________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
| સર્વજિત નામને શ્રી ઋષભદેવપ્રાસાદ બંધાઈને આ સં. ૧૬૪૯ના માર્ગશીર્ષ શુદિ ૧૩ સોમે તૈયાર થશે. જ્યારે ઉક્ત પાદુકાને ત્યાર પછી સાત વર્ષ અને પાંચ માસ એટલે સંવત ૧૬૫૬ના વૈશાખ શુદિ ૭ બુધે વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠિત કરી. [અલાઈ તે અકબર બાદશાહના રાજ્યાભિષેકથી શરૂ થતું વર્ષ છે, તેનાં ૪૫ વર્ષે એટલે સને ૧૬ ૦૧, અને વિ. સ. ૧૬ ૫૬.] આ ઉપરથી અનુમાન થાય છે કે ઋષભદેવની પ્રતિષ્ઠા પણ તે સં. ૧૬૫૬ના વૈશાખ સુદ ૭ ને દિને થઈ હશે યા તો ધર્મનાથપ્રાસાદના મૂલનાયકની પ્રતિષ્ઠા સં ૧૬૫૫ના માર્ગશીર્ષ સુદ ૫ ગુરૂએ થઈ ત્યારે થઈ હશે. - હવે આપણે કયાંય પ્રસિદ્ધ નથી થયેલ એ લેખો અત્રે ઉતારીએ–ષભદેવપ્રાસાદમાં મૂલનાયકની પ્રતિમા પર લેખ નથી. તેની જમણી બાજુની બે પાષાણુ પ્રતિમા પૈકી એકમાં અને ડાબી બાજુની બે પૈકી એકમાં કરેલા અનુક્રમે નીચેના બે લેખ છે.
श्रीमहावीरविंबं प्रतिष्ठितं तपागच्छे भट्टारक श्रीविजयसेनसूरिभिरिति જ છે જે
श्री आदिनाथबिंब श्रीविजयसेनसूरिभिः ।
બીજે-રત્નતિલક નામને બાવન જિનાલય સહિત ધર્મનાથપ્રાસાદ ગાંધી કુંવરજીએ બંધાવેલ તે સંવત ૧૬૫૪ના શ્રાવણ વદિ ૯ શનિએ પૂરે થયો. તેના મૂળનાયક શ્રી ધર્મનાથની પ્રતિષ્ઠા ઉક્ત શ્રી વિજયસેનસૂરિએ સં. ૧૬પપના માર્ગશીર્ષ સુદ ૫ ગુરૂવારે કરી તે સૂચવતા તેમની પ્રતિમા પરનો લેખ નીચે મુજબ છે – - अलाइ ४४ संवत् १६५५ व. मार्ग. सु. ५ गुरौ श्री धर्मनाथ बिं. प्र.च अभ्यतीर्थीयपरिचितायामपि पातसाह श्री अकबर नरचक्रवर्तिसभायां जिनशासनव्यवस्थापनेन जगत्प्रसिद्धजयधारिभिः श्री विजयसेमसूरिभिः तपागच्छे ।
આ મૂલનાયકનો સુંદર આરસનો પરિકર છે જેની ડાબી અને જમણી બાજુએ નીચે પ્રમાણે લગભગ એક સરખા આપેલા લેખ પરથી જણાય છે કે તેની પ્રતિષ્ઠા તે જ આચાર્યશ્રીએ સં. ૧૬૫૬ના વૈશાખ સુદ ૭ બુધે (કે જે દિને ઉપર જોઈ ગયા તેમ શ્રી આદિનાથ પાદુકાને તેમણે પ્રતિષ્ઠિત કરી હતી) કરી.
अलाई ४५ सं. १६५६ वर्षे वैशा. शु. ७ बु. स्तंभतीर्थवास्तव्य लघुनागरखायां गांधी अलुआ सु. गां. लाडिका सुत गां. बादुआ सु. गां. कुवरजोकन भार्या तेजलदे सु. गां. काहानजोयुतेन श्री धर्मनाथ परिकरः कारितः प्रतिष्ठितश्च तपागच्छे भट्टारक श्री ५ श्री विजयसेनसूरिभिः ॥ 'બીજે લેખ લગભગ એક સરખે છે તેથી અત્ર મૂકયો નથી.
આ મૂલનાયકની ડાબી બાજુની બે પાષાણ-પ્રતિમા પરના અશુદ્ધ લેખ એ પ્રમાણે છે કે –
श्री शांतनाथं बिंबं प्रतीष्ठतं च श्री वजयसेनसूरिभी। श्री शंभवनाथ बंबं प्रतीष्टतं च श्री वजयसेनसरिभी:। જ્યારે જમણી બાજુની બે પાષાણ પ્રતિમા પર કંઈ લેખ નથી.
For Private And Personal Use Only