SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૮] થી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ પ તે કાળમાં યદ વંશમાં બળદેવ-કૃષ્ણ અને જિનનાથ ઉત્પન્ન થયા અને યૌવન વયને પામ્યા. કૃષ્ણ રાજ્યને પામ્યા. (૧૯). જરાસંઘ સાથેની લડાઈમાં પિતાનું સૈન્ય ઉપસર્ગ યુક્ત થયું ત્યારે ઉપસર્ગની શાંતિના ઉપાય માટે કૃષ્ણ મહારાજે નેમિનાથને પૂછયું. (૨૦) તે પછી ભગવાને કહ્યું- હે પુરૂષોત્તમ, મારા સિદ્ધિગમન ગછી ત્રાસી હજાર સાતશે ને પચાશ વરશે (૨૧) વિવિધ અધિષ્ઠાયક વડે નમાયેલાં છે ચરણકમળ જેનાં એવા શ્રી પાર્શ્વનાથ અરિહંત થશે, જે પાર્શ્વનાથની પ્રતિમાનાં હવણું જળનું સિંચન કરવાથી લેકમાં ઉપદ્રવની શાંતિ થશે. (૨૨) હે સ્વામી, હાલમાં તે નિણંદની પ્રતિમા ક્યાં રહેલી છે. આ પ્રમાણે વાસુદેવ વડે પુછાયું ત્યાઠે નેમિનાથે કહ્યું કે તે પ્રતિમા ઈદ્રથી પૂજાય છે. (૨) અહીં જિનેશ્વર અને કૃષ્ણ મહારાજના મને ગત ભાવ જાણીને ઈદે માતલી નામના સારથી સહિત રથ અને પ્રતિમાને આપી. (૨૪) આથી મુરારી ખુશી થયા અને કપુર વગેરે ગે રવિડે હવણુ કરીને સુગંધીથી પરિપૂર્ણ અને નિર્મળ બાવના ચંદન અને શ્રેષ્ઠ પુષ્પ વડે કરીને પ્રતિમાને પૂછ. [૨૫] પછી ઘેરાયેલું સૈન્ય સ્વામીનાં હવણ જળ વડે કરીને કંટાયું. ઉપસર્ગો દુર થયાઃ જેમ યોગીના ચિત્તથી વિષયરૂપ ઉપદ્રવ દૂર થાય છે તેમ. [૨૬] પ્રતિવાસુદેવ બહુ દુઃખની ખાણ સમું મૃત્યુ પામ્યા ત્યારે યાદવ રાજાના બળવાન સૈન્યમાં જયજય નાદ થયો. [૨૭] તે જ વિજય સ્થાનમાં શ્રી જિનેશ્વરના આદેશથી પાર્શ્વપ્રભુનું નવીન બિંબ ભરાવ્યું અને શંખપુર નામનું નવીન શહેર વસાવ્યું અને તે નગરમાં નવીન પાર્શ્વપ્રભુનું બિંબ સ્થાપન કરીને [૨૮] આ પ્રતિમા ( આપેલી પાર્શ્વપ્રભુની પ્રતિમા ) ને સાથે લઈને ગયેલા કૃષ્ણ વાસુદેવને રાજાઓએ વાસુદેવપણાને મેટો ઉત્સવ કર્યો. [૯] ત્યારબાર કૃષ્ણ વાસુદેવે મણિ કંચન અને રત્નજડિત પ્રાસાદમાં સ્થાપન કરીને આ પ્રતિમા સાત વરસ સુધી પૂછ. [૩૦] દેવતાવડે યાદવની જાતિને અને દ્વારિકાને નાશ થયે ત્યારે સ્વામીજીના પ્રભાવથી દેવાલયને અગ્નિ લાગે નહિ. (૩૧) તે વખતે સમુદ્રવડે ચપલ લહરીરૂપ હાથવડે કરીને નગરીની સાથે શ્રેષ્ઠ મંદિરયુક્ત નાથ નીરની અંદર લવાયા. (૩૨) તે વખતે ત્યાં નાગ રમણુઓ સાથે રમવાને માટે આવેલા તક્ષત નાગૅદ્ર વડે કરીને પાપને હણનારી આ પ્રભુપ્રતિમા દેખાઈ. [૩૩] તે પછી (નાગે) ઉલ્લાસપૂર્વક અને નાગરમણીઓનાં સુંદર નાટારંભયુક્ત મોટા મહોત્સવપૂર્વક એશી હજાર વર્ષ સુધી પૂછ. (૪) તે અવસરે પશ્ચિમ દિશાના અધિપતિ શ્રેષ્ઠ વરણદેવે સમુદ્રને જોતાં તક્ષત વડે પૂજાયેલા ત્રિભુવન સ્વામી શ્રી પાર્શ્વનાથ (પ્રતિમા)ને જોયા. (૩૫) આ તે જ જગતના પ્રભુ છે જે પૂર્વે સુરનાથ વડે પુજાયા હતા માટે હાલમાં મને પણ સ્વામીનાં ચરણ કમળનું શરણું ોગ્ય છે. (૩૬) પરિપૂર્ણ ચિંતિત અર્થની (મનવાંછિત ફળની પ્રાર્થના કરીને નિરંતર જિનેશ્વરને પૂજવા લાગ્યો. આમ ચાર હજાર વર્ષ થયા તે સમયે (૩૦) આ ભરત ક્ષેત્રમાં કાનાં તિલક સમાન શ્રી વર્ધમાન જિનેશ્વરરૂપી મેઘ નિરંતર વાણી રૂપ પાણીનો પ્રવાહ વડે કરીને ભવ્ય જીવરૂપ ધાન્યને સિચતા હતા. (૩૮) કાંતિની કળા વડે કલુષિત કર્યા છેસુરપુરરૂપી કમળો જેણીએ એવી કાંતિનગરીમાં, શુભ છે સમુદાય જેનો એ ધનેશર નામને સાર્થવાહ રહેતું હતું. (૩૯) તે શેડીએ એક વખત વહાણુની મુસાફરી કરવા નીકળે અને વહાણને ચલ.વનાર નાવિક્યુત સિંહલદ્વીપમાં પહોંચે. (૪૦) ત્યાં કરીયાણુના સમૂહને ગ્રહણ કરીને વેગ વડે પાછાં આવતાં તેનું વહાણ એકદમ For Private And Personal Use Only
SR No.521559
Book TitleJain Satyaprakash 1940 07 SrNo 60
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy