SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનશાસને ઉપદેશેલા સાધનાના માર્ગ લેખકઃ મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી [આ. મ. શ્રી વિજ્યરામચંદ્રસૂરિવિનય ] ( ગતાંકથી પૂ) ધ પુરુષાર્થોની પ્રધાનતા કામનિત સુખ એ અતિ મઁપકાલીન, કલ્પિત અને આરેાપિત છે તેથી તેનાં કારણાની સાધના માટે સેવાતા પરિશ્રમ કાઈ પણ પ્રકારના વિશિષ્ટ ફળને આપનારા થતે નથી. કામજન્ય સુખ એ આરેાપિત એટલા માટે છે કે તે પરાધીન છે, અનારેાપિત અને તથ્ય સુખ તેને જ કહેવાય કે જેમાં પરની આધીનતા ન હોય. કામજન્ય સુખમાં ઇન્દ્રિયે, તેના વિષયે અને વિષયેાનાં સાધનેની આધીનતા અવશ્ય રહેલી છે. એટલુ જ નહિ પણ તે કામજન્ય સુખ ઉત્સુકતા (ચાલી જવાના ભય અને વ્યાકુલતા) રૂપી દુ:ખથી સમિશ્રિત છે. કામસુખ, એ ઉત્સુકતારૂપી દુ:ખના પ્રતિકારથી જ ઉત્પન્ન થયેલુ હાય છે. જીવને ઉત્સુકતા એ જ દુઃખ છે અને એ ઉત્સુકતાની નિવૃત્તિ એ જ સુખ છે, કામજન્ય સુખદુઃખામાં પણ એ ઔત્સુકયની પ્રવૃત્તિ અને નિવૃત્તિ જ મુખ્ય ભાગ ભજવે છે. ઔન્નુષ્યના અભાવથી જન્મનારાં સુખને અનુભવ ઔસુયવાળાને હાતા નથી. ઇન્દ્રિયજન્ય કામસુખા એ દુઃખરહિત કદી હાઈ શકતાં નથી, કારણ કે એની પ્રાપ્તિ, ઉપભાગ અને વિયેાગમાં ચિન્તા, વ્યાકુળતા અને ઉત્સુકતા રહેલી જ હોય છે. સેાજાની પુષ્ટિ, વધ્યનુ મંડન કે જળાનુ રૂધિરપાન, એ જેમ અધિક દુઃખને માટે છે તેમ કામભાગ માટેને સઘળેા પ્રયત્ન એ પણ અધિક દુઃખને માટે જ છે. તીવ્ર અગ્નિના તાપથી તપતા લોઢાની જેમ જ્યાં ઔત્સુયરૂપી અગ્નિવર્ડે ઇન્દ્રિયાની સદા તપ્તતા સુખરૂપ જળને શાષવી રહી હોય, ત્યાં સુખની કલ્પના કરવી એ મિથ્યા ભ્રમ છે. જ્યાં પહેલાં અને પછી અતિ અને ઔત્સુકયરૂપી અગ્નિના સ્પર્શથી ઇન્દ્રિયાને સમુદાય તપી રહ્યો હાય ત્યાં શાંતિ નહિ કિન્તુ સંતાપ જ હાય એમાં લેશ પણ આ નથી. સુખના અનુભવકાળે પણ જ્યાં તેના પ્રતિપક્ષી કારણો ઉપર દ્વેષ કાયમ બેઠેલા ડ્રાય ત્યાં સુખ માનવું, એ ફાટ છે. એક મહાપુરૂષે કહ્યું છે કે કામનિત સુખ એ ભયરૂપી અગ્નિની ભસ્મ છે, કારણ કે એ સુખની ચારે બાજુ નાના પ્રકારના ભયેા પ્રસરેલ જ હોય છે, ઇન્દ્રિયાના સુખમાં આહ્લાદ જેવુ કાંઇ નથી, જે છે તે એક સ્ક ંધ ઉપરના ભારને ઉતારી અન્ય સ્કંધ ઉપર મૂકવા જેવું છે. દુ:ખની એ પ્રકારની વિનિવૃત્તિ-ફેરફાર એ જ ઇન્દ્રિયજન્ય આહ્લાદનું તત્ત્વ છે. માહનીય ક`ના ઉદ્દયથી ચિત્ર વિચિત્ર વસ્તુમાં સુખ દુઃખની કલ્પના થાય છે. પરન્તુ એ સુખ દુઃખની કલ્પના અને મેાહનીય કર્મીની પતતા, એ સઘળુ' આત્મા ઉપરનું બંધન જ છે. એ બંધનથી જ્યાંસુધી જીવ મુક્ત બનતે નથી ત્યાં સુધી સત્ય સુખને આસ્વાદ તેનાથી દૂર ને દૂર જ રહે છે. સાચું સુખ સાચુ' સુખ એ નિળ આત્મસ્વરૂપના લાભથી થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ સચ્ચિદાન દમય છૅ, ઇન્દ્રિયાદિની સહાય વિના જ આત્મા સ્વરૂપને અનુભવ કરે, સર્વ વસ્તુને જ્ઞાતા બને અને સ્વપરમણતારૂપી સુખનેા અનુભવ કરે, એ જ સાચું સુખ છે. જે સુખને અનુભવ કરતી વખતે દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય છે. શરીર અને મન સંબધી સ For Private And Personal Use Only
SR No.521558
Book TitleJain Satyaprakash 1940 06 SrNo 59
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy