________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧]
પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન
[૩૮૭]
ઉત્તમ વિચારથી સમભાવનું અવલંબન કરવું તેનું નામ આક્રેશ પરીસહ છે. ચારીત્રમોહનયના ઉદયથી આક્રોશ હોય અને તેના ક્ષયશમથી આક્રોશ જ્યરૂપ પરીસહ હોઈ શકે છે માટે આનો સંભવ નવમા ગુણસ્થામક સુધી હોઈ શકે છે. વધપરિસહનું સ્વરૂપ—
परप्रयुक्तताडनतर्जनादीनां कायविनश्वरत्वधिभावनया सहनं वधपरीषहः, वेदनीयक्षयोपशमजन्योऽयम् ।
અર્થ :-બીજાઓ તરફથી કરવામાં આવતી તાડને તર્જનાઓને ‘ગમે એવું રક્ષણ કરે તો પણ કાયા વિનશ્વર છે' એવા ભાવે સહન કરવી એનું નામ વધ પરીસહ કહેવાય. વેદનીયના ઉદયથી અને ચારિત્રાવરણયના પશમથી આ પરીસહ હોઈ શકે છે. વંદનીયન ઉદય સૌદમાં ગુણસ્થાનક સુધી હોવાથી આની પણ ચૌદમાં ગુણરથાનક સુધી સંભાવના કરાય છે. યાચના પરિસનું સ્વરૂપ :
स्वधर्मदेहपालनार्थ चक्रवर्तिनोऽपि साधोर्याचमाल जापरिहारो याचनापरीषहः । चारित्रमोहनीयक्षयोपशमजन्योऽयम् ।
અર્થ-: પિતાના ધર્મના માટે દેહના પાલન કરવાને અર્થે ન કે પુષ્ટિના માટે પરથી મેલવવા લાયક અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય આદિની ચક્રવતિ પણું છોડીને થએલ સાધુએ પણ અવશ્ય માગણી કરવી જોઇએ, અર્થાત શરમ નહિ રાખવી જોઈએ. આ જ રીતે લજજાને જતી યાચના કરતાં સમભાવ રાખે તે આ પરિસરની પૂરી જીત થઈ શકે છે. રંક વગેરેની યાચના આ પરીસહમાં ન આવી જાય એટલા માટે વપર્કહેપારનાર્થ એ વિશપણું મૂક્યું છે. આ ચારિત્ર મેહનીયાના સોપશમથી ઉત્પન્ન થતા હોઈ નવમાં ગુણરથાનક સુધી હોઈ શકે છે. અલાભ પરીસહનું સ્વરૂપ છે :
___ याचितेऽपि वस्तुन्यप्राप्तौ विषादानवलम्बनम लाभपरीषहः, लाभान्तरायक्षयोपशमजन्योऽयम् ।
અર્થ :- આવશ્યક વરતુની યાચના કરે છતે પણ બીજાએ આપી નહિ તે વખતે એમ વિચારવું કે માલીકની ઇચ્છા હોય તે આપે છે, અને નથી હતી ત્યારે નથી આપતે તેમાં મારે પરિતાપ કરવાની જરૂર શી? એવી રીતે જેને જ્યારે અંતરંગમાં વિકાર ન આવે ત્યારે અલાભ પરીસને સહ્યૌ કહેવાય. લાભાન્તરાયના ક્ષયોપશમથી આ ઉત્પન્ન થતો હોઇ બારમા ગુણસ્થાનક સુધી રહી શકે છે. હવે રેગ પરીસહનું સ્વરૂપ આ મુજબ :
रोगोवे सत्यपि सम्यक् सहनं रोगपरीषहः ।
અર્થ :- જવર, અતિસાર, કાસ, શ્વાસ આદિ મેટા રોગોની ઉત્પત્તિમાં પણ જિન કલ્પિકાદિ ચિકિત્સા કરાવતા નથી, પરંતુ સમ્યક્ પ્રકારે સહન કરે છે. સ્થવિર–કલ્પીઓએ પણ એવા રોગો આવતા વકૃત કર્મોના વિપાકે વિચારી સમ્યક પ્રકારે સહન કરતાં શીખવું. સહન કરવાની તાકાતથી બહારની બિમારી માટે શાસ્ત્રોમાં કહેલી વિધિ પ્રમાણે ચિકિત્સા કરાવે તો પણ રોગ પરિસહ સહ્યો કહેવાય. વેદનીયોદય પ્રયુક્ત હોવાથી આ સર્વ ગુણરથાનમાં હોઈ શકે છે. હવે તૃણુ પરિસહનું સ્વરૂપ બતાવે છે.
जीर्णशीर्णसंस्तारकाधस्तनतीक्ष्णतृणानां कठोरस्पर्शजन्य क्लेशसहनं तृणस्पर्शपरीषहः ।
For Private And Personal Use Only