________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨] વિભારગિરિકલ્પ તથા ઉજજયન્ત સ્તવ | ૬૩]
[૨]
શ્રીઉજજયન્તસ્તવ રૈવતક, ઉજજયન્ત વગેરે નામ વડે પ્રસિદ્ધિ પામેલ અને નેમિનાથ પ્રભુએ પવિત્ર કરેલ, પર્વતમાં એક એવા ગિરિનારને હું સ્તવું છું. [૧]
ત્રણ ભુવનમાં આ દેશ સુરાષ્ટ્રના નામને ધારણ કરે છે તે ગ્ય જ છે, કેમકે ભૂમિરૂપી સ્ત્રીના લલાટમાં આ પર્વત વિશેષતા કરનાર છે. [૨]
શ્રી ઋષભદેવ વગેરે અંગારદુર્ગ-કિલ્લાને શોભાવે છે અને શ્રી પાર્શ્વનાથે એની ઉપત્યક ભૂમિ-પર્વતની નીચેની ભૂમિના તેજલપુરને શોભાવ્યું છે. [૩]
આ (પર્વત)ના બે યોજન પ્રમાણ ઊંચા શિખરમાં શરઋતુના ચંદ્રનાં કિરણોની માફક નિર્મલ-સ્વછ એવી જિનેશ્વર પ્રભુના મંદિરની શ્રેણિ જાણે પુણ્યરાશિની માફક જ શોભે છે. [૪]
આ (પર્વત)ની ઉપર સુવર્ણના દંડ, કલશ, અને અમલસારક વડે શેભાયમાન શ્રી નેમિનાથ પ્રભુનું સુંદર ચૈત્ય શોભે છે. [૫]
અહીં શ્રી શિવામાતાના પુત્ર શ્રી નેમિનાથ પ્રભુ)ની પાદુકાનાં દર્શન, સ્પર્શન અને પૂજન સજજન પુરુષનાં પાપનો સમૂહ નાશ કરે છે. [૬].
ભગવાને વિશાળ રાજ્યને, પાકેલા તરખલાની માફક, તજી દઈ તેમજ સ્નેહાળ બંધુઓને છોડી દઈ અહીં (આ તીર્થમાં) મહાવ્રતને અંગીકાર કર્યું. [૭].
જગતના બધા મનુષ્યોના હિતૈષી એવા પ્રભુએ અહીં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને મેક્ષ પણ અહીં જ મેળવ્યું. [૮]
આથી જ અહીં ભવ્ય પુરુષનાં હૃદયને આશ્ચર્યાન્વિત કરનાર મંત્રીશ્વર શ્રી વસ્તુપાલે કલ્યાણકારી ત્રણ મંદિર બંધાવ્યાં. [૯]
અહીં જિનેશ્વર પ્રભુના બિંબરૂપી પૂર્ણચંદ્રમાવાળા મંડપમાં રહેલા શ્રી નેમિનાથ પ્રભુને સ્નાન કરાવતાં મનુષ્યો ઈન્દ્રની માફક શેભે છે. [૧]
આ (પર્વત)નો અમૃત જેવા પાણીથી ભરેલે અને સ્નાન કરનારા શ્રી અરિહંત પ્રભુના સ્નાનને માટે યોગ્ય ગજેન્દ્રપદ નામનો કુંડ શિખરને શોભાવે છે. [૧૧] ' ' વસ્તુપાલે અહીં શત્રુંજયને અવતાર કર્યો છતે શ્રી ઋષભદેવ, પુંડરીક, અષ્ટાપદ નંદીશ્વર તથા સિંહના વાહનવાળી, સુવર્ણ, સિદ્ધ અને બુદ્ધ નામના પુત્રોથી યુક્ત, સુંદર આમ્રફળથી ભરેલા હસ્તવાળી, અને સંઘનાં વિદ્ધને હરણ કરનારી શ્રી અંબાદેવી છે. [૧૨-૧૩]
શ્રી નેમિનાથ પ્રભુના ચરણ કમળથી પવિત્ર થયેલ અવલોકન નામનું શિખર જોનારા ભવ્ય પુરુષો કૃતાર્થપણાને પામે છે. [૪]
શામ્બવતીથી ઉત્પન્ન થયેલ શાંબ અને કૃષ્ણથી ઉત્પન્ન થયેલ અત્યંત કાંતિવાળા પ્રદ્યુમ્ન (કુમાર) આ (પર્વત)ના ઊંચા શિખરમાં દુષ્કર તપસ્યા કરી હતી.
( જુએ પાનું ૬૬ )
For Private And Personal Use Only