SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધતી કલ્પાન્તર્ગત શ્રી પાર્શ્વનાથ-કલ્પ અનુવાદક-મુનિરાજ શ્રી યશાભદ્રવિજયજી સુર અસુર ખેચર કિન્નર અને જ્યાતિષી દેવાનાં સમુદાયરૂપ મધુકરાથી યુક્ત, ત્રણે જીવનની લક્ષ્મીનું સ્થાન એવા જિને ધરનાં ચરણકમળને હું નમું છું. (૧)૧ પૂર્વ મુનિગણ્ વડે કરીને અવિકલ્પ એવા ઘણા કપેાની અંદર સુર નર અને ધરેણુંદ્રથી પૂજાયેલા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરનુ જે ચરિત્ર કહેલુ છે (૨) તે પાર્શ્વનાથ કલ્પને, સ’કીણ શાસ્ત્રોમાં લાગેલી ઈં ચિત્તવૃત્તિ જેવી એવા મીજતાના આનંદના માટે સક્ષેપથી કહું છુ. (૩) ભવનાં દુઃખના ભારથી ભારી છે અંગ જેનાં એવા હે ભવી જીવા, ભવનાં ભ્રમણને ઇંદવાને માટે મારા વડે ફરીથી સક્ષેપથી કહેવાતા આ કલ્પ સાંભળેા. (૪) એ પાર્શ્વનાથ પ્રભુનાં વિજયા, જયા, કમઠ, પદ્માવતી, પાર્શ્વયક્ષ, વઇટ્ટા, ધરણ અને સેાળ વિદ્યાદેવી અધિષ્ઠાયક દેવદેવીએ છે. (૫) પ્રતિમાની ઉત્પત્તિની બીના [પ્રાચીન] કલ્પમાં કરી છે છતાં પણ વિસ્તારના ભયથી આ કલ્પમાં કહેતા નથી. કેમકે (વિસ્તાર થવાથી) આ કલ્પતે કાઇ વારંવાર ભણે નિહ. (૬) જે સમુદ્રને ચુલુક પ્રમાણુ બનાવે, તારાનાં વિમાનાની સંખ્યા ગણે તે પણ પાર્શ્વજિનની પ્રતિમાના મહિમાને કહેવાને માટે સમર્થ થ× શકતા નથી. [૭] આ પુરાણી [પાર્શ્વજિનની] પ્રતિમાને અનેક સ્થાનેામાં બિરાજમાન કરીને ખેચર-સુર-અને રાજાઓએ ઉપસર્ગીની શાંતિને માટે પૂષ્ટ છે. [૮] તે પણ માનવીઓનાં મનની નિશ્ચલતા કરવાને માટે--પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાના ઈંદ્ર વગેરેએ જે મહિમા કરેલા છે તે જ હું કેટલાક કહું છું. [૯] જે વખતે આ ભરતક્ષેત્રમાં, સુર અસુરથી પતિ કે ચરણુ જેનાં એવા મુનિત્રત જિનેશ્વરરૂપી સૂર્ય ભવ્ય જીવરૂપી કમલેાને વિકશ્વર કરતા. હતા [૧૦] તે વખતે ત્રૈ' ચંપાપુરીના સમુદ્રના કાંઠે જ્યાતિષી દેવા મહર્ષિઓથી વખણાયેલી આ પાર્શ્વનાથની પ્રભુની પ્રતિભા હતી. [૧૧] શક્રના કાર્તિક શેડના ભવમાં વ્રત લીધા પછી આ પ્રતિમાના ધ્યાનથી સેંકડે। અભિગ્રહ સિદ્ધ થયા. [૧૨] સૌધર્મઇંદ્ર તે પ્રતિમાના માહાત્મ્યને અવધિજ્ઞાન વડે જાણીને દિવ્ય મેટી વિભૂતિ વડે કરીને ત્યાં જ રહેલી તે પ્રતિમાને પૂજવા લાગ્યા. [૧૬] એમ કાળ વ્યતીત થયે। અને કૈકયીના વચનથી રામ વનવાસ પામ્યા [તે વખતે] રાધવને અને લેાકેાને પ્રભાવ દેખાડવાને માટે ઈંદ્રના વચનથી [૧૪] રત્નજડિત વિદ્યાધર યુક્ત એ દેવાએ દંડકારણ્યમાં અશ્વ સહિત રથ અને પ્રતિમાજી રામચંદ્રને આપ્યાં. [૧૫] રામચંદ્રજીએ ભક્તિભર્યા ભાવે સીતાથી લાવેલાં કુસુમાવડે કરીને તે પ્રતિમાને સાત માસ અને નવ દિવસ સુધી પૂછ, [૧૬] ઉલ્લંધન ન કરી શકાય એવા પ્રબલ કથી ઉત્પન્ન થયેલ દુઃખ રામને આવેલુ જાણીને દેવે તે પ્રતિમાને ફરીથી તે (પ્રતિમા પૂર્વે જ્યાંથી લાવ્યા હતા ત્યાં) સ્થાનકમાં લઇ ગયા. [૧૭] અને ફરીથી પણ શક્ર ( એ પ્રતિમાને ) દ્રિવ્ય ભાગે અને ઉચ્ચ ભક્તિથી પૂજવા લાગ્યા. આ પ્રમાણે સપૂર્ણ અગિયાર લાખ વર્ષોં સુધી પૂજી [૧૮] ↑ અહીં તેમજ આગળ જ્યાં જ્યાં કૌંસમાં આંકડા આપ્યા છે તે મૂળના તે તે પ્લાકને બતાવે છે: For Private And Personal Use Only
SR No.521559
Book TitleJain Satyaprakash 1940 07 SrNo 60
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy