SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir rદરનું શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ અહીં આંખને શીતળ કરનારું ગુણશીલ નામનું ચૈત્ય હતું, જ્યાં શ્રીવીર ભગવાન ગણ સાથે સમેસર્યા હતા. [૧૫]. છે જેમાં મેતાર્ય મુનિવરે સુવર્ણ કિલ્લે બંધાવ્યો હતો. અને પહેલાંના મિત્રદેવતાએ તેના કાંગરામાં મણિએ મૂક્યાં હતાં. [૧૬] જગતને આશ્ચર્ય કરાવનારી અને ભોગ વડે શેભતી લક્ષ્મીવાળા શ્રી શાલિભદ્ર વગેરે અનેક ધનાઢો જ્યાં ઉત્પન્ન થયા હતા. [૧૮] જ્યાં વાણિયાઓનાં છત્રીસ હજાર ઘરે હતાં. તેમાં શ્રાવક સંજ્ઞાવાળાઓમાં બૌદ્ધોનાં અડધા (ધરો) હતાં. [૧૮]. જેના મહેલની શ્રેણિની અતિશયવાળી લમી જોઈને, માન છેડી દઈ દેવતાનાં ગૃહ વિમાન વિમાન વિગત માન; એટલે માન-મહાર-વિનાના એવા પ્રકારના નામને પ્રાપ્ત થયાં, એમ હું માનું છું. [૧૯]. જ્યાં સુમિત્રના કુળકમળમાં જગતના મિત્ર સૂર્ય સમાન અને અધાવબોધના વતથી યુક્ત (મુનિ) સુવત જિનેશ્વર ભગવાન થયાં. [૨] ન જ્યાં લક્ષ્મીવાળા જરાસંધ, શ્રેણિક, કૃણિક, અભયકુમાર, મેધવાહન, હલ્સ, વિહલ્સ અને શ્રીનંદિષેણ પણ થયા. [૧] જ્યાં જંબુસ્વામી, કૃતપુણ્ય, શય્યભવ વગેરે મોટા ઋષિઓ અને નન્દા વગેરે પતિવ્રતા સ્ત્રીઓ થઈ. [૨૨] જ્યાં મહાવીરસ્વામીના અગિયાર ગણધરોએ વૃક્ષની પાસે રહીને એક માસ સુધીમાં મેક્ષ નિવાસને પ્રાપ્ત કર્યું. રિ૩] ગણધરના સ્વામી શ્રી વીર પ્રભુના અગિયારમા ગણધર પ્રભાસ ગણુધરે જેનું નામ પિતાના જન્મથી પવિત્ર કર્યું હતું. [૨૪]. નાલંદા શોભાવવા માટે જ જ્યાં ચૌદ વર્ષના ચતુર્માસ સુધી શ્રીવીરપ્રભુ રહ્યા તે કેમ પવિત્ર ન હોય? [૨૫] જેમાં અનેક તીર્થો આંખની શોભાને વધારે છે અને ભવ્યને આનદ ઉત્પન્ન કરનારી નાલંદા નગરી છે તે અમને પવિત્ર કરે. [૨] રણક્ષેત્રમાં શત્રુઓને માટે સ્કુરાયમાન નાદવાળા અને ક્ષેત્રપાલના અગ્રેસર એવા મેઘનાદ મનુષ્યોની કઈ કઈ કામનાઓ પૂરતા નથી? [૨૭]. કલ્યાણકારી સ્તૂપની પાસેનું શ્રી ગૌતમસ્વામીનું મંદિર જેવા માત્રથી પણ નમસ્કાર કરનારાનીઓની પ્રીતિને પુષ્ટ કરે છે. [૨૮]. છે કલ્પવૃક્ષ ! વિક્રમને ૧૩૬૪મા વર્ષે તીર્થ શિખરની સેવામાં રસિયા મનુષ્યની સિદ્ધ થયેલી લક્ષ્મી વિસ્તારે; અને ભક્તિવાળા તથા ધીરબુદ્ધિવાળા મનુષ્ય, દેવતાથી વંદાયેલા વૈભારગિરિના સ્વામીના ગુણ સમૂહ કહેવામાં લાગેલી, નમ્ર અને સ્પષ્ટપદવાળી શ્રી જિનપ્રભસૂરિની આ સૂક્તિ ભણો. [૨૯-૩૦] ઇતિ શ્રી વૈભારગિરિમહાતીર્થંકલ્પ For Private And Personal Use Only
SR No.521563
Book TitleJain Satyaprakash 1940 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy