________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન
લેખક-આચાર્ય મહારાજ શ્રી વિજયેલબ્ધિસૂરિજી
[ ગતાંકથી ચાલુ ] અચેલક [અવસ્ત્ર પરીસહનું સ્વરૂપ આ પ્રમાણે છે सदोषवस्त्रादिपरिहारेणाल्पमूल्याल्पवस्त्रादिभिर्वर्तनमवस्त्रपरीषहः ।
અર્થ–-: ઉદ્દગમાદિ દેવિશિષ્ટ વરતુઓને પરિહાર કરી અ૫મૂલ્યવાલાં અલ્પ વસ્ત્રાદિથી કામ ચલાવવું તે અવસ્ત્ર પરિસહ કહેવાય. સત્રમાં અલ્પમૂલ્યવાલા અમે વસ્ત્ર પણ સદેવ ન ગ્રહણ કરવાં એ બતાવવા માટે સદેવ એ વિશેષણ મૂક્યું છે. નિર્દોષ એવાં બહુમૂલ્યવાલા અ૮૫ વસ્ત્ર દૂર કરવાને માટે અપમૂલ્ય એ વિશેષણ મૂકયું છે. જે એવું વિશેષણ ન મુકાય અને બહુમૂલ્યવાલી અ૮૫ વસ્તુ ગ્રહણ કરવામાં આવે તે પરિગ્રહાદિ દોષનો પ્રસંગ લાગે. નિર્દોષ અને અલ્પમૂલ્યવાલા એવા પણ બહુ વસ્ત્રો ન ગ્રહણ કરવા માટે અપ વસ્ત્ર એ વિશેષણ મુકયું છે. આ પરીસનો સંભવ નવમા ગુણસ્થાનકે સુધી છે, ચારિત્ર મેહનીયના પશમથી આ પરીસહ હોઈ શકે છે.
હવે અરતિ પરીસહ કહે છે, अप्रीतिप्रयोजकसंयोगसमवधाने सत्यपि समतावलम्बनमरतिपरीषहः ।
અર્થ–સૂત્રના ઉપદેશથી વિચરતા અથવા રહેતા સંયમ વિષયક વૈર્યથી વિપરીતપણું ઉત્પન્ન થાય એવા પ્રકારના અપ્રીતિ પ્રાજક સંગના સંભવમાં પણ સમ્યગ ધર્મારાધનામાં રતિવાલા થવું એ અરતિ પરીસરને જીતવાનું સાધન છે. અપ્રીતિ કરનાર, સંગના હોવાથી અથવા ન હોવાથી સામ્યભાવનું આલંબન કરવું એ આનું સ્વરૂપ છે. નવમા ગુણસ્થાનક સુધી આ પરિસહ હોય છે. સ્ત્રી પરીસહનું સ્વરૂપ કહે છે.
. कामबुद्धया स्याद्यङ्गप्रत्यंङ्गादिजन्यचेष्टानामवलोकन चिन्तनाभ्यां विरमणं खीपरीषहः । एते च चारित्रमोहनीयक्षयोपशमजन्याः ।।
અર્થ :- કામની બુદ્ધિથી સ્ત્રીઓના અંગપ્રત્યંગ, આકૃતિ, હાસ, ગતિ, વિલાસાદિ ચેષ્ટાઓનું વિલોકન કરવું અથવા ચિન્તવન કરવું, પૂણું પાપ બંધનનું કારણ છે એવી સમજ પૂર્વક તત્સંબંધી આલોકન ચિંતનથી વિરમવાથી સ્ત્રી પરીસહન જય કરી શકાય છે. કામપ્રયુક્ત સ્ત્રી આદિના અંગ, પ્રત્યંગ, ચેષ્ટા, આલેખન, ચિંતનની પ્રવૃત્તિથી રહિતપણું એ આ પરિસહનું લક્ષણ છે. ધર્મોપદેશ બુદ્ધિથી સ્ત્રીના અંગ અવલોકનમાં દોષનો અભાવ હેવાથી કામણના એ વિશષણ આપ્યું છે. અવલેકન માત્ર કહેવાથી ચિંતવન અને ચિંતવને માત્ર કહેવાથી અવલોકનના પરીવાર હોવાનો અસંભવ હોવાથી બને પદનું ગ્રહણ કર્યું છે. આ પર સહ તથા પૂર્વના બે ચારિત્રમેહનીયના ઉદયથી હોય છે એટલે નવમાં ગુણરથાનેક સુધી રહી શકે છે. કારણ કે આગલના ગુણરથાનમાં મોહનીયના ઉદયને અભાવ હોવાથી હેઈ શકતા નથી. ચર્ચાપરીસહનું વરૂપ આ પ્રમાણે સમજવું.
एकत्र निवासममत्वपरिहारेण सनियमं ग्रामादिभ्रमणजन्यक्केशादिसहने चर्यापरीषहः । वेदनीयजन्योऽयम् ।
' અર્થ:-એકત્ર નિવાનો તથા મમતાનો ત્યાગ કરી નિયમ પૂર્વક પ્રામાદિ બ્રમણથી ઉત્પન્ન થયેલ કલેશ આદિનું સહન કરવું તેનું નામ ચર્યાપરિષહ કહેવાય છે.
For Private And Personal Use Only