરાદાપૂર્વક એક જૂને મારી નાંખી અને ઉપરથી અહિંસા જેવા ઉમદા તત્ત્વની ઠેકડી કરી! એક રાજા આ જાતના વર્તનને મૂકપણે ચલાવી થે તે જે વાતાવરણ તૈયાર કર્યું હતું એ જોતજોતામાં નાશ પામી જાય અને કાનુન પાલનપ્રતિ જિનતાનું હેજે દુર્લય થાય. એટલે દાખલો બેસાડવા સારૂ, ફરીથી કોઈ આવું કામ કરવાની હામ ન ભીડે એવી છાપ પાડવા સારૂ એ વણિકને શિક્ષા કરી દાખલો બેસાડવા માટે એક વિહાર બંધાવવાની આજ્ઞા કરી છેડી મૂક્યો હોય. એ વિહાર જોતાં જ પેલી વાત સ્મૃતિમાં તાજી થાય અને રાજસત્તિએ થતાં આચરણ ૫ર રહેજે અંકુશ મુકાય. આવા શુદ્ધ હેતુથી થયેલ કાર્યપર એક મરાઠી પત્રે કાગને વાઘ બનાવી મૂકો! સમજુ વર્ગ તે આવા કલમબાજોથી નથી છેતરાતો પણ વાચકના વિશાળ સમુદાયમાં પહેલી તકે ખાટી છાપ બેસે છે એ તે ઉઘાડી બાબત છે જ. લેખકે એટલો વિચાર કરવો જોઈએ કે જે ધર્મ એક કીડીને પણ ઇજા કરવાની ના પાડે છે તે ધર્મ મનુષ્યવધ કરવાની રજા આપે ખરે? એ ધર્મના એક વિદ્વાન આચાર્ય પોતાની સામે એ થવા પણ દે ? આજે, જેનેને જે દુઃખ જન્માવે છે તે આ જ વરતુ છે કે જેનેતર સાક્ષરોમાંના કેટલાક અને ઘણુંખરા લેખક અધૂરા અભ્યાસ કે ચિરકાળ સેવિત અસૂયાના ઉકળાટે ઘણાખરા પ્રસંગમાં જેનેને ન્યાય આપતા નથી. એમના રૂંવાડા ખડા કરે તેવી વાત વગર વિચારે લખી મારે છે.
મહારાજા કુમારપાળે ખંભાતમાં પણ જે રથળે આચાર્ય મહારાજ શ્રી. હેમચંદ્રની આશાપ્રેરક મુલાકાત થઈ હતી એ સ્થાનને જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી સોમનાથ મહાદેવના જ પ્રાસાદને ઉધાર શ્રી ગૌડબૃહસ્પતિની સુચના અને શ્રી હેમચંદ્રસૂરિના ટેકાથી કરાવ્યું. ઓ ઉદ્ધાર કાર્યથી એક જૈનેતર મહાશય એમ લખી રહ્યા છે કે કુમારપાળ પરમ માહેશ્વર હતું. તે ભૂલી જાય છે કે જેને કે જનધમી રાજાઓ ઘણાખરા સમભાવવાસિત હૃદયના હોય છે અને પિતાના જેનધર્મ પર પૂર્ણ શ્રદ્ધા સેવવા છતાં અન્ય ધર્મની નિંદા હરગીજ કરતા નથી. ધર્મસ્થ ભલેને હરકેઈ ધર્મનાં હોય છતાં એની મરામતમાં વિના રેકેટ દ્રવ્ય વાપરે છે. ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે ચુસ્ત જેનધમી એવા મંત્રીશ્વર વરતુપાળ મકકાની મસીદમાં આરસનું તેણું ભેટ કર્યું હતું ધર્મને રંગ એ કંદ ઉપર છલ્લે નથી હોઈ શકતે, એ પાછળ તે સાચા હૃદયનાં બહુમાન જરૂરી છે. કુમારપાળ મહારાજા પરમ માહેશ્વર કહેવાય કે પરમહંત કહેવાય એ કંઇ મોટો પ્રશ્ન નથી. સવાલ ખડે થાય છે તે એ છે કે જે જાતના જીવન જીવ્યાના પુરાવા મળે છે, જે જાતની કાર્યવાહી એમના તરફથી કરવામાં આવી છે અને જે કિંમતી સભારણું તેઓ મૂકતા ગયા છે એ બધાને નિષ્પક્ષપણે વિચાર કરવામાં આવે છે એમાંથી એક જ સાર તારવી શકાય છે કે રાજવી કુમારપાળને બાપિકે ધર્મ શૈવ હોવા છતાં તેમનું
For Private And Personal Use Only