________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧ ]
શ્રી જિનેન્દ્રપ્રતિમાની રચના
[૪૭]
વનાર ધર્મચક્ર છે, સર્વ નામનો આ ડ્રગ છે, અને દયા નામની આ મૃગલી છે. આ હાથી અને સિંહને રૂપે રહેલા આઠ દિશાના આઠ દિગ્ગજે છે. આ જે નવ પુરૂષે છે તે રવિ વગેરે નવ ગ્રહ છે. આ ગેમુખ નામને યક્ષ શ્રી આદિનાથને સેવક છે આ સુંદર આકારવાળી વણિી ચકેશ્વરી નામની છે. ઈદો તથા ઉપેદ્રો પિતે જ આ પ્રશ્નના ચારધારક થયેલા છે. પારિજાત (વૃક્ષ) અને વસંત (ઋતુ) એ બે માલાધર તરીકે રહેલા છે. બીજી પણ જે ઉત્તમ ઋતુઓ છે, તે પણ પ્રભુના માલાધર તરીકે રહેલા છે. આ હાથી પર આરૂઢ થએલા ભ્રષ્ટ ઈકો હાથના અગ્ર ભાગમાં કુંભને (કળશને) ધારણ કરીને તેમાં સર્વ સંતાપને નાશ કરનારૂં અને કપૂર તથા કુંકુમ (કેશર) વગેરેથી મિશ્ર એવું ઘણું જળ લઈને પ્રભુની સનાત્ર પૂજા કરવા આવેલા છે. તેઓ જેમ લક્ષ્મીયુક્ત પિતાના ઇન્દ્રપદની યાચના કરે છે તે જ પ્રમાણે મનહર અને અનંત સુખના કારણરૂપ એવા એક્ષપદની પણ યાચના કરે છે. આ વીણ તથા “ વાંસળી વગાડનારા હદ્દ અને તબરે નામના દેવગાયકે છે, તેઓ ત્રણ જગતના પ્રભુના અનન્ત ગુણના સમૂહને ગાય છે. આ ચાર પ્રકારના નિકાયના) દેવ પિતાની ભક્તિથી જ ઓગણપચાસ પ્રકારના વાઘ (વાજિંત્ર)ને અનેક પ્રકારે વગાડે છે. હે મહાદેવી, જે આ શંખ વગાડે છે, તે રાક્ષસને શત્રુ અને એકલે છતાં ભિન્ન ભિન્ન રૂપને ધારણ કરનારે ઈદ્ર છે. આ પ્રભુનું ત્રણ જગતનું આધિપત્ય જણાવનાર ત્રણ છત્ર છે, અને આ બાર સૂર્યો પ્રભુના ભામંડળરૂપે થયેલા છે. આ તેની પાછળ ઉભેલા દેવો ઉત્તમ મોક્ષની યાચના કરે છે. આ પ્રમાણે આ પ્રભુ સર્વ ગુણોથી યુકત અને સર્વ સિદ્ધિને આપનારા છે. હે મહાદેવી ! સર્વ દેએ નમસ્કાર કરેલા, ગુખથી પણ અત્યંત ગુપ્ત, શ્રેષ્ઠ અને વ્યકિત તથા અવ્યક્તપણે રહેલા આ જ દેવ છે. આ પ્રભુને નમસ્કાર કરવાને ઉદ્યમવંત એવા આ સૂર્યાદિક ગ્રહ નિરંતર બ્રમણ કરે છે. દિવસ અને રાત્રિરૂપે રહેલે તથા વર્ષારૂતુ, ઉનાળે અને શીયાળો એ વગેરે વેશને ધારણ કરનાર કાળ આ પ્રભુની સેવા કરનાર છે. બ્રહ્માએ આ પ્રભુની પૂજાને માટે મલયાચળ વગેરે પર્વતો બનાવ્યા છે. તથા હે દેવી! તેની પૂજાને માટે કાશ્મીર દેશને વિષે કશન બનાવ્યું છે. રાહણાચળ પર્વતમાં સર્વ રન આ પ્રભના ભૂષણ(અલંકાર)ને માટે જ બનાવ્યાં છે, સમુદ્ર પણ તેની જ પૂજાને માટે રત્નાને ધારણ કરે છે. આ પ્રભુની ચોતરફ ભ્રમણ કરતા તારાઓ પુષ્પની જેવા દેખાય છે. આ પ્રમાણે આ પ્રભુનું જ સામર્થ્ય કહ્યું છે, પણ બીજા કોઈ પણ દેવનું કહ્યું નથી, માટે આ પ્રભુ વડે જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે, એમ તમે જાણે. આ પ્રભુનું રૂપ શ્રેષ્ઠમાં પણ શ્રેષ્ઠ છે, ધ્યાવાયોગ્ય રૂપમાં આ જ રૂપ ઉત્તમ ધ્યાવાયોગ્ય છે. આ ચરાચર ત્રણે જગતમાં આ પ્રભુથી જ પ્રેરણું દેખાય છે. સર્વે દિપાળામાં, સર્વે ગ્રહોમાં, સર્વ દેવોમાં અને સર્વ ઈદ્રો તથા ઉપેદ્રોમાં આ પ્રભુ જ પ્રખ્યાત છે.
આ પ્રમાણે મહાદેવ પાસેથી જિતેંદ્રનું સ્વરૂપ સાંભળીને પાર્વતી લેકાંતમાં લિંગરૂપે રહેલા જિનેશ્વરનું સ્મરણ કરતી હતી આદરસહિત તેમની પૂજા કરતી હતી. બહ્મા, વિષ્ણુ, ઈદ્ર અને દેવો સહિત કપાળે એ સર્વે જિનેશ્વરની પૂજા કરવામાં આસકત છે, તે તે પછી મનુષ્યમાં તે શું કહેવું ? હે દેવી ! જિનેશ્વરની પાસે નમસ્કાર કરતાં જેના બે જાનુ તથા મસ્તક પૃથ્વી સાથે ઘસાય છે, તે પ્રાણુ મોક્ષપદને પામે છે. ૧ ઇંદ્રપણુથી ભ્રષ્ટ થએલાઓ. (આ કથન અન્ય મતની માન્યતાનું છે.)
For Private And Personal Use Only