________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪].
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
દુઃખનો વિલય થાય છે તથા આધિ વ્યાધિ અને ઉપાધિજન્ય ત્રિવિધ તાપને અભાવ થાય છે; એ જ સાચા સુખની દશા છે. કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોવું એ જીવનું સાચું સુખ છે દુઃખગર્ભિત સુખ તે સુખ નહિ પણ દુઃખ જ છે. જે સુખ પામ્યા પછી વિશેષ સુખની તૃષ્ણ ન રહે તે જ નિરૂપમ સુખ છે. બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાની કે ત્યજવાની ઇચ્છા તૃષ્ણ ને આશાને જ્યાં સર્વથા અભાવ છે, તે જ પરમ સુખ છે. સાધવા ગ્ય સિદ્ધ થઈ ગયા પછી અને મેળવવા યોગ્ય મેળવી લીધા પછી જ જીવને એ દિશા પ્રાપ્ત થાય છે. સર્વ તૃષ્ણને અંત એ જ જીવને મેક્ષ છે. તૃષ્ણનો અંત થયા પછી ઉત્કસુતા રહેતી નથી. સર્વ ઇચ્છિતની પ્રાપ્તિ થયા પછી જ નવું મેળવવાની ઈચ્છા કે ઉત્સુકતા ચાલી જાય છે. ઉત્સુક્તા ચાલી ગયા પછી કોઈ પણ પ્રવૃત્તિ કરવાની બાકી રહેતી નથી. તે જ મુત્યવસ્થાનું નિરૂપમ સુખ છે. સર્વ સુખનું મૂળ આ રીતે સ્વસ્થપણું, ઉદ્વેગરહિતપણું અથવા ઉત્સુક રહિતપણું જ છે. સ્વસ્થપણાને નાશ કરનાર જીવની ઉત્સુકતા છે તેથી એ ઉત્સુક્તા જ સર્વ દુઃખનું બીજ છે. મોહથી ઉત્સુક્તા ઉત્પન્ન થાય છે અને અસ્વસ્થતાથી દુ:ખ ઉત્પન્ન થાય છે. જ્યારે મનુષ્ય પોતાને માટે જે કાર્ય હિતકારી નથી એ કાર્ય કરવા પ્રવૃત્ત થાય છે, ત્યારે સમજી લેવું કે તે તેના મનની અસ્વસ્થ અવસ્થાનું પરિણામ છે. અને મનની એ અસ્વસ્થતા ઉત્સુકતામાંથી જન્મે છે. જીવને પરંપરાએ અહિતકારી માર્ગમાં પ્રવૃત્તિ કરાવનારી એ ઉત્સુકતા જ છે. જેને કઈને કઈ પ્રકારનો મોહ છે તેને તે તે વસ્તુની તૃષ્ણ ઉત્પન્ન થયા વિના રહેતી નથી, અને ઉત્સુક્તા ચિત્તની સ્વસ્થતાને નાશ કર્યા વિના રહેતી નથી. ચિત્તની સ્વસ્થતાનો નાશ એ જ દુ:ખ છે. ઉત્સુકતારહિતપણે પ્રવૃત્તિ કરવી એ જ સાચી સ્વસ્થતાની નીશાની છે. જે પ્રવૃત્તિની પાછળ ઉત્સુક્તા છે એ પ્રવૃત્તિ અસ્વસ્થતાની જનક છે અને એ અસ્વસ્થતા જ જવને ભારી પીડા ઉપજાવનારી છે. શાંતિ આનંદ અને સ્વસ્થતા વગેરે એક જ અર્થને કહેનાર શબ્દો છે. સંપૂર્ણ સ્વસ્થતા તે જ શાશ્વત શાંતિ છે, તે જ સાચે આનંદ છે અને તે જ પરમ સુખ છે. મોક્ષનું કે સુખનું સાચું સ્વરૂપ કેાઈ હોય તે તે જ છે. જગતના બાહ્ય પદાર્થોથી, વિષયોથી, કે અન્ય વસ્તુઓથી જે આનંદ મળે છે તે ક્ષણિક છે. તે મેળવ્યા પછી અન્ય આનંદ છે સુખ મેળવવાની ઇચ્છા ઉભી રહે છે તેથી તે સુખ પરમ સુખ નથી. મોક્ષનું સુખ એ જ પરમ સુખ છે, કારણ કે તેને મેળવ્યા પછી કઈ પણ સુખ મેળવવાની કામના રહેતી નથી. સુખને સાચે આધાર
સુખને માટે જીવને આત્મા સિવાય અન્ય વસ્તુની અપેક્ષા જ્યારે રહેતી નથી ત્યારે જ તેને સાચી રવથતા પ્રાપ્ત થાય છે. મેક્ષ સુખને છોડી બાકીનાં સર્વે સુખ બાહ્ય વસ્તુ ઉપર આધાર રાખે છે. પાંચે ઈન્દ્રિયોનું સુખ તેના વિષયોની પ્રાપ્તિ ઉપર અવલંબેલું છે. અનુકુળ વિષય ન મળ્યો કે પ્રતિકુળ વિષ્ય મળ્યો તે દુઃખ થાય છે. માનસિક સુખ જો કે ઈન્દ્રિય સુખ કરતાં અધિક છે અને થોડા અધિક કાળ સુધી ટકે છે તે પણ આખરે તે પણ ક્ષણિક છે. તેનો આધાર પણ બાહ્ય સાધને (પુસ્તકાદિ) મન અને ઈન્દ્રિો ઉપર રહેલો છે. પાંચ ઈન્દ્રિય અને મનથી જ શ્રુતજ્ઞાન થાય છે અને શ્રુત જ્ઞાનથી જીવને સુખ થાય છે. ઇન્દ્રિયો નિર્મળ ન હોય અને મન એકાગ્ર ન હોય તે
For Private And Personal Use Only