________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
( ૩૬મા પાનાનું અનુસધાન )
વળી વિજયસેનની શિષ્યપરંપરા લેખમાં બતાવી જ નથી અને તેની પર પરામાં ધર્મદાસ નામના શિષ્ય કહેલ છે જ નહિ, એક ધર્મદાસ છે તે કુ ંવરજીની અપરમાતા અને બાહુઆની ખીજી સ્ત્રી હીરાબાઈના પુત્ર એટલે કુંવરજીના એરમાન ભાઈ હતા.
(૭) લેખના ૩૨ શ્લાકના પ્રથમના બાર ક્ષેાકમાં વિયસેનસૂરિથી પરંપરાના શિષ્ય ધર્મદાસ પર્યંતના સૂરિએની પ્રશસ્તિએ છે એમ જણાવ્યું છે તે યથાર્થ નથી. તે ૧૨ શ્લોકમાં ઋષભદેવની સ્તુતિ ને વમાનના સુધર્માસ્વામી, કાટિક ગચ્છ, વજ્રશાખા ને ચકુલ, તપાગચ્છના સ્થાપક જગચ્ચદ્રસૂરિ, તેની પરંપરાના આણુ દિવમલર, તેના પર વિજયદાનસર, તેના પટધર હીરિવજયર અને તેના પટધર વિજયસેનસૂરિનું વર્ણન અને પ્રસ્તિ છે.
કાવીતી ની યાત્રાએ તા. ૧૨મી મે ૧૯૪૦ દિને પહેાંચી વળતે દિને સ્તવન પૂજન કરી લેખા સ ઉતારી કાવીનું બદર જોયું. ખંભાત બંદર સામું દેખાતુ હતુ. મદિરે ઉપરથી પણ તે દેખાય છે. ભાવનગરથી બંદર માગે કાવીમાં પુષ્કળ માલ આવતા હતા, અને હાલ અંધ થયા છે. ખંભાત બંદર ને કાવી અંદર વચ્ચે હાડીને વ્યવહાર છે અને એક બે કલાકના માં છે. અને ખદર સુધારવામાં આવે તે દરિયાઇ વ્યવહારથી ઘણા આછા ખર્ચે માલની આવા થઈ શકે અને વેપાર વધી શકે તેમ છે. ખભાતથી રેલ રસ્તે કાવી આવવામાં મેાટા ચક્રાવા લેવા પડે છે અને વખત ઘણા વધુ લે છે. રેલ વ્યવહારને ભાગે દરિયાઇ વ્યવહાર ની સરલતા રાજકર્તાને પોષાતી નથી લાગતી. કાવી બંદરના કાંઠે મુંબઇની ચોપાટી જેવે છે.
કાવી પૂર્વે એક વિશાળ નગર અને સારૂં બંદર હાવુ જોઇએ. કહેવાય છે કે તેને કંકાવતી નગરી કહેવામાં આવતી. તેની સામે ખંભાત એટલે ત્રંબાવતી નગરીનું બંદર. પાસે જું ગધાર બંદર. ત્રણે પૂર્વ એકબીજાની હરીફાઇ કરે તેવી વૈભવશાળી નગરીએ બદર પર આવેલી હાવી જોઇએ. ગંધારમાં શ્રીમાલી વજીઆ અને રાજીઆ નામના બે ભાઈઓએ ચિંતામણિપાર્શ્વનાથ પ્રાસાદ કરાવ્યે! કે જેની પ્રતિષ્ઠા ઉક્ત વિયસેનસૂરિએ જ સ. ૧૬૪૪માં કરી હતી. [જિ. ૨ ના ૪૫૦ છુ. ૨ ન. પર તે ૬૯૮] કાવીથી કાવી બંદર જતાં ગામની બહાર એક જૂનું તળાવ, અનેક મંદિરે, વાવ, વગેરે છે, અને પ્રદેશ બ્રા મનેાહર છે. શેાધા માટે તે વિશાળ ક્ષેત્ર બને એમ જણાયું. એમ કહેવાય છે કે પૂર્વે કાવીમાં કપિલ બ્રાહ્મણેા હતા તે તેમને મુસ્લિમ ધર્મીમાં વટલાવ્યા હતા. રૈનાનુ એક પણુ ઘર અત્યારે નથી. જૂની મસ્જિદ તેના સ્થાપત્ય પરથી પહેલાં જૂનું મિંદર હાવાનું જણાય છે. દુર્ભાગ્યે સમયના અભાવે તે જઇને હું જોઇ મારી ખાત્રી કરી શકયા નિહ. ગ ધારની યાત્રા કરવાની પ્રબલ ઈચ્છા હતી, પણ ત્યાં જવા માટે અગવડા ઘણી હતી તેથી ત્યાં જવાનું મુલતવી રાખ્યું.
For Private And Personal Use Only
[વર્ષ ૫
કાવીનાં હવા પાણી તંદુરસ્તી બક્ષે તેવાં છે; દેરાસરમાંની ધર્મશાળા રહેવા લાયક છે, અને આરાગ્યભુવન તરીકે વાપરી શકાય તેમ છે. દેરાસરના વહીવટ કરતા મહેતાજી ત્યાંજ કાયમ રહે છે તે સુખસગવડ પૂરી પાડે છે. તેથી ત્યાં જનારા પ્રભુસેવા સાથે આરેાગ્યવૃદ્ધિ પણ આસાનીથી પ્રાપ્ત કરશે. કાવીની યાત્રાથી પ્રસન્ન ચિત્ત થઇ ૧૩મી મેને દિને સ્વાના થઇ ઝડીઆની યાત્રાએ ગયે. ત્યાંના લેખા વગેરે ઉતાર્યા છે તે હવે પછી પ્રકટ થશે.