________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
સ્યાદ્વાદી-બાળકરૂદન ને સ્તન્ય પાનપ્રવૃત્તિથી આત્મસિદ્ધિ-જન્મતાંની સાથે જ બાળક રૂદન કરવા લાગે છે ને ભૂખ લાગતાં તરત જ સ્તન્યપાન કરવા પ્રયત્ન કરે છે. આ પ્રમાણે કરવાનું કેઈએ પણ બાળકને શિક્ષણ આપ્યું નથી છતાં પ્રવૃત્તિ કરે છે. આ પ્રવૃત્તિમાં કંઈ પણ કારણ હોવું જોઈએ. નહિ તે દુઃખથી હસવું ન આવતા રૂદન શા માટે થાય છે. ભૂખ લાગતાં બીજી કોઈ વસ્તુ પ્રત્યે ન જતાં સ્તન્ય પાનમાં પ્રવૃત્તિ શા માટે થાય છે? કહેવું પડશે કે પૂર્વજન્મમાં એવા સંસ્કારે ગ્રહણ કર્યા છે માટે એ પ્રમાણે થાય છે? હવે એ સંસ્કારો ગ્રહણ કરનાર કોણ? આત્મા, જે આત્માને તે સંસ્કાર પ્રહણ કરનાર ન માનીએ ને પ્રાણવાયુને માનીએ તો પૂર્વ શરીરમાં જે પ્રાણવાયુ હતું તે તે ચાલ્યો ગયો. આ શરીરમાં જે પ્રાણવાયુ છે તે જુદે છે. માટે પ્રથમ પ્રાણવાયુએ પ્રહણ કરેલ સંસ્કાર આ પ્રાણવાયુને યાદ આવે નહિ. માટે સંસ્કાર પ્રહણ કરનાર આત્મા જ માનવો જોઈએ. પૂર્વ જન્મના શરીરમાં જે આત્મા હતો તે જ આત્મા આ શરીરમાં આવેલ છે ને સંસ્કારોનું સ્મરણ થતાં બાળક રૂદન સ્તન્યપાન વગેરેમાં પ્રવૃત્તિ કરે છે. એ પ્રમાણે જેમ જેમ તેને જે જે વસ્તુની જરૂરીઆત થતી જાય છે, તેમ તેમ તે પ્રહણ કરેલ સંસ્કારોના સ્મરણ પ્રમાણે પ્રવૃત્તિ કરતા જાય છે ને નવા અનુભવ પણ ગ્રહણ કરતે જાય છે, માટે આત્મા માનવો જોઇએ,
ચાર્વાક-ભૂતના વિચિત્ર સ્વભાવથી જ સર્વ પ્રવૃત્તિઓ ચાલે છે--સત્તિ ત્તિ નાલીરાં થોડત્ર અનુપુરે છે અગ્નિ કાઇને બાળે છે ને આકાશને બાળતો નથી એમાં આકાશને ન બાળવાનું અગ્નિને કોણે ફરમાન કર્યું છે? કહેવું પડશે કે અગ્નિને સ્વભાવ કાઇને બાળવાનો છે, પણ આકાશને બાળવાનું નથી અને બળવાને સ્વભાવ પણ કાષ્ટને જ છે પણ આકાશને નથી. એટલે ભૂત અચિત્ય શક્તિવાળાં ને વિચિત્ર સ્વભાવવાળાં છે. એટલે બાળક રૂદનમાં કે સ્તન્યપાન વગેરેમાં પ્રવૃત્તિ કરે છે તે પણ ભૂતને જ સ્વભાવ છે, પરંતુ પરભવ છે ને તેમાં આત્માએ સંસ્કાર પ્રહણ કર્યો છે ને તેનું સ્મરણ થવાથી પ્રવૃત્તિ થાય છે વગેરે માવું નકામું છે, માટે આત્મા સિદ્ધ થતું નથી.
સ્યાદ્વાદી–જાતિસ્મરણથી આત્માની સિદ્ધિ-જે ભૂતના સ્વભાવથી જ સર્વ પ્રવૃત્તિ થાય છે ને આત્માની જરૂર નથી એમ માનીને તે કાર્યકારણની વ્યવસ્થા જ નહિ રહે. કારણ કે સર્વ સ્થાને સ્વભાવથી જ ચાલશે. પરંતુ તેમ કરતાં વ્યવહાર ને વ્યવસ્થાને લોપ થશે એટલે એમ માની શકાય નહિ. માટે જવાં કઈ પણ ઉપાય કે કારણ ન મળતું હોય ત્યાં જ સ્વભાવને કારણે માની શકાય છે ને તે પણ તેવી રીતે કે તેનાથી બીજી આપત્તિ ન આવતી હોય તે જ, માટે સ્વભાવ કારણ નહિ માની શકાય, એટલે પૂર્વે બતાવ્યા પ્રમાણે આત્માને માનવો પડશે. વળી કેટલી વિશિષ્ટ વ્યક્તિઓને કેટલાક સ્થળ વગેરે પૂર્વ અનુભૂત વસ્તુ જેવાથી પૂર્વ ભવનું સ્મરણ થાય છે, ને તેથી તે આ જન્મમાં નહિ અનુભવેલ અને નહિ જોયેલ સર્વ હકીકતે કહે છે કે અમુક સ્થળે મેં મૂકેલ ધન છે, અમુક સ્થળે અમુક ચીજ છે, અમુક વ્યાપ્ત છે, વગેરે. તપાસ કરતાં તે સર્વ સત્ય હોય છે, એથી પૂર્વ જન્મ છે. તે જન્મમાં સંસ્કારગ્રહણ કરનાર છે. એ સંસ્કારગ્રહણ કરનાર જ આ જન્મમાં આ શરીરમાં છે. તે જે છે એ જ આત્મા. માટે આત્મા માન જોઈએ,
For Private And Personal Use Only