________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧]. શ્રી પાર્શ્વનાથ કપ
[૧૯] સમુદ્રના મધ્ય ભાગમાં થંભી ગયું. (૪૧) જેટલામાં ઉદાસીન થયેલે તે વિચાર કરે છે તેટલામાં શાસનદેવી પદ્માવતી પ્રગટ થઈને બેલી-હે વત્સ ! તું બી નહિ, (મારું) વચન સાંભળ. [૪૨] હે ભદ્ર, જગતમાં અજ્ઞાન અને અભિમાનનું મર્દન કરનાર અને વરૂણ દેવતા વડે કરાય છે મહિમા જેને એવા પાર્શ્વજિન અહીં સમુદ્રના તળીએ રહેલા છે તેને તું સ્વસ્થાનમાં લઈ જા. [૪૩] હે દેવી, સમુદ્રના તળીયાથી જિનેશ્વરને ગ્રહણ કરવામાં મારી શક્તિ કયાંથી હોય ? આ પ્રમાણે ધનેશે કહ્યું ત્યારે શાસનદેવી બોલી (૪૪) હે શ્રાવક ! મારી પાછળ આવીને પ્રવેશ કર, અને કાચા સુતરના તાંતણું વડે પ્રભુને કાઢ અને વહા
માં બેસાડીને તારી નગરીમાં સ્વસ્થ થઈને લઇ જા. (૫) હવે ઉત્પન્ન થયેલા હર્ષની પ્રકૃઢતાથી વિકસ્વર છે રામરાય જેનાં અને મહાસત્વશાળી એવા તેણે ( સાર્થવાહ ) વણલોકનાં નાથને ગ્રહણ કરવાને માટે દેવીનાં કહ્યા પ્રમાણે તે સર્વ કર્યું. (૪૬) અને ક્ષણવારમાં પિતાને સ્થાનમાં આવ્યું અને સમીપમાં તંબુઓ ઠેકાવીને જ્યાં રહ્યો છે ત્યાં તો મનુષ્યો તેની સન્મુખ આવ્યા. (૪૭) સૌભાગ્યવતી નારીએાનાં ધવલ મંગળ વડે અને ગંધર્વનાં ગીત વાજિવના રાબ્દ વડે કરીને દિશાઓને બેરી કરતાં અને દાનને આપતાં નાથને પ્રવેશ કરાવ્યો. (૪૮) અને કાંતિનગરીમાં ચાંદીની જેમ સ્વચ્છ કાંતિવાળા પ્રાસાદ કરાવાને ત્રિભુવનનાયકને બિરાજમાન કર્યા અને ભક્તિથી હંમેશાં પૂજવા લાગ્યો. (૪૯) હવે ધનેશર મૃત્યુ પામે (છતાં પણ), નગરનાં શ્રેષ્ઠ નાગરિકે વડે પૂજાતા પ્રભુને એક હજાર વર્ષ વ્યતીત થયાં (૫૦) તે વખતે ત્રણ કાળના જ્ઞાનથી યુક્ત પાદલિપ્ત ગણધરના આદેશથી કાંતિપુરીમાંથી પરિકર રહિત દેવાધિદેવની મૂર્તિને રસ થંભન માટે આકાશ માગે મેળવીને નાગાર્જુન નામના યોગી પિતાના સ્થાનમાં આણી. (૫૧-૫૨) કતાર્થ થયેલ યોગી નાથને અટવીમાં ભૂમિમાં મૂકીને ગયે અને રસસ્થંભનથી થંભન નામનું તીર્ય થયું. (૫૩) ઉગેલા વાંસની જાળની અંદર કંઠ સુધી ભૂમિમાં રહેલ અને ગાયનાં દુધ વડે સ્કૂપિત છે અંગ જેના એવી (આ પ્રતિમા)નું મનુષ્યો વડે કરીને યક્ષ નામ કરાયું. (૫૪) આ પ્રમાણે ત્યાં રહીને પૂજાતા જનનાથને પાંચ વરસ થયાં ત્યારે ધરણેને કરેલ છે. સાનિધ્ય જેને અને જાણો છે સૂત્રનો સાર જેણે એવા [૫૫] વળી દૂર કર્યો છે દુઃખને આપનારો રાગનો સમૂહ જેણે એવા અભયદેવસૂરિએ અત્યંત મહિમાથી દીપતું તીર્થ પ્રકટ કર્યું. [૫૬] મોટા મોટા મહિમાથી શોભતા ભગવાન ફરીથી કાંતિપુરીમાં જશે. ત્યાંથી સમુદ્રમાં અને ઘણું ઘણું નગરમાં જશે. (૫૭) આ પ્રતિમાના ભૂતકાળનાં અને ભવિષ્ય કાળનાં સ્થાનને કહેવાને કાણું સમર્થ હોય ? [ખરેખર જો તે હજાર મુખવાળો અને લાખ જીભવાળા હોય તો પણ કહેવાને સમર્થ નથી. (૫૮) પાવાપુરી, ચંપાપુરી, અષ્ટાપદ, રેવતગિરી, સમેતશિખર, વિમળગિરિ, કાશી, નાસિક, મિથિલા, રાજગૃહી પ્રમુખ તીર્થોને વીષે [૫૯] યાત્રા કરવાથી–પૂજન કરવાથી અને દાન આપવાથી જે ફળ જીવને પ્રાપ્ત થાય છે તે ફળ અહીં પાર્શ્વપ્રભુની પ્રતિમાનાં દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. (૬૦) પાર્શ્વનાથ સ્વામીને વંદન કરવાની ભાવના માત્રથી એક માસના ઉપવાસનું ફળ મળે છે અને પ્રતિમાના દર્શન કરવાથી છ માસના ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. (૬૧) વળી પ્રભુની દૃષ્ટિમાં દેખાયેલો મનુષ્ય જે પુત્રરહિત હોય તો બહુ પુત્રવાળો, ધન રહિત હોય તો કુબેરનાં સમાન ધનવાન અને દુર્ભાગી હોય સૌભાગી થાય છે. (૨)
[ચાલુ ]
For Private And Personal Use Only