________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૧ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
વગેરે હોય છે. આ અરિહંતની પ્રતિમા મનાય છે. જેમાં મૂળનાયક કોઈ પણ તીર્થકર હોય છે તેના પરિકરની ચારે પ્રતિમાઓ તે અમુક તીર્થકરની જ હોય એ કંઈ નિયમ નથી.
પૂજાએ આ પ્રતિમાની સામે ભણાવાય છે.
૩ ચાવીશવો–વચમાં એક જિનપ્રતિમા અને ચારે બાજૂ વ્યવસ્થિત રીતે ૨૩ તીર્થંકરની ૨૩ પ્રતિમાઓ એમ ૨૪ પ્રતિમાઓને ચોવીશવટ્ટો બનાવાય છે. તેમાં મૂળનાયકની એક પ્રતિમા જે તીર્થકર ભગવાનની હેય છે તેના નામથી જ આ ચોવીશવો (તુ સિવિંગનuz) ઓળખાય છે.
૪ સપ્તતિ રાતપ–વચમાં એક જિનપ્રતિમા અને ચારે બાજુ તે સમયના ૧૬૯ તીર્થકરોની પ્રતિમા એમ ૧૭૦ પ્રતિમાઓને સપ્તતિશતપટ (રિયા) પણ બને છે. ૧૭૦ તીર્થકરનાં અસદ્દભૂત સ્થાપનાસમાં સંખ્યાલેખનથી સત્તરિયજંત્ર બને છે.
૫ પંચપરમેષ્ઠી-અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ પાંચે પૂજ્યને પટ્ટ તે પંચપરમેષ્ઠી કહેવાય છે, જેમાં વચમાં અરિહંત ભગવાન હોય છે. માનસાર અધ્યાય ૫૫, લેક ૪૩-૪૪માં આ પંચપરમેષ્ઠીનું સૂચન છે.
૬ નવપદ-વચમાં શ્રી તીર્થકર ભગવાન ચારે દિશામાં સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુભગવાન તથા ચારે ખુણામાં દર્શન જ્ઞાન ચરિત્ર અને તપ એમ નવને પટ્ટ તે નવપદ કહેવાય છે. આનું બીજું નામ સિદ્ધચક્ર યંત્ર પણ છે.
૭ સિદ્ધભગવાન–જે જિનપ્રતિમાને પરિકર ન હોય અથવા પરિકરથી જુદી કરવામાં આવી હોય તે પ્રતિમા સિદ્ધ ભગવાનની મનાય છે. પરિકર એ તીર્થકરદશાને સૂચવે છે, અને પરિકરવિનાનું એકાકીપણું એ સિદ્ધ દશાને સૂચવે છે. માટે પરિકરવિનાની જિનપ્રતિમા એ સિદ્ધભગવાનની પ્રતિમા મનાય છે.
સિદ્ધ ભગવાનની પ્રતિમા સામે રમાત્ર, પંચ કલ્યાણક, અષ્ટપ્રકારી, સત્તરભેદી, શાંતિસ્નાત્ર, અષ્ટોતરીરનાત્ર વગેરે પૂજાઓ ભણવાય નહીં. કારણ કે પૂજાઓ અરિહંતની સામે ભણુંવવાની છે. જ્યારે પરિકર રહિત મૂર્તિ સિદ્ધની છે માટે તેની સામે ભણાવી શકાય નહીં. માટે જ એ પૂજાએ ભણુવવી હોય ત્યારે પરિકરવાલી પ્રતિમા--પંચતીથી ખાસ સિંહસન પર સ્થાપવી પડે છે અને તેની સામે પૂજાઓ ભણાવાય છે.
ખાસ કરીને તીર્થનાયક કે મૂળનાયકની પ્રતિમા તો અરિહંતની જ હોવી જોઈએ. ઘરદેરાસરમાં પણ મુખ્ય અરિહંતની પ્રતિમા જ હોવી જોઈએ. આ વસ્તુને નહીં જાણનારા મનુષ્યો પ્રતિમાઓના પરિકરને કાઢી નાખે છે, તે ભૂલ જ કરે છે.
આ રીતે પરિકર વગેરેમાં વિવિધતા છે, અને એ દરેક વિવિધતાનું મૂળ ઉપર દર્શાવેલ પાઠો છે. દિમ્બરી મતે
. જિનપ્રતિમાનું અંગનિરૂપણ, વ આલેખન અને પરિકર એ દરેક બાબતમાં દિગમ્બર શાસ્ત્ર પણ ઉપરના ક્યનોને જ અનુસરે છે. જેમકે
દિગમ્બર પંડિત દાનતરાયજીએ નંદીશ્વરદીપની પૂજામાં તીર્થંકરની પ્રતિમાના રંગેનું નીચે મુજબ વર્ણન કર્યું છે
For Private And Personal Use Only