________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કાવી તીર્થના લેખો
લેખક-શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈ, B. A. LL B. Advocate. - કાવી બંદર ખંભાત બંદરના સામા કાંઠે આવેલ છે. તે બંદરથી એક ગાઉ દૂર કરવી ગામ આવેલું છે ને તે ભરૂચથી જંબુસર થઈને જતી રેલ ગાડીનું છેલ્લું સ્ટેશન છે. તે ગામમાં બે ભવ્યું અને મનોહર જૈન મંદિરે છે ને તેના વાડાની અંદર નાની નાની એરડીવાળી ધર્મશાળા કરવામાં આવી છે અને તેને વહીવટ ભરૂચના જેન ડીઆ તરફથી થાય છે. એક ખુણામાં આવેલું છેવટના સ્ટેશનનું આ નાનું ગામ તેના ઉકત સંદર દેરાસરને લઈને અનેક જન યાત્રીઓને આકર્ષે છે. હું પણું ગત મે માસની અમારી કોર્ટની છુંટીનો લાભ લઈ ભરૂચ ઉતરી ત્યાંનાં જૈનમંદિરની યાત્રા કરી પ્રાચીન જન મંદિરમાંથી ફરવાયેલી મરજી જઈ કાવી ગયો ને ત્યાંનાં શ્રી આદિનાથ અને શ્રી ધર્મનાથનાં -સર્વજિત પ્રાસાદ અને રત્નતિલક પ્રાસાદ” એ નામનાં મંદિરનાં પવિત્ર દર્શન કરી આંખ અને મન બંનેને પ્રસન્ન કર્યા. આ બંને “સાસુ વહુનાં મંદિરે” તરીકે લેકમાં કહેવાય છે, અને તે મથાળાથી તે બંનેના પ્રધાન શિલાલેખ સહિતને લેખ “શ્રી જૈન સત્ય પ્રકાશન સં. ૧૯૯૫ ના વૈશાખ–જેડના સંયુક્ત અંકમાં ને અષાડના અંકમાં લેખોના ભાષાંતર સહિત મુનિ શ્રી સુશીલવિજયજીએ બહાર પડાવેલ છે.
તે લેખમાં પ્રકટ થયેલ મોટો લેખ પ્રસિદ્ધ થયેલ નથી એમ સૂચવ્યું છે તે યથાર્થ નથી. તે અને રત્નતિલક પ્રાસાદનો કે લેખ બંને નં. ૪૫૧ થી ૪૫૩ તરીકે શ્રી જિનવિજ્યજી સંપાદિત પ્રાચીન જૈન લેખ સંગ્રહ દ્વિતીય ભાગમાં પ્રકટ થયેલ છે અને તે ઉપરાંત ન. ૪૫૪નો લેખ શ્રી આદિનાથ પાદુકાન પણ છપાયો છે. “શ્રી જૈન સત્ય પ્રકાશમાં પ્રક્ટ થયેલ મેટા લેખની વિશેષતા એ છે કે તેના કાન છેદનાં નામે કોંસમાં આપેલાં છે. છે . મેં ત્યાં જઈ શ્રી આદિનાથ પાદુકા કે જે સર્વજિત પ્રાસાદના આંગણમાં સામેની એક નાની ગોખલા જેવી દેરીમાં. પ્રતિષ્ઠિત કરેલી છે તેનો લેખ ઉતારી લીધો અને તે શ્રી જિનવિજ્યજીના સંગ્રહના નં. ૪૫૪ સાથે સરખાવતાં અમુક શબ્દ તેમાંથી પડી ગયેલા જણ્યા, તેથી તે અને તે બંને પ્રાસાદમાંની પાષાણુ પ્રતિમા, પરિકર, તેમજ ધાતુપ્રતિમા પરના લેખો મેં ઉતારી લીધા તે અહીં આપું છું. શ્રી આદિનાથ પાદુકાને લેખ.. ॥९०॥ अलाई ४५ सं. १६५६ वर्षे वैशाख शु. ७ बुधे स्तंभतीर्थवास्तव्य वृद्धनगरीय लघुशाखा नागरज्ञातीय गां. अलुआ सुत गांधी लाडिका भार्या पती सुत गांधी बाटुआ भार्या हीरादे सुत गां. कुंअरजी गां. धर्मदास गां. वीरदासाभिधानैः । श्री आदिनाथपादुका कारिता प्रतिष्ठिता च सकलसूरिशिरोमणि भट्टारक श्री ५ श्री ॥ आणंदविमलसरि पट्टालंकार भट्टारक श्रीरश्री विजयदानसूरीश पदवी प्रतिष्ठ । सुविहितसूरीश्वरगुणगरीष्ट ॥ साहिश्री श्री अकबर भूपालप्रदत्त जगद्गुरु बिरुद विराजमान । समुन्मूलित वादिवंदाभिमान तपागच्छाधिराज श्री ५ श्री। हीरविजयसूरिपट्टेदु साहिश्री अकबर सभाप्राप्तजयवाद । वातं सवाइजगद्गुरु बिरुद श्री ५ श्री विजयसेन सार्वभूमैरिति मंगलं ।
For Private And Personal Use Only