________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'ક ૧]
ઘંટાકર્ણ એ જૈન દેવ જણાતા નથી
[13]
જિનદત્તસૂરિ-મિ. સારાભાઇના જણાવ્યા પ્રમાણે ખરતરગચ્છની કાઈ પટ્ટાવલીયેામાં કથન ડ્રાય કે –‘શ્રીજિનદત્તસૂરિજીએ ઘટાકર્ણ વીરની સાધના પણ કરી હતી, અને તે સિદ્ધ પણ થયા હતા.' તે તેવા પ્રામાણિક ઉલ્લેખ તેએાએ પ્રકટ કરવા જોઈએ. જ્યાં સુધી અમે પટ્ટાવલીયા જોઇ છે, તેમાં તેવા કાઈ ઉલ્લેખ જાણવામાં આવ્યા નથી. વિધિમાના અને વિધિચૈત્યને પ્રચાર કરનાર જિનદત્તસૂરિ જેવા સુવિહિત જૈનાચા` એવી સાધના અથવા અવિધિ આદરે એ માની શકાતું નથી. જિનદત્તર સબંધમાં અમને જે પ્રાચીન પ્રામાણિક સામગ્રી ઉપલબ્ધ થઇ હતી, તે અમે જિનદત્તસરિના પાંચ થા સાથે અપભ શકાવ્યત્રયી (ગા. એ. સિ. ન. ૩૭)ની ભૂમિકામાં દર્શાવી છે, તેમાં ક્યાંય જિનદત્તસૂરિએ ઘટાણુંની સાધના કરી હાવાનું કથન નથી.
સદ્ગત જિનકૃપાચદ્રસૂરિજીના ઉપદેશથી . યસાગરણિએ રચેલા અને સુરતના જિનદત્તસૂરિ--નાનભંડારદારા સ. ૧૯૮૪માં પ્રકાશિત થયેલા શ્રીજિનદત્તસૂરિ--ચરિત (ઉત્તરાધ પૃ. ૪૪)માં તો કાઇ જીણુ પ્રતિના આધારે જણાવ્યું છે કે—“વિદ્યાના પ્રભાવથી બૌદ્ધોનું પુસ્તક, ગુરુજી (હરિભદ્રસૂરિજી) પાસે આવ્યું, તે પુસ્તકમાં બૌદ્ધશાસનનું સામ્નાય બૃહઅંતિ, વસુધારા; ઘંટાકણ વગેરે આવ્યું-એમ ગીતાર્થી કહે છે’પ
ઘંટાકર્ણ બૌદ્ધધર્મના દેવ હોવાની માન્યતા થવામાં સદ્ગત શાંતિવિજયજીને એવા કાઇ ઉલ્લેખ કારણભૂત થયા હશે. એ રીતે પણ તે ઘટાક'ને જૈનદેવ માનતા ન
હતા-એ પ્રકટ થાય છે.
જિનપ્રભસૂરિ, શ્રીપતના ઘંટાકર્ણ વિક્રમની ચૌદમી સદીમાં વિદ્યમાન જિનપ્રભસૂરિ, કે જેમણે તેનાં પ્રસિદ્ધ તીર્થોના અને તીર્થભક્તો ( કદી, અંબિકા, પદ્માવતી વગેરે )ના પણ કલ્પે રચ્યા છે; તેમના તીર્થકલ્પ ગ્રંથમાં કયાંય પ્રસ્તુત ઘંટાકના કપ જોવામાં આવતા નથી. જિનપ્રભસૂરિના સમયમાં–વિક્રમની ચૌદમી સદી સુધીમાં આ ઘટાક, જે જૈન-સમાજમાં માન્ય અથવા જાણીતા હાત અથવા મિ. સારાભાઈની માન્યતા પ્રમાણે ‘ સર્વમાન્ય જૈન દેવ ' હાત તા તે સંબધમાં પણ એકાદ કલ્પ રચી જિનપ્રભસૂરિએ આપણને તેનાથી વિશેષ પરિચિત કર્યા હોત. જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ ' પુસ્તિકામાં આ આચાર્યને પ્રામાણિક પરિચય કરાવવા અમ્હે યથાશક્તિ પ્રયત્ન કર્યા છે.
શ્રીપર્વત પર રહેલા ઘટાકણ નામના રાક્ષસની જનપ્રવાદરૂપ એક કયા સ. હિતાપદેશમાં સૂચવેલી છે.
જિનપ્રભસૂરિજીએ વિવિધતીર્થંકલ્પમાં ચતુરાતિતીય-જિનનામ-સંગ્રહમાં--શ્રી પર્વત પરના જે ઘંટાકર્ણ મહાવીરને ઉલ્લેખ કર્યો છે, તે હાલમાં મનાતા—પૂજાતા ક્ષેત્રપાલ અથવા શિવના ગણને નહિ, પરંતુ ઘંટાકણું ઉપનામવાળા મહાવીર તીર્થંકરના છે, જેમ વિવિધ ઉપનામેાથી પાર્શ્વનાથ તીર્થંકર પ્રખ્યાત છે, તેમ શ્રીપર્યંત પર રહેલ
૫ “તસ્મિન પુ. યુપ્રાસનમાં સાન્તાય ૬ છાતિ--પાવ-પેટાવાન दिमागतम् - ति गीतार्था बुबन्ति ॥ "
For Private And Personal Use Only