________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦૨]
શ્રી જન સત્ય પ્રકાશ
[ વર્ષ ૬
પટ વગેરે જે દેખાય છે તે વાસ્તવિક નથી. અનાદિકાળની ચિંધ્યા વાસનાથી આ ઘટ પટ વગેરે નથી છતાં ઝાંઝવાના જળની માફક દેખાય છે. વનમાં કંઈ નથી હોતું છતાં સર્વ વસ્તુઓ આપણે અજ્ઞાનથી કલ્પી લઈને જોઈએ છીએ, છતાં માનીએ છીએ કે તે સવ જૂઠ છે. એ જ પ્રમાણે આ ઘટ પટ વગેરે સર્વ મિથ્યા છે એટલે વિજ્ઞાનથી અતિરિક્ત પરમાણુ કે ઘટ પટ વગેરે કંઈ પણ સંભવતું જ નથી. માટે વિજ્ઞાન એક જ છે.
સ્થા૦ વિજ્ઞાન છે તે બીજા પદાર્થો છે જ–વિજ્ઞાનથી જુદો કઈ પદાર્થ જ નથી એમ સિદ્ધ કરતાં વિજ્ઞાન જ માની શકાશે નહિ; બીજા પદાર્થો માનશે તે જ વિજ્ઞાન માની શકાશે. માટે વિજ્ઞાન માનવાની સાથે જ વિજ્ઞાનથી જુદા પદાર્થો પણ માની લેવા જોઈએ. તે આ પ્રમાણે છે. વિજ્ઞાન એટલે વિશેષે કરીને જાણવું. વિવેn #ાયણે
તિ, વિજ્ઞાનમ્ | જે વડે વિશેષે કરીને જણાય છે તે વિજ્ઞાન કહેવાય છે. એ પ્રમાણે વિજ્ઞાન ક્રિયાવાચક શબ્દ છે. માટે તેનું કઈક કર્મ હોવું જોઈએ. જેમ તે બેલે છે, તે ખાય છે, તે પીએ છે એમ કહેવાની સાથે જ જિજ્ઞાસા થાય છે કે શું બોલે છે? શું ખાય છે શું પીએ છે ? એ જ પ્રમાણે તેને જ્ઞાન છે, એમ કહીએ એટલે તરત જ જિજ્ઞાસા થાય છે કે શેનું જ્ઞાન છે? કારણ કે વિષય વગરનું વિજ્ઞાન હેતું જ નથી. માટે વિજ્ઞાન માનવાની સાથે જ તેને વિષયે માન જોઈશે. તે વિષય વિજ્ઞાનસ્વરૂપ સંભવ નથી માટે તેનાથી જુદે છે અને એ વિષય આ ઘટ પટ વગેરે છે. માટે એકલું વિજ્ઞાન જ નથી પણ તેનાથી જુદા ઘટ પટ વગેરે પણ છે.
બૌ૦ વિષય વગરનું પણ વિજ્ઞાન હોય છે-વિજ્ઞાનને વિષય હોવો જ જોઈએ અને જે વિષય તે જ ઘટ પટ વગેરે બાહ્ય પદાર્થો-એમ કહી તમે જે વિજ્ઞાનથી જુદા પદાર્થની સિદ્ધિ કરે છે તે જ ઠીક નથી, કારણ કે વિજ્ઞાનને વિષય હોવો જ જોઈએ એવું કંઈ નથી. કેટલીક વખત આકાશમાં ઝીણી ઝીણી દેરીઓ લટકતી હોય એવું જ્ઞાન થાય છે, જેને આકાશકેશજ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાન તદન નિર્વિષય જ છે, કારણ કે આકાશમાં કેરી કે કેશ જેવું કંઈ હોતું જ નથી. વળી સ્વપ્નમાં જે જ્ઞાન થાય છે ત્યાં પણ કોઇ વિષય હોત નથી, છતાં જ્ઞાન થાય છે. માટે જ્ઞાનની સાથે વિષય હોવો જ જોઈએ એવું કંઈ નથી.
જ્યારે વિજ્ઞાન વિષ્ય વગરનું પણ હોય છે. તે પછી વિષય માનવાની કંઈ આવશ્યકતા ન રહી એટલે વિજ્ઞાન એક જ પદાર્થ છે પણ ઘટ પટ વગેરે વિજ્ઞાનથી જુદું કંઈ જ નથી.
સ્યા૦ વિજ્ઞાન વિષય વગરનું હતું જ નથી-મહાસાહસ ! મહાસાહરસ ! વિષયવગરનું - વિજ્ઞાન કદી પણ સંભવે ? નહિ જ. કદી પણ નહિ. આ કાકેશજ્ઞાન અને સ્વપ્નજ્ઞાનને વિધ્ય વગરનું બતાવીને વિય વગરના વિજ્ઞાનને સિદ્ધ કરવા જે પ્રયત્ન કર્યો તે તદ્દન અસત્ય છે. કારણ કે આકાશકેશજ્ઞાન નિર્વિષય ને નથી જ આકાશમાં ફેલાયેલા પ્રકાશના તેવા પ્રકારના વિસ્તારમાં આકાશદેશને ભ્રમ થાય છે. અને તે ભ્રમ પણ તેને જ થાય છે કે જેને સાચા કેશનું જ્ઞાન હોય છે, પણ જેને દેશનું જ્ઞાન નથી હોતું તેને આકાશકેશનું પણ જ્ઞાન નથી થતું. માટે વિધ્ય વગરનું વિજ્ઞાન સંભવતું નથી. વળી સ્વપ્નમાં જે પદાર્થો દેખાય છે તે પણ અનુભવેલ પદાર્થોના મનમાં પડેલ સંસ્કારનું અર્ધ નિદ્રાતન્દ્રા અવસ્થામાં સ્મરણ થવાથી જે કાલ્પનિક સૃષ્ટિ ખડી થાય છે તે દેખાય છે. વળી તે સ્વમસૃષ્ટિઓ વાત પિત્ત અને કફના વિકારથી ઉત્પન્ન થાય છે. કોઈ દેવતાના અનુભવ
For Private And Personal Use Only