________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
લાભ કરતા નથી? એ પ્રશ્નનો ઉત્તર અહીં મળી રહે છે. કોઈક આત્માઓને એ પુરૂષાર્થો પણ અનર્થકર નહિ થતાં અર્થકર થયા હોય કે થતા હોય તે તેનું કારણ એ પુરૂષાર્થ વિષયક તે આત્માને અનાદિ કાલીન અયોગ્ય અનુરાગ સુયોગ્ય ઉપદેશના બળે પ્રથમથી જ દૂર થયેલ હોય છે. પરંતુ જેટલા પ્રમાણમાં એ અયોગ્ય વસ્તુ પ્રત્યે અનુરાગ ગયેલ નથી હોતો તેટલા પ્રમાણમાં તે તે આત્માઓને પણ તે અનુરાગરૂપી વિષનું દુષ્પરિણામ ભોગવવું પડે છે જ. આ વગેરે કારણએ શ્રી જૈન શાસનમાં એક ધર્મ પુરુષાર્થ જ ઉપાદેય. મનાયેલો છે અને તે ધર્મ બીજે કઈ નહિ કિન્તુ મોક્ષ માટેનો સર્વત્તાનાં વચનોને અનુસરીને થતે મૈયાદિ ભાવયુક્ત જીવનો પ્રયત્ન વિશેષ. ધર્મના પ્રકાર
એ ધર્મના ચાર પ્રકાર પડી જાય છે, નામ ધર્મ, સ્થાપના ધર્મ, દ્રવ્ય ધર્મ અને ભાવ ધર્મ એ ચારેમાં પણ ભાવધર્મ, એ જ ઉપાદેય છે. એ ભાવ ધર્મની પ્રાપ્તિ જીવને મિથ્યાત્વમેહનીયાદિ કર્મના ક્ષપશાયથી થાય છે. ભાવ ધર્મ આત્મ સ્વભાવરૂપ છે અને એ આત્મ સ્વભાવ મૈત્રાદિ ભાવ અને પ્રમાદિ લિંગથી ગમ્ય છે. મંત્રી પ્રમોદ કારૂણ્ય અને માધ્યસ્થ, એ ચાર પ્રકારના ભાવો એ જીવોના ભાવ ધર્મને જણાવનાર છે તેમ શમ સંગ નિર્વેદ અનકમ્પા અને આસ્તિયાદિ લિંગ પણ જીના ભાવ ધર્મને જણવનાર છે. એ જાતિને વ્યાદિ ભાવ અને પ્રશમાદિ લિંગગમ્ય જીવસ્વભાવરૂપ ભાવ ધર્મની પ્રાપ્તિ જીવને તે જ ઘટે કે જે જગતમાં જીવ હાય, કર્મ હોય, તથા જીવ અને એ કર્મને સંબંધ પણ હેય. એ ત્રણમાંથી એકની પણ હયાતિનો ઇન્કાર કરવામાં આવે તો ભાવ ધર્મની હયાતિ પણ ટકી શકતી નથી. એ કારણે જીવ, કર્મ અને એ બેના સંગ વિયોગનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તે જાણવું આવશ્યક થઈ પડે છે.
શ્રી જૈનશાસનને જીવવાદ, કર્મવાદ કે મેક્ષવાદ અને એને લગતા બીજા પણ વેદે આજે પણ પડિતોની દુનિયામાં અજોડ મનાય છે. જીવ સંબંધી, કર્મ સંબંધી મોક્ષ સંબંધી સર્વજ્ઞ સંબંધી કે મોક્ષ સંબંધી જેન સિવાયના દર્શને પણ ઘણું કહે છે. તો પણ તે સઘળાનાં કથન શ્રી જૈન શાસનના કથનની આગળ ઝાંખાં પડી જાય છે એટલું જ નહિ પણ તે અપૂર્ણ, અસત્ય અને એક બાજુનો વિચાર કરનારા અંધાના અભિપ્રાય જેવા સાબીત થાય છે. શ્રી જૈનશાસને મોક્ષ માર્ગમાં આવશ્યક એ સર્વ વિશે કરેલો વિચાર સર્વ બાજુઓને સ્પર્શનારે, સત્ય અને સંપૂર્ણ છે.
સમાસ
For Private And Personal Use Only